Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2027માં બાવળિયા મંત્રી બનશે: પૂર્વ MP ફતેપરા:પ્રવીણ કોળીએ કહ્યું-'કુંવરજીનો નિવૃત્તિ સમય, તળાજાથી જીતી પરસોત્તમ સોલંકીનો પુત્ર મંત્રી બનશે

    1 day ago

    રાજકોટના અમરાપુરમાં મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં કોળી સમાજનું સ્નેહમિલન યોજાયું હતું.આ કાર્યક્રમના અંતે મીડિયા સમક્ષ પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ કહ્યું હતું કે, આગામી 2027ની ચૂંટણીમાં ફરી કુંવરજી બાવળિયા જંગી લીડથી જીતીને મંત્રી બનશે. જ્યારે સ્નેહ મિલનના કાર્યક્રમમાં ફતેપરાએ હમણાં ચૂંટણી આવશે એટલે એક એક વિધાનસભા પરથી 40-40 ફોર્મ ભરશે નહીં ભરતો હોય એ બીજાને કહેશે, તું ફોર્મ ભર પરંતુ લાયક હોય યોગ્ય તેમને જ ઉમેદવારી કરવી જોઈએ. સરપંચને લાયક હોય એ સરપંચ બને, તાલુકા પંચાયત લાયક હોય એ તાલુકા પંચાયત લડે અને વિધાનસભા લાયક હોય એ વિધાનસભા લડે એ મહત્વનું છે. ત્યાર બાદ કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ મીડિયા સમક્ષ કહ્યું કે, આ રાજકીય સંમેલન છે અને મંત્રી બાવળિયાએ હવે નિવૃત્તિ લઈ લેવી જોઈએ.ભાજપ પણ હવે GeN-Zને ટિકિટ આપી રહી છે, મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની તળાજા બેઠક પરથી ટિકિટ ફાઈનલ છે અને મંત્રી પણ બનશે આ વાત નિશ્ચિત છે. ફતેપરાના આ નિવેદનને પગલે બાવળિયા મામલે કોળી સમાજના જ આગેવાન એવા પ્રવીણ કોળી અને દેવજી ફતેપરા સામ સામે આવી ગયા છે. 'કુંવરજીભાઈ સમાજના નામે ચૂંટણી લડી રહ્યા છે' દેવજી ફતેપરાના આ નિવેદન બાદ કોળી સમાજમાં જ રોષ છે. સમાજના આગેવાન પ્રવીણ કોળીએ કહ્યું કે, દિલ્લીમાં પણ સંમેલન મળ્યું હતું, ઘણી બધી ચર્ચાઓ થઈ હતી. કુંવરજીભાઈને જેમની સાથે મનમેળ છે એવા જ આગેવાનોને સ્નેહમિલનમાં બોલાવ્યા હતા. કુંવરજીભાઈ સમાજના નામે ચૂંટણી લડી રહ્યા છે અને સમાજ સાથે જ રાજકારણ રમી રહ્યા છે સમાજના કોઈ કામ કર્યાં નથી. 'તળાજા બેઠક પરથી દિવ્યેશ સોલંકીની ટિકિટ ફાઈનલ' વધુમાં કહ્યું કે, ભાજપ પણ હવે GeN-Z નેતાઓને ટિકિટ આપી રહી છે ગાંધીનગરમાં મેયર GeN-Z છે એ ઠાકોર સમાજમાંથી આવે છે એમ દરેક સમાજના યોગ્ય GeN-Z ઉમેદવારને પાર્ટી ટિકિટ આપશે. કુંવરજી બાવળિયા સમાજના નામે ચૂંટણી તો લડે છે પરંતુ વાયદો પુરો કરતા નથી. કોળી સમાજનું વિદ્યાર્થી ભવન ગાંધીનગરમાં બનાવવાનો વાયદો 7 વર્ષથી કર્યો છે પણ હજુ પુરો થયો નથી. 'સમાજ કહેશે તો પાર્ટી છોડી દઈશ' જ્યારે સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત ચોટીલાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કહ્યું હતું કે, સમાજના ભવિષ્ય માટે સમાજના હિતમાં કામ કરવા માટે કોઈ વસ્તુનો ત્યાગ કરવો પડે તો કરવો જોઈએ. કદાચ પાર્ટી છોડવી પડે તો પણ છોડવી જોઈએ અને આ શરૂઆત મારે કરવી પડે તો પણ હું કરવા તૈયાર છું. આગામી દિવસોમાં ચૂંટણી છે ત્યારે વસ્તી મુજબ કોળી સમાજના ચોક્કસ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે તેવી માંગ દરેક રાજકીય પાર્ટી પાસે કરવામાં આવશે. સંમેલન અને દેવજી ફતેપરાના નિવેદન પછી રાજકીય વર્તુળોમાં ચર્ચા એવી પણ શરૂ થઈ છે કે આમ આદમી પાર્ટી અને યુવાનોથી ભાજપના નેતાઓ ડરી રહ્યા છે. આપ નેતા બ્રિજરાજ સોલંકી પણ અનેક વખત જસદણ-વિછિયા વિધાનસભા વિસ્તારમાં જંગી સભા સંબોધન કરી મંત્રી બાવળિયાની વિરુધ્ધ બેફામ બોલી રહ્યા છે. દેવજી ફતેપરાએ નામ લીધા વગર કહ્યું કે વિરોધ કરતા યુવાનોને કહેવું જોઈએ કે આપણા વડીલોએ શું કામ કર્યા છે. કોળી સમાજનું રાજકીય પ્રભુત્વ ગુજરાતમાં કોળી સમાજ એ સૌથી મોટો સામાજિક અને રાજકીય રીતે નિર્ણાયક સમુદાયોમાંનો એક છે. રાજ્યમાં કુલ વસ્તીના આશરે 20થી 24 ટકા હિસ્સો ધરાવતા આ સમાજનું પ્રભુત્વ ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં છે. મુખ્યત્વે તળપદા કોળી, ચુવાળિયા કોળી, ઘેડિયા કોળી, અને ખાંટ કોળી જેવા જૂથમાં છે. ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય-ઠાકોર સમાજ સાથે અને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં કોળી સમાજ તરીકે તેમની રાજકીય ભાગીદારી દરેક મુખ્ય પક્ષો (ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી) માટે ગણિત બદલવા સક્ષમ છે. 'સિંહ સિંહ જ હોય', મંત્રી પરસોત્તમ સોલંકી ગર્જ્યા 'સિંહ સિંહ જ હોય, 30 વર્ષ પહેલાં હતો એ જ આજેય છું' આ શબ્દો છે ભાજપના સીનિયર નેતા અને મંત્રી પરસોત્તમ સોલંકીના. મુંબઈની હોસ્પિટલમાં પગની એક મહિનાની સારવાર બાદ ભાવનગર પરત ફર્યાં ત્યારે તેમણે 23 ઓક્ટોબરે રાત્રે પોતાના સમર્થકો અને જનતા સાથે મુલાકાત કરી હતી અને કોઈ ચિંતા કરવાની જરૂરી ન હોવાનું આશ્વાસન આપ્યું હતું.સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    હરિદ્વાર યાત્રાના નામે 600થી વધુ લોકો સાથે છેતરપિંડી:ભાગવત કથામાં લઈ જવાનું કહી વ્યક્તિદીઠ ₹4,200 લીધા; યાત્રાના દિવસે આયોજકો ગાયબ, ઓફિસો બંધ
    Next Article
    PM Modi Inaugurates Bengaluru Metro's Pink Line, Takes Ride With DK Shivakumar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment