Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે 2031 સુધી કાયદો અમલી રહેશે:આજી ડેમ સહિત બે પોલીસ સ્ટેશન હેઠળની 45 સોસાયટીમાં અશાંતધારો 5 વર્ષ લંબાવાયો

    एक दिन पहले

    રાજકોટમાં ભક્તિનગર, કોઠારીયા અને આજી ડેમ પોલીસ સ્ટેશન હેઠળ આવતી 45 સોસાયટીમાં વધુ 5 વર્ષ સુધી અશાંતધારો લંબાવાયો છે. આ વિસ્તારોમાં અશાંતધારાની નવી મુદતની અમલવારી તા. 28ને રવિવારથી શરૂ થઈ જશે. અશાંતધારાના કાયદા હેઠળ ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળની 30 અને આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળના 15 વિસ્તારો મળી કુલ 45 સોસાયટીઓનો સમાવેશ થાય છે.આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં વોર્ડ નં. 18ના કોઠારીયાના ટીપી સ્કીમ અને રેવન્યુ સર્વે નંબર ધરાવતા વિવિધ વિસ્તારો, તીરૂપતી સોસાયટી (ટીપી-12 ડ્રાફટ, એફપી 4/1થી 4/4), રણુજાધામ સોસાયટી, ગોકુલપાર્ક, કૈલાશ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર, જુનું ગણેશનગર, સનાતન પાર્ક સોસાયટી, શિવધારા પાર્ક, રામનગર સોસાયટી, ગણેશનગર, રામરણુજા સોસાયટી અને માધવ રેસીડેન્સી નો સમાવેશ થાય છે. જ્યારે ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં નિલકંઠ પાર્ક, મેહુલનગર, દેવપરા, ગોકુલનગર, મેઘાણીનગર, ન્યુ કેદારનાથ, સર્વોદય સોસાયટી, સોરઠીયાવાડી, વિવેકાનંદ સોસાયટી, સાગર સોસાયટી, ન્યુ સાગર સોસાયટી, કેદારનાથ ધામ સોસાયટી, પુનીત સોસાયટી, પટેલનગર સોસાયટી, મહેશ્વરી સોસાયટી, પરસાણા સોસાયટી, નવદુર્ગા રોડ, તક્ષશિલા સોસાયટી, યાદવનગર સોસાયટી, શિયાણી સોસાયટી, કીર્તિધામ, ભોજલરામ સોસાયટી, મારૂતીનગર, નાડોદા નગર, સીતારામ સોસાયટી, રાધાકૃષ્ણનગર, હુડકો અને દિપ્તીનગરનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    ભેળસેળિયા તત્ત્વો પર મનપાની ધોંસ યથાવત્:વાસી મલાઈ ઉપરથી ફૂગ કાઢી ગ્રાહકોને વેચાતી હતી, 500 કિલો જથ્થો પકડાયો
    Next Article
    Vozinha Enters Elite Goalkeeper List As Cabo Verde Reach FIFA WC 2026 Knockouts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment