Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીપોત્સવી 2082 શુભ મુહૂર્ત:6 નવેમ્બરે ધનતેરસ, દિવાળીએ સાંજે પ્રદોષ કાળમાં લક્ષ્મી પૂજન શ્રેષ્ઠ

    2 days ago

    વિક્રમ સંવત 2082ના દીપાવલી પર્વમાં વ્યાપાર અને ઘરમાં સ્થિર મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે શાસ્ત્રોક્ત મુહૂર્તો શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવ્યા છે. સામાન્ય રીતે લોકો માત્ર ચોઘડિયા જોતા હોય છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર મુજબ ચોઘડિયા કરતાં હોરાનું વિશેષ મહત્ત્વ છે. આગામી 8-11-2026 ને રવિવારે બપોરે 11-29થી અમાસ શરૂ થતી હોવાથી પ્રદોષ કાળમાં દિવાળી ઉજવાશે. સાંજે 06.05થી 08.36 સુધી પ્રદોષ કાળ અને સ્થિર વૃષભ લગ્નમાં લક્ષ્મી-શારદા પૂજન અત્યંત ફળદાયી રહેશે. 1 નવેમ્બરે રવિપુષ્યથી શરૂ થતો આ પર્વ 14 નવેમ્બરે લાભપાંચમ સુધી ચાલશે. પર્વ પ્રમાણે શુભ મુહૂર્તોની વિગત |1 નવેમ્બરે રવિપુષ્યામૃત યોગમાં ચોપડા ખરીદવા, શ્રી યંત્રની પૂજા સહિતની વસ્તુની ખરીદી શુભ મનાય છે રવિપુષ્યામૃત યોગ (01 નવેમ્બર, રવિવાર) આસો વદ-7ના રોજ સૂર્યોદયથી આખો દિવસ આ યોગ રહેશે. આ દિવસે ચોપડા ખરીદવા, ઓર્ડર આપવા તથા સુવર્ણ, રજત, શ્રીયંત્ર અને કુબેર યંત્રની ખરીદી માટે ઉત્તમ દિવસ છે. શ્રીયંત્રની પૂજા અને શ્રીસૂક્તના પાઠ શ્રેષ્ઠ ગણાય છે. ધનતેરસ (06 નવેમ્બર, શુક્રવાર) આસો વદ-12ના રોજ સવારે 10.32થી ધનતેરસ તિથિ શરૂ થશે. પ્રદોષ કાળ સાંજે 6.06 થી 8.36 સુધી રહેશે. ચોપડા ખરીદવા, ગાડી છોડાવવા અને લક્ષ્મીપૂજન માટે આ શ્રેષ્ઠ સમય છે. ધન્વંતરી પૂજન સાયંકાળે કરવું. કાળી ચૌદશ (07 નવેમ્બર, શનિવાર) આસો વદ-13ના રોજ સવારે 10-49થી કાળી ચૌદશ બેસશે. આ દિવસે વર્ષોના તથા રાત્રિના નૈવેદ્ય થશે. રાત્રે હનુમંત પૂજન, કાળભૈરવ પૂજન, બટુકભૈરવ પૂજન, કાલીપૂજન અને મશીનરીનું પૂજન કરવું. દિવાળી - લક્ષ્મીપૂજન (08 નવેમ્બર, રવિવાર) બપોરે 11-29 કલાકથી અમાસ તિથિ શરૂ થશે. દિવાળીમાં રાત્રિના પ્રદોષ કાળનું વિશેષ મહત્ત્વ છે. દિવાળીએ દિવસ-રાતની શુભ હોરા નૂતન વર્ષારંભ - બેસતું વર્ષ (10 નવેમ્બર, મંગળવાર) કારતક સુદ એકમના રોજ કાલયુક્ત નામ સંવત્સર શરૂ થશે. આ દિવસે વિંછુડો છે પણ સવારે 09-21થી અનુરાધા નક્ષત્ર બેસતું હોવાથી વિંછુડો રહેશે, જેથી દોષ લાગતો નથી. ભાઈબીજ અને લાભપાંચમ (11 નવેમ્બર, બુધવાર) માતાજીના પૂજન અને ચોપડા ખરીદીનો નિયમ... ત્રણ દેવીઓની એકસાથે કૃપા | ચોપડા પૂજનમાં ચોપડો એ સરસ્વતી છે, કલમ (પેન) એ મહાકાળી છે અને લક્ષ્મીજીનો સિક્કો એ સાક્ષાત્ મહાલક્ષ્મી છે. ત્રણેય દેવીઓની કૃપાથી વેપારમાં વૃદ્ધિ થાય છે. ચોપડા ખરીદવાનો નિયમ | ચોપડાનો ઓર્ડર આપવા, ખરીદવા કે દુકાને લાવવા માટે ઘરેથી કંસાર જમીને અથવા મુખશુદ્ધિ કરીને નીકળવું શ્રેષ્ઠ છે.
    Click here to Read More
    Previous Article
    રશિયન વેગાનોવા પદ્ધતિ થકી મનીલામાં પ્રદર્શન:ફિલિપાઇન્સમાં રાજકોટની નૃત્યાંગના અપર્ણા ક્લાસિકલ બેલે નૃત્ય રજૂ કરશે
    Next Article
    મિલકતવેરામાં વ્યાજમાફી યોજના આજથી શરૂ, મુદત બે માસ વધારાઈ:મનપાની યોજનામાં પાણીવેરામાં 5000થી 3.75 લાખ સુધી વ્યાજમાફી મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment