Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પર ગુજરાતી સિનેમાનો ડબલ ધમાકો!:કિંજલ-મલ્હારની 'માં હાજરા હજુર' ને જાનકી ફિલ્મ 'અંબાજી એક્સપ્રેસ'ની જાહેરાત; 2027માં ધૂમ મચાવશે

    7 hours ago

    ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હાલમાં બે મોટી ફિલ્મોની જાહેરાત કરવામાં આવી છે. એક તરફ 'સર્વસ્યમ' અને 'ફિલ્મ ફાર્મ સ્ટુડિયોઝ' દ્વારા માનવતા અને દૈવી શક્તિના સમન્વય સમી ફિલ્મ ‘માં હાજરા હાજુર’, જેનું શૂટિંગ વર્ષ 2027માં શરૂ થશે. તો બીજી તરફ, આસ્થા અને ભક્તિ પર આધારિત ફિલ્મ 'અંબાજી એક્સપ્રેસ' 2027માં ધૂમ મચાવશે. મલ્હાર ઠાકરની નવી ફિલ્મ: માં હાજરા હજુર ‘માં હાજરા હાજુર’ ફિલ્મની વાત કરવામાં આવે તો, સુપરસ્ટાર મલ્હાર ઠાકર, એક્ટ્રેસ કિંજલ રાજપ્રિયા અને રાહુલ રાવલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સંજય મરવાણિયા દ્વારા લિખિત આ ફિલ્મનું નિર્દેશન એથન અને સંજય મરવાણિયા કરી રહ્યા છે, જ્યારે તેના નિર્માતા અમરદીપસિંહ રાણા છે. ફિલ્મની એનાઉન્સમેન્ટ સાથે જ "માણસાઈ ભૂલી માનવી, બન્યો જ્યારે અસુર, માનવતા બચાવવા, પધાર્યાં માં હાજરા હજુર" જેવી ગંભીર અને આસ્થાપૂર્ણ પંક્તિ સાથે ટાઈટલની જાહેરાત કરવામાં આવી, જે દર્શાવે છે કે આ ફિલ્મ એક ઊંડો સામાજિક અને ધાર્મિક સંદેશ લઈને આવશે. જાનકી બોડીવાળાની નવી ફિલ્મ: 'અંબાજી એક્સપ્રેસ' ફિલ્મ 'અંબાજી એક્સપ્રેસ'ની વાત કરવામાં આવે તો એક્ટ્રેસ જાનકી બોડીવાળા, મયુર ચૌહાણ, તનુષ્કા, મિહિર અને પાર્થ જેવા કલાકારોથી સજ્જ આ ફિલ્મનું મુખ્ય શૂટિંગ શેડ્યૂલ દિવાળીના પાવન પર્વના એક દિવસ પહેલાં જ સફળતાપૂર્વક પૂરું થઈ ગયું છે. શૂટિંગ પૂર્ણ થતાં જ ફિલ્મના મેકર્સે સેટ પરના અનુભવો શૅર કરતાં જણાવ્યું કે લેખન અને પ્રી-પ્રોડક્શનથી લઈને શૂટિંગ સુધીની આખી સફર માનસિક અને શારીરિક રીતે ખૂબ જ પડકારજનક રહી હતી. પરંતુ સેટ પર કામ કરતા ડિરેક્શન, પ્રોડક્શન, આર્ટ, કોસ્ચ્યુમ અને સ્પોટ બૉય્ઝ સહિત દરેક સભ્ય એક પરિવારની જેમ સાથે ઊભા રહ્યા. તહેવારના ટાણે જ આટલા મોટા પ્રોજેક્ટને આટોપીને આખી ટીમ પોતાના ઘરે પરત ફરી રહી હોવાથી સેટનું વાતાવરણ અત્યંત ભાવુક બની ગયું હતું. હજુ સુધી આ ફિલ્મની રિલીઝ ડેટ રિવીલ નથી કરવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    ग्रेटर अलीगढ़ शहर 165 एकड़ में बसेगा, 1000 से ज्यादा भूखंड की लॉटरी, गंगा-यमुना एक्सप्रेसवे से करीब बनेगी टाउनशिप
    Next Article
    ખંભાતના મેતપુરમાં 21 વર્ષીય યુવતીના મોતમાં પિતા નીકળ્યો હત્યારો:દિવાળીની રાત્રે ઘરમાં દુપટ્ટાથી ગળું દબાવી શ્વાસ રૂંધ્યા, ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment