Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં AAPનું સંગઠન મજબૂત કરવાની કવાયત:100થી વધુ હોદ્દેદારોની નિમણૂક, નડિયાદ શહેર પ્રમુખથી લઈને તાલુકા-મનપાના વોર્ડ પ્રમુખની જવાબદારી સોંપાઈ

    11 hours ago

    ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને AAPએ સંગઠનને વધુ મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ નિમણૂકો કરી છે. પાર્ટી દ્વારા નડિયાદ શહેર પ્રમુખની સાથે 31 તાલુકા સંગઠન મંત્રી અને 32 તાલુકા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત 24 નગરપાલિકા સંગઠન મંત્રી અને 8 નગરપાલિકા પ્રમુખને પણ જવાબદારી સોંપવામાં આવી છે. અંકલેશ્વર GIDC પ્રમુખની પણ નિમણૂક મહાનગરપાલિકા સ્તરે પણ પાર્ટીએ સંગઠનને વિસ્તાર્યું છે. 13 મહાનગરપાલિકાના વોર્ડ સંગઠન મંત્રી અને 13 વોર્ડ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. સાથે જ અંકલેશ્વર GIDC પ્રમુખ અને સંગઠન મંત્રીની પણ નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ નેતૃત્વ દ્વારા નિર્ણય આ તમામ સંગઠનાત્મક નિમણૂકો AAPના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા દ્વારા કરવામાં આવી છે. આ નિમણૂકોને 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં AAP દ્વારા કરવામાં આવી રહેલી સંગઠનાત્મક તૈયારીઓના ભાગરૂપે જોવામાં આવી રહી છે. તાલુકા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી લઈને મહાનગરપાલિકાના વોર્ડ સ્તર સુધી સંગઠનને સક્રિય કરીને આગામી ચૂંટણીમાં પાર્ટીની હાજરી વધુ મજબૂત કરવાનો પ્રયાસ હોવાનું માનવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ LCB એ સ્વામિનારાયણ મંદિર ચોરીના 3 આરોપી ઝડપ્યા:તપાસમાં 14થી વધુ ચોરીના ગુના સામે આવ્યા, 44,600નો મુદ્દામાલ જપ્ત
    Next Article
    ભિલોડિયા મહાદેવ મંદિરે જન્માષ્ટમીએ ભક્તોની ભીડ:નાની સરસણ ગામે તળાવની વચ્ચે આવેલા પ્રાચીન મંદિરે દર્શન માટે લોકો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment