Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:વ્યાજખોરોથી ખેડૂતોને બચાવવામાં કૃષિ ધિરાણ મંડળીઓ સફળ, 2029 સુધી ગુજરાતમાં સહકારી મંડળીઓની સંખ્યા 96 હજારને પાર થઈ શકે

    2 सप्ताह पहले

    ગુજરાતમાં સહકારી ચળવળ લોકભાગીદારીનું સશક્ત માધ્યમ બનીને ઉભરી છે, જેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે વર્ષ 2028-29 સુધીમાં સહકારી મંડળીઓની સંખ્યા 96 હજારને પાર પહોંચવાની સંભાવના છે. હાલ રાજ્યમાં ક્રેડિટ, ડેરી, હાઉસિંગ, ઔધોગિક મળી કુલ 63 હજાર સહકારી મંડળીઓ કાર્યરત છે. છેલ્લા એક દાયકામાં આ માળખાએ ખાનગી વ્યાજખોરોના 24થી 60% જેટલા તોતિંગ વ્યાજદરની ચુંગાલમાંથી ગરીબ ખેડૂતોને ઉગારવામાં મહત્ત્વપૂર્ણ સફળતા મેળવી છે. ખાસ કરીને ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ સમાન પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS)ની સંખ્યા 10 વર્ષમાં રેકોર્ડબ્રેક વધીને 22,500 ને પાર કરી ગઈ છે. GLS યુનિવર્સિટીના સંશોધકો પ્રો. વિશ્વા ગાંધી અને ડો. નૈશલ રાવલનો આ અભ્યાસ પ્રતિષ્ઠિત ‘ઈન્ટરનેશનલ જર્નલ ઓફ એડવાન્સ્ડ રિસર્ચ ઈન કોમર્સ, મેનેજમેન્ટ એન્ડ સોશિયલ સાયન્સ’ (IJARCMSS) માં પ્રકાશિત થયો છે, જે રાજ્યના સહકારી મોડેલની વૈશ્વિક સ્તરે નોંધ લે છે. વ્યાજખોરોની ગુલામીમાંથી મુક્તિનું માધ્યમ બન્યું સંશોધન મુજબ, ગ્રામીણ વિસ્તારમાં એક સમયે ખાનગી વ્યાજખોરોનો આતંક હતો, જ્યાં વ્યાજદર વાર્ષિક 24% થી 60% સુધી પહોંચતા હતા. ખેડૂતો પેઢી દર પેઢી દેવામાં ડૂબેલા રહેતા હતા. પરંતુ, છેલ્લા 11 વર્ષો (2015-16 થી 2025-26)ના આંકડાકીય વિશ્લેષણ દર્શાવે છે કે સહકારી ધિરાણ મંડળીઓએ સસ્તા અને પારદર્શક ધિરાણ દ્વારા આ વિષચક્રને તોડી નાખ્યું છે. ઓનલાઈન શોપિંગ સામે ગ્રાહક મંડળીઓ હારી રિસર્ચનું ચિંતાજનક પાસું ગ્રાહક સહકારી મંડળીઓનો ઘટાડો છે. ઈ-કોમર્સ, ક્વિક-કોમર્સ અને મોટા રિટેલ ચેઈન્સની હરીફાઈ સામે આ મંડળીઓ ટકી શકી નથી. 2015માં 2,150 મંડળીઓ હતી જે ઘટીને 2,020 થઈ ગઈ છે. જો આ મંડળીઓ ડિજિટલ કોમર્સ અને લાસ્ટ-માઈલ ડિલિવરી જેવી સુવિધાઓ નહીં અપનાવે, તો 2033 સુધીમાં આ સંખ્યા ઘટીને 1,900 થી પણ નીચે જઈ શકે છે. PACS અને ડેરી ક્ષેત્રની મંડળીઓમાં અસાધારણ વૃદ્ધિ (સ્રોત: સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત-2025, સહકાર વિભાગ, ગુજરાત સરકાર) નિષ્ણાંતોનો અભિપ્રાય અને ભવિષ્યની જરૂરિયાત સંશોધકોના મતે, સહકારી ક્ષેત્રની સફળતા જાળવી રાખવા માટે ‘ટેકનોલોજી’ અને ‘પ્રોફેશનલ મેનેજમેન્ટ’ અનિવાર્ય છે. ખાસ કરીને મંડળીઓના બોર્ડમાં રાજકીય હસ્તક્ષેપ ઘટાડીને વ્યાવસાયિક લાયકાત ધરાવતા સંચાલકોની નિમણૂક કરવી જરૂરી છે. આ ઉપરાંત, કોમ્પ્યુટરાઈઝેશન અને મોબાઈલ પેમેન્ટ ઈન્ટરફેસ જેવી ડિજિટલ સેવાઓ અપનાવવી અનિવાર્ય છે.
    Click here to Read More
    Previous Article
    ગેરકાયદે ખનન:માતાના મઢમાં માટી અને બેન્ટોનાઇટનું ખનન-વહન કરતા 7 વાહનો ઝડપાયા
    Next Article
    Will Jasprit Bumrah Play Afghanistan Test, ODIs? Report Provides Big 'BCCI' Condition

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment