Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદામાં કાળઝાળ ગરમી વચ્ચે 21 હજારને મનરેગા રોજગારી.:19.45 લાખ માનવ દિનના લક્ષ્યાંક સામે 17.26 લાખ માનવ દિન પૂરા

    1 week ago

    નર્મદા જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે પણ 21 હજારથી વધુ શ્રમિકોને મનરેગા યોજના હેઠળ રોજગારી મળી રહી છે. જિલ્લામાં લાંબા સમય બાદ મનરેગાની કામગીરી ફરી શરૂ થતાં જોબ કાર્ડ ધારક શ્રમજીવી પરિવારોમાં ખુશી જોવા મળી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળાના નેતૃત્વ હેઠળ જિલ્લાની લગભગ 350 ગ્રામ પંચાયતોમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. નર્મદા જેવા આકાંક્ષી જિલ્લામાં ગરીબ આદિવાસી પરિવારો માટે 19,45,316 માનવ દિનનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે, જેની સામે અત્યાર સુધીમાં 17,26,243 માનવ દિનનું કામ પૂર્ણ થયું છે. જિલ્લામાં કુલ 1,23,808 જોબ કાર્ડ ધારકો છે, જેમાંથી 1,10,058 જોબ કાર્ડ આદિવાસી સમાજના લોકો ધરાવે છે. હાલમાં 1,68,885 માનવ દિન હેઠળ 25 હજારથી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. રાજ્યમાં અરવલ્લી, દાહોદ અને તાપી બાદ નર્મદા જિલ્લો મનરેગા હેઠળ સૌથી વધુ રોજગારી પૂરી પાડવામાં ચોથા સ્થાને છે. જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર સચિવ કક્ષાએથી પણ આ યોજનામાં વધુમાં વધુ લોકોને જોડી રોજગારીનો લાભ આપવાની સૂચનાઓ છે. તેમણે ઉમેર્યું કે, આટલી ગરમીમાં પણ લોકો ઉત્સાહભેર કામ કરી રહ્યા છે, જેનાથી લાખો પરિવારોને રોજગારી મળતા અન્ય જિલ્લાઓમાં થતું સ્થળાંતર અટક્યું છે. ચોમાસું શરૂ થાય તે પહેલાં વધુમાં વધુ લોકોને રોજગારી મળે તે દિશામાં કામગીરી ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં 443 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી:SP પ્રેમસુખ ડેલુએ એક જ પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી ફરજ બજાવતા પોલીસકર્મીની બદલી કરી
    Next Article
    આકાંક્ષા ફ્લેટમાં ગોતા વોર્ડના કોર્પોરેટરોનો સ્થાનિકોએ ઉધડો લીધો:ઘાટલોડિયામાં ઘેરીને ઉગ્ર રજૂઆત કરી; ઝાડા-ઉલટીના કેસ મુદ્દે અમિત શાહે તાત્કાલિક પગલાં લેવા CM-મેયરને સૂચના આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment