Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2029માં અમદાવાદમાં યોજાશે વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ:દેશમાં પહેલીવાર યોજાશે, હર્ષ સંઘવીએ એક્સ પર કરી જાહેરાત

    8 hours ago

    રમતગમત ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ભારત અને ગુજરાત માટે એક ઐતિહાસિક ક્ષણ આવી છે. ઈન્ટરનેશનલ વેઈટલિફ્ટિંગ ફેડરેશન (IWF) દ્વારા વર્ષ 2029ની 'વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ'ની યજમાની માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. અગાઉ વર્ષ 2025માં કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ અને મે 2026માં એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની સફળ યજમાની કર્યા બાદ, હવે વિશ્વભરના શ્રેષ્ઠ વજનઉંચાકકો (વેઇટલિફ્ટર્સ) પોતાના કૌશલ્યનો જાદુ બતાવવા ગુજરાતના આંગણે પધારશે. આ પ્રતિષ્ઠિત વિશ્વસ્તરીય ટૂર્નામેન્ટ મેળવીને ગુજરાતે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સનું એક નવું અને મજબૂત હબ બની રહ્યું છે. આ આયોજનથી સ્થાનિક ખેલાડીઓને મોટો પ્રોત્સાહન મળશે અને રાજ્યમાં રમતગમતના માળખાકીય વિકાસને વધુ બળ મળશે. ભારતીય વેઈટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવે જણાવ્યું કે, ભારતીય વેઈટલિફ્ટિંગ માટે આ એક મોટો દિવસ છે કારણ કે IWF વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલીવાર ભારતમાં આવી રહી છે અને તેનું આયોજન અમદાવાદમાં કરવામાં આવશે. રશિયા અને વેનેઝુએલાએ 2029 ચેમ્પિયનશિપ માટે જોરદાર દાવેદારી કરી હતી. IWF એક્ઝિક્યુટિવ બોર્ડે ભારતમાં વિશ્વાસ મૂક્યો છે. કોમનવેલ્થ અને એશિયન ચેમ્પિયનશિપ બાદ વધુ એક મોટી સિદ્ધિ અમદાવાદમાં અગાઉ કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2025 અને એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2026નું આયોજન થયું છે. હવે 2029માં વર્લ્ડ ચેમ્પિયનશિપની યજમાની મળવાથી ગુજરાતને આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે વધુ એક મહત્ત્વપૂર્ણ તક મળશે. આવી મોટી સ્પર્ધાઓથી વિદેશી ખેલાડીઓ, કોચ અને રમતગમત સાથે જોડાયેલા પ્રતિનિધિઓની અવરજવર વધવાની સાથે અમદાવાદના પ્રવાસન, હોટેલ અને અન્ય વ્યવસાયોને પણ લાભ થવાની શક્યતા છે. ગુજરાતમાં રમતગમત માટેનું માળખું વિકસાવવાના પ્રયાસોને પણ આ આયોજનથી વેગ મળી શકે છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢમાં કાનુડાના નામે દેશી ઘીનો કાળો કારોબાર:ગ્રાહકોને ગીર ગાયના ઘીના નામે દિવેલા-સોયાબીન અને કેમિકલ પધરાવ્યું, 4 વર્ષથી ચાલતા કૌભાંડનો પર્દાફાશ
    Next Article
    Kerala Files FIR Against UP YouTuber For Alleged "Communal" Video, BJP Hits Back

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment