Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સલમાન ખાનની નવી ફિલ્મ ઈદ 2027 પર રિલીઝ થશે:'દબંગ' સ્ટારે 'SVC63'ના મુહૂર્તની ઝલક શેર કરી; સાઉથ સુપરસ્ટાર નયનતારાનો એલિગન્ટ લુક

    2 days ago

    સલમાન ખાને શુક્રવારે તેની આગામી ફિલ્મ ‘SVC63’ના મુહૂર્તની કેટલીક ઝલક શેર કરી. સાથે જ જણાવ્યું કે, 'ફિલ્મ ઈદ 2027' પર રિલીઝ થશે. આ ફિલ્મનું ડિરેક્શન વામશી પેડિપલ્લી કરી રહ્યા છે. સલમાન ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે અને સાઉથ સ્ટાર નયનતારા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં એક ક્લેપબોર્ડ બતાવવામાં આવ્યું છે, જેના પર મુહૂર્ત લખેલું છે. ફિલ્મની રિલીઝ અંગે ખુલાસો કર્યો સલમાને કેપ્શનમાં લખ્યું કે, 'થોડી દૂરની વિચારસરણી રાખવી જોઈએ, તેથી ઈદ 2027ની જાહેરાત કરવામાં આવી છે.' તેણે એમ પણ કહ્યું કે, ‘બીજી ફિલ્મની જાણકારી પણ યોગ્ય સમયે આપવામાં આવશે’. તેણે ચાહકોને ધીરજ રાખવા જણાવ્યું. આ ફિલ્મથી સલમાન પહેલીવાર ડિરેક્ટર વામશી પેડિપલ્લી અને પ્રોડ્યુસર દિલ રાજુ સાથે કામ કરી રહ્યો છે. આ ફિલ્મને અસ્થાયી રીતે 'SVC63' નામ આપવામાં આવ્યું છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ હશે. જુઓ ‘SVC63’ના મુહૂર્તની ઝલક- વામશીએ ફિલ્મ ‘મહર્ષિ’ માટે નેશનલ એવોર્ડ જીત્યો હતો ફિલ્મના ડિરેક્ટર વામશી પેડિપલ્લી મોટા પાયે ફિલ્મો બનાવવા ઉપરાંત તેમાં મજબૂત ભાવનાત્મક વાર્તાઓ ગૂંથવા માટે જાણીતા છે. વામશી આ પહેલા પ્રભાસ (મુન્ના), જુનિયર એનટીઆર (બૃંદાવનમ), મહેશ બાબુ (મહર્ષિ), રામ ચરણ (યેવડુ) અને વિજય (વારિસુ) જેવા સ્ટાર્સ સાથે કામ કરી ચૂક્યા છે. આ ફિલ્મ શ્રી વેંકટેશ્વર ક્રિએશન્સના બેનર હેઠળ દિલ રાજુ દ્વારા નિર્મિત કરવામાં આવી રહી છે. વામશી પેડિપલ્લી અને દિલ રાજુની જોડીએ હવે 5 ફિલ્મો 'મુન્ના', 'વૃંદાવનમ', 'યેવડુ', 'મહર્ષિ' અને 'વારિસુ'માં સાથે કામ કર્યું છે અને તેમનો ટ્રેક રેકોર્ડ બોક્સ ઓફિસ પર મજબૂત રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Norway plans to ban social media use by children under 16
    Next Article
    વાઘોડિયામાં MLA અને ભાજપ નેતા વચ્ચે મોરેમોરો:ધારાસભ્યની ધમકી-વાતાવરણ બગાડવાનો પ્રયાસ ન કરતા, ચૂંટણી પછી તમે છો અને હું છું; પૂરાણીએ કહ્યું-ધર્મેન્દ્રસિંહ ભૂમાફિયો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment