Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 માટે ગુજરાત સરકારનો મેગા પ્લાન:રોકાણકારોને આકર્ષવા CM અમેરિકા-કેનેડા, હર્ષ સંઘવી જાપાન-યુરોપના પ્રવાસે જશે; બિઝનેસ રોડ શો યોજાશે

    2 days ago

    વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ને અભૂતપૂર્વ અને ભવ્ય બનાવવા માટે રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં વધુને વધુ વૈશ્વિક રોકાણ આકર્ષવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ આગામી 17 ઓગસ્ટથી વિદેશ પ્રવાસે જશે. મુખ્યમંત્રી અમેરિકા અને કેનેડાના પ્રવાસ દરમિયાન વિવિધ દેશોના રોકાણકારો, ઉદ્યોગપતિઓ અને બિઝનેસ પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી ગુજરાતમાં રોકાણની તકો અંગે ચર્ચા કરશે. રોકાણકારોને આકર્ષવા CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 માટે વૈશ્વિક સ્તરે રોકાણકારોને આકર્ષવા રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ દેશોમાં બિઝનેસ રોડ શો અને રોકાણકાર બેઠકોનું આયોજન કરવામાં આવશે. CM ભૂપેન્દ્ર પટેલનો વિદેશ પ્રવાસ આશરે 10 દિવસનો રહેવાની શક્યતા છે. અમેરિકા અને કેનેડા બાદ રાજ્ય સરકારના અન્ય પ્રતિનિધિમંડળો પણ વિવિધ દેશોમાં જઈને ગુજરાતની ઔદ્યોગિક નીતિઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી, ગ્રીન એનર્જી અને રોકાણની તકો અંગે પ્રેઝન્ટેશન કરશે. હર્ષ સંઘવી જાપાન-યુરોપના પ્રવાસે જશે આ તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળનું પ્રતિનિધિમંડળ જાપાન અને યુરોપના દેશોમાં પ્રવાસ કરીને સંભવિત રોકાણકારો અને ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજશે. આ પ્રવાસોનો મુખ્ય હેતુ ગુજરાતમાં નવા અને મોટા પાયે રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવું અને આગામી વાયબ્રન્ટ સમિટમાં મહત્ત્વના વૈશ્વિક રોકાણકારોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. વિદેશી રોકાણકારો સાથે સીધો સંપર્ક વધશે વિદેશ પ્રવાસ અને બિઝનેસ રોડ શોના આયોજન માટે ઇન્ડેક્સ-બી (iNDEXTb) દ્વારા જરૂરી તૈયારીઓ ઝડપથી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારનું લક્ષ્ય વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ને અગાઉની સમિટ કરતાં વધુ વૈશ્વિક, ભવ્ય અને રોકાણલક્ષી બનાવવાનું છે. આ માટે વિદેશી રોકાણકારો સાથે સીધો સંપર્ક વધારી ગુજરાતને વૈશ્વિક રોકાણના મુખ્ય કેન્દ્ર તરીકે રજૂ કરવાની દિશામાં કામગીરી હાથ ધરાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ:મહેસાણા સ્પે. પોક્સો કોર્ટે પીડિતાને 3 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો, સીવણ ક્લાસમાં જતી સગીરાને ભગાડી કુકર્મ આચર્યું હતું
    Next Article
    'Ghajini Wouldn't Have Worked Without Him': Aamir Mourns Pradeep Rawat's Death

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment