Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઠાકોર સમાજના ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકમંચ પર:ગેનીબેને કહ્યું- 'પક્ષાપક્ષીથી દૂર રહી સમાજ માટે કામ કરીએ, કેશાજી ચૌહાણે કહ્યું- '2027માં એક્તાની કસોટી થશે'

    2 days ago

    વાવ-થરાદ જિલ્લાના દિયોદર સ્થિત ઠાકોર બોર્ડિંગ ખાતે ઠાકોર સમાજના નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક મંચ પર આવ્યા હતા. આ સંમેલનમાં સમાજની એકતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સ્નેહમિલનમાં સમાજને સંબોધતાં ગેનીબેન ઠાકોરે રાજ્યના ઠાકોરસમાજના 42 ધારાસભ્યો-સાંસદોને એક હોટલમાં જમવા માટે એકઠા થવાની સલાહ આપી હતી અને આ રીતે સમાજની રાજકીય એકતાની નોંધ લેવડાવવા હાકલ કરી હતી. સાથે એવી પણ ભયસૂચક ચેતવણી આપી હતી કે જો તમે ભેગા નહીં થાવ તો સમાજનો ક્યાંય મેળ પડશે નહી.કાર્યક્રમમાં કોંગ્રેસનાં સાંસદ ગેનીબેન ઠાકોર, રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર, દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગાંધીનગર મનપાના મેયર રૂપસિંહ ઠાકોર અને કાંકરેજના કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત સમાજના આગેવાનો જોડાયા હતા. કેસાજી ચૌહાણે બિઝનેસ સમિટ યોજવાનો વિચાર રજૂ કર્યો દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણે જણાવ્યું હતું કે 2027માં સમાજની એકતાની કસોટી થશે. રાજકીય પક્ષો એકતા તોડવાના પ્રયાસ કરશે, પરંતુ સમાજે એકતા જાળવી રાખવી જોઈએ. આ ઉપરાંત તેમણે સમાજના બંધારણ વખતે લીધેલા સંકલ્પને આગળ વધારવા અને અન્ય સમાજોની જેમ બિઝનેસ સમિટ યોજવાનો વિચાર પણ રજૂ કર્યો હતો. સમાજ એક મંચ પર આવે ત્યારે પરિણામ મળે: ગેનીબેન ઠાકોર સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજ કાયમી એક રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે સમાજ એક મંચ પર આવે ત્યારે પરિણામ મળે છે અને અલગ-અલગ રાજકીય પક્ષો સાથે જોડાયેલા સમાજના લોકોને સાથે બેસીને ભોજન કરવાની અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતના 42 ધારાસભ્યો અને સાંસદો એક જગ્યાએ ભેગા થાય તો અન્ય સમાજો પણ તેમાંથી શીખ લઈ શકે છે. ચૂંટણીઓ આવતી-જતી રહેશે, સમાજની એકતા કાયમ રહેવી જોઈએ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે ચૂંટણીઓ આવતી-જતી રહેશે, પરંતુ સમાજની એકતા કાયમ રહેવી જોઈએ. સમાજના આગેવાનો સુખ-દુઃખમાં સંઘર્ષ કરે ત્યારે સમાજે પણ તેમને સાથ આપવો જોઈએ, તેમજ તેમણે ગાંધીનગર મનપાના મેયર રૂપસિંહ ઠાકોરને પોતાના ‘બોસ’ ગણાવ્યા હતા. યુવાનોને સોશિયલ મીડિયા પર સંયમ અને મર્યાદા જાળવવા અપીલ અલ્પેશ ઠાકોરે સોશિયલ મીડિયા પર યુવાનોને સંયમ અને મર્યાદા જાળવવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પોતાના AI વીડિયો બને કે તેમના વિશે કોઈ કંઈ પણ બોલે તેનાથી તેમને વાંધો નથી, કારણ કે સમાજનો સર્વાંગી વિકાસ કરવો અને તેની પીડાઓ દૂર કરવી તેમનો ઉદ્દેશ છે. તેમણે યુવાનોને એકબીજાને નીચે પાડવાને બદલે મુશ્કેલીના સમયે મદદ કરવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    India-China Border Needs Greater Troop Commitment Says EAM Jaishankar
    Next Article
    સહારા ગ્રુપે નિરોણાના પૂર્વ સરપંચનું સન્માન કર્યું:ત્રણ ટર્મ સરપંચ રહેલા સ્વ. ડૉ. બી.ડી. આચાર્યની સેવાઓ યાદ કરી; પુત્રી કમળાબેન વ્યાસે સન્માનપત્ર સ્વીકાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment