Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    21 જૂનનું અંકફળ:ગુરુની કૃપાથી અંક 2ના જાતકોની આવક શાનદાર રહેશે, અંક 6 અને 7ના જાતકોને નોકરીમાં પ્રગતિ પાક્કી

    21 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સવારનો સમય આવકને વધુ સારી બનાવશે. કાર્યો ધીમી ગતિએ પૂર્ણ થશે, મન નિરાશ રહેશે અને કંઈક અભાવ હોય તેવો અહેસાસ થશે. બપોરનો સમય પ્રસન્નતા અપાવનારો અને ઉત્સાહ વધારનારો રહેશે. સાંજે આવકમાં ઘટાડાની સાથે મુશ્કેલીઓ વધી શકે છે. આ સમયે તમારે પોતાને અને સંતાનને પણ સંભાળવા પડશે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું, વડીલોની સલાહ પર ધ્યાન આપવું અને વિવાદોથી બચવું. રાત્રિનો સમય સામાન્ય રહેશે. કરિયર: વેપારમાં ખર્ચ વધારે થશે. નોકરીમાં અધિકારીઓના કારણે ચિંતા રહેશે. લવ: જીવનસાથી સાથે તણાવ થઈ શકે છે. પ્રેમમાં નિરાશા હાથ લાગશે. લકી નંબર: 4-5-8 લકી કલર: વાદળી શું કરવું: દુર્ગા માતાને મીઠાઈ ધરાવો. આજે અંક સ્વામી ચંદ્રના મિત્ર ગુરુનો દિવસ હોવાથી સ્થાયી કાર્યોમાં ખર્ચ વધુ થશે, પરંતુ તેની સામે આવક પણ સારી જળવાઈ રહેશે. યાત્રા પર જવાનો કાર્યક્રમ બની શકે છે. યોજનાઓ સફળ થશે અને નવા કાર્યો પ્રાપ્ત થશે. બપોરે પરિવારમાં વૈચારિક મતભેદો થઈ શકે છે અને આવકમાં અવરોધો આવી શકે છે. વાહનના કારણે તકલીફ ઊભી થશે. સાંજે સમય તમામ પ્રકારે અનુકૂળ રહેશે, આવકમાં વૃદ્ધિની સાથે પ્રસન્નતા અને સહયોગ મળશે. કરિયર: કારોબાર ગતિશીલ રહેશે. નોકરીમાં સ્થળાંતરનો યોગ બનશે. જરૂરી સંસાધનો ઉપલબ્ધ થતા રહેશે. લવ: પ્રેમનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવશે. વૈવાહિક જીવનમાં સુખ રહેશે. લકી નંબર: 4-6-9 લકી કલર: પીળો શું કરવું: દુર્ગા માતાના દર્શન કરો. સવારનો સમય તમને વિચલિત કરી શકે છે. કોઈ આરોપ લાગી શકે છે. મન નકારાત્મક કે ખોટા કાર્યો તરફ આકર્ષિત થઈ શકે છે, તેથી સંભાળીને રહેવું અને આત્મ-નિયંત્રણ રાખવું. નજીકના લોકો પર ભરોસો રાખવો. બપોર પછીથી સમય સારો થઈ જશે, પરિસ્થિતિમાં સુધારો થશે અને સમય તમારા પક્ષમાં રહેશે. સાંજે ફરીથી સંભાળવું, ખર્ચનું પ્રમાણ વધી શકે છે. કોઈને ઉધાર નાણાં આપવા નહીં અને અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવતા સાવચેત રહેવું. કરિયર: કારોબાર માટે લોન ન લેવી. નોકરીમાં ખૂબ જ ધ્યાનપૂર્વક કાર્ય કરવું. લવ: પ્રેમી સાથીથી અલગ થઈ શકો છો. જીવનસાથી સાથે વિવાદની સંભાવના છે. લકી નંબર: 1-4-8 લકી કલર: કેસરી શું કરવું: દુર્ગા માતા સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો. આજનો દિવસ સારો રહેશે અને મોટી સફળતા પ્રાપ્ત થશે. આવક સારી રહેશે. તેમજ કાર્યો સમયસર પૂર્ણ થવાની સાથે સમાજમાં તમારો પ્રભાવ વધશે. બપોરે કાર્ય અર્થે કોઈની સાથે મુલાકાત ન કરવી, અન્યથા અસફળતા મળી શકે છે. આવક ઓછી અને ખર્ચ વધારે થશે. ધાર્મિક કે માંગલિક ઉત્સવોમાં જવાની તક મળશે. ત્યારબાદ રાત સુધી કોઈ મોટી પરેશાની નહીં નડે. ગુસ્સો જલ્દી આવી શકે છે. ધનની આવક સારી રહેશે. કરિયર: વેપાર ઉત્તમ રહેશે. નોકરીમાં તમારું વર્ચસ્વ વધશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં આગળ રહેશે અને શિક્ષકોનો સહયોગ મળશે. લવ: પ્રેમમાં સુખ પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનની નિરસતા સમાપ્ત થશે. લકી નંબર: 2-4-7 લકી કલર: સફેદ શું કરવું: દુર્ગા માતા સમક્ષ તેલનો દીવો પ્રગટાવો. તમારા પરાક્રમમાં વધારો થશે. આવક જળવાઈ રહેશે અને ભાઈઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે. પરિવારમાં કોઈ બીમાર પડી શકે છે. આવક સારી રહેશે. મદદ મળતી રહેશે. બપોરે યાત્રા દરમિયાન મુશ્કેલી આવી શકે છે. મિત્રો અને પરિચિતો સાથે મુલાકાત થશે. સાંજે ખૂબ જ સાવધ રહેવું પડશે, ખર્ચમાં વધારો થશે. નજીકના લોકો જ દગો આપવાનો પ્રયાસ કરી શકે છે, તેથી અજાણ્યા લોકો સાથે વ્યવહાર ન કરવો. કરિયર: વેપારમાં વધુ સારું કામ થશે. નોકરીમાં લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. લવ: પ્રેમી સાથી તરફથી સહયોગ મળશે. અવિવાહિતોને યોગ્ય પ્રસ્તાવો મળશે. લકી નંબર: 3-4-6 લકી કલર: મરૂન શું કરવું: દુર્ગા માતાના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો. સમય ખૂબ જ શાનદાર રહેશે. સારી આવકની સાથે સારા કાર્યો કરવાની તકો પ્રાપ્ત થશે. યાત્રાઓ સુખદ રહેશે અને સહયોગ મળશે. સંતાન તરફથી ખુશી મળશે. ઘરમાં નવા આધુનિક ઉપકરણો આવશે. કાનૂની બાબતોમાં સફળતા મળશે. બપોરના સમયે પણ સારા સમાચાર પ્રાપ્ત થશે. આવક ઉત્તમ રહેશે. સાંજે બધી ચિંતાઓ સમાપ્ત થશે, આવકમાં સુધારો થશે અને કાર્ય પ્રત્યે ઉત્સાહ જળવાઈ રહેશે. કરિયર: વેપાર ઉત્તમ રહેશે. નોકરીમાં અધિકારીઓ તમારાથી પ્રસન્ન રહેશે. પ્રમોશનની તકો મળશે. લવ: પ્રેમ પ્રસ્તાવ સ્વીકારવામાં આવશે. વૈવાહિક જીવન સુખમય રહેશે. લકી નંબર: 4-7-9 લકી કલર: લાલ શું કરવું: દુર્ગા માતાને લાલ રંગના ફૂલ અર્પણ કરો. આજે સવારના સમયે સતર્ક રહેવું. બિનજરૂરી ખર્ચ થશે અને આવક ઓછી રહેશે. વિવાદ થઈ શકે છે, તેથી વિરોધીઓથી પણ સાવધ રહેવું. બપોરથી સમય તમારા પક્ષમાં થઈ જશે. વિવાદોમાં વિજય મળશે અને કાર્યસ્થળ પર શાંતિ જળવાઈ રહેશે. જમીન સંબંધિત કાર્યોથી લાભ થશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને પદનો લાભ મળી શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. સાંજનો સમય પણ અનુકૂળ રહેશે અને કોઈ અવરોધ આવવાની સંભાવના નથી. કરિયર: વેપાર શ્રેષ્ઠ રહેશે. નોકરીમાં પ્રમોશનની સાથે બદલી થઈ શકે છે. લવ: વૈવાહિક સુખ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં સફળતા પ્રાપ્ત થશે. લકી નંબર: 4-5-7 લકી કલર: કથ્થઈ શું કરવું: દુર્ગા માતાને દૂધ ધરાવો. આજે ગુરુના સ્વામિત્વનો દિવસ હોવા છતાં, સવારના સમયમાં અજ્ઞાત ભય અને ચિંતા રહી શકે છે. ભવિષ્યને લઈને મન આશંકિત રહેશે. શરૂઆતમાં આવક સારી રહેશે, પરંતુ બપોરે કાર્યોમાં અવરોધો આવશે. વિરોધીઓ હાવી થવાનો પ્રયત્ન કરશે અને આવક પ્રભાવિત થઈ શકે છે. સાંજે સમય ફરી તમારા પક્ષમાં આવી જશે, જે આનંદદાયક રહેશે. પરિવારનો સાથ મળશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં યોગ્ય સમય આપી શકશે અને મિત્રો તરફથી મદદ મળશે. કરિયર: વેપારીઓને લોન સંબંધી બાબતોમાં ઉકેલ મળશે. નોકરીમાં લાભ થશે. લવ: વૈવાહિક સંબંધોમાં સુધારો આવશે. પ્રેમમાં ચાલી રહેલી સમસ્યાઓનું નિવારણ થશે. લકી નંબર: 4-6-8 લકી કલર: લીલો શું કરવું: લક્ષ્મીજીને મીઠાઈનો પ્રસાદ ધરાવો. સવારનો સમય ખૂબ જ શાનદાર રહેશે. વિચારેલા કાર્યો સમયસર પૂર્ણ થશે. ધનની આવક સારી રહેશે અને સહયોગ પણ પ્રાપ્ત થશે. બપોરે કાર્યોમાં અડચણ આવી શકે છે, ખર્ચમાં વધારો થશે અને પરેશાનીઓ રહેશે. વિવાદ થવાની પણ સંભાવના છે. સાંજથી સમય ફરી તમારા પક્ષમાં વળશે, આવકમાં સુધારો થશે અને સહયોગ મળવા લાગશે. વિરોધીઓ પાછા હટશે અને પ્રસન્નતા મળશે. રાત્રે પરિવારનો પૂરો સાથ મળશે. કરિયર: વેપાર ઉત્તમ રહેશે. નોકરીમાં કોઈ કામ અર્થે યાત્રા પર જવું પડી શકે છે. લવ: પ્રેમી સાથી સાથેનો તણાવ સમાપ્ત થશે. જીવનસાથી તરફથી સુખ મળશે. લકી નંબર: 1-4-7 લકી કલર: ગુલાબી શું કરવું: દુર્ગા માતાની સમક્ષ 'સપ્તશ્લોકી દુર્ગા' નો પાઠ કરવો.
    Click here to Read More
    Previous Article
    Why the Japanese philosophy of ‘Nintai’ could be the secret to staying calm
    Next Article
    21 જૂનનું ટેરો રાશિફળ:મેષ, વૃષભ અને સિંહ રાશિને શાનદાર નોકરી મળશે, ધન જાતકો માટે પારિવારિક સુખ અને અસીમ ખુશીઓનો દિવસ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment