Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વનડે વર્લ્ડ કપ 2027: ભારત-પાકિસ્તાન 10 ઑક્ટોબરે ટકરાશે:ટૂર્નામેન્ટમાં 3 વખત મુકાબલો થઈ શકે છે, 14 ટીમો 57 મેચ રમશે; જુઓ સંપૂર્ણ શિડ્યૂલ

    1 week ago

    ICCએ વનડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો 10 ઑક્ટોબરે રમાશે. બંને ટીમો ગ્રુપ-Aમાં છે. ટૂર્નામેન્ટ 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી રમાશે. યજમાની દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા કરશે. વર્લ્ડ કપમાં પહેલીવાર 14 ટીમો ભાગ લેશે અને 57 મેચ રમાશે. મુકાબલા 12 સ્થળોએ યોજાશે. ગ્રુપ-Aમાં ભારત, પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયા ગ્રુપ-Aમાં ભારત અને પાકિસ્તાનને એકસાથે રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને યજમાન ઝિમ્બાબ્વેની ટીમો સામેલ છે. તેમની સાથે જ ક્વોલિફાયર મુકાબલાઓ દ્વારા આવનારી એક ટીમ ગ્રુપ-Aને પૂર્ણ કરશે. બીજી તરફ ગ્રુપ-Bમાં ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ છે. છઠ્ઠી ટીમ ક્વોલિફાયર મુકાબલાઓમાંથી આવશે. ભારત-પાકિસ્તાન 3 વખત સામસામે આવી શકે છે ફોર્મેટ મુજબ ભારત અને પાકિસ્તાન એક જ ટૂર્નામેન્ટમાં 3 વખત સામસામે આવી શકે છે. જુઓ સંપૂર્ણ શિડ્યૂલ નવું ફોર્મેટ, સુપર સિરીઝથી શરૂઆત થશે ICCએ 2027 વર્લ્ડ કપનું ફોર્મેટ પણ બદલી દીધું છે. ટુર્નામેન્ટની શરૂઆત સુપર સિરીઝથી થશે. તેમાં 14 ક્વોલિફાઇડ ટીમમાં રેન્કિંગના આધારે 12મા, 13મા અને 14મા સ્થાને રહેલી ત્રણ ટીમ રાઉન્ડ-રોબિન રમશે. આ ત્રણેયમાંથી ટોચ પર રહેતી ટીમ આગલા તબક્કામાં પહોંચશે. તેના પછી 12 ટીમને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. બંને ગ્રુપમાં 6-6 ટીમ હશે અને દરેક ટીમ પોતાના ગ્રુપની બાકીની પાંચ ટીમ સામે રમશે. આ તબક્કામાં 30 મેચ થશે. દરેક ગ્રુપની ટોચની 3 ટીમ ઉપરાંત બંને ગ્રુપમાં ચોથા સ્થાને રહેલી ટીમમાંથી વધુ સારો રેકોર્ડ ધરાવતી ટીમ પણ આગલા તબક્કામાં પહોંચશે. આ રીતે કુલ 7 ટીમ સુપર-7માં પહોંચશે. સુપર-7માં સાતેય ટીમ એકબીજા સામે રમશે. આ તબક્કામાં 21 મેચ થશે. પોઇન્ટ્સ ટેબલની ટોચની 4 ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. સુપર-7માં નંબર-1 પર રહેનારી ટીમનો સામનો ચોથા ક્રમાંકની ટીમ સાથે થશે, જ્યારે બીજા અને ત્રીજા સ્થાન પર રહેનારી ટીમ બીજા સેમિફાઇનલમાં ટકરાશે. બંને સેમિફાઇનલના વિજેતાઓ ફાઇનલ રમશે. 12 સ્થળોએ યોજાશે મુકાબલા ICCએ વર્લ્ડ કપ માટે 12 સ્થળો નક્કી કર્યા છે. તેમાં 8 સાઉથ આફ્રિકામાં, 3 ઝિમ્બાબ્વેમાં અને 1 નામિબિયામાં છે. નામિબિયા પહેલીવાર મેન્સ સિનિયર વર્લ્ડ કપની મેચની યજમાની કરશે. સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે આ પહેલાં 2003માં પણ વર્લ્ડ કપની યજમાની કરી ચૂક્યાં છે. 2027નું આયોજન આફ્રિકામાં 24 વર્ષ બાદ મેન્સ વન-ડે વર્લ્ડ કપની વાપસી પણ હશે.
    Click here to Read More
    Previous Article
    UFC News: Paddy Pimblett Plots Conor McGregor-Style Psychological War With Ilia Topuria
    Next Article
    સગીરાને ભગાડી લઈ જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખત:વડોદરા સ્પેશ્યલ પોક્સો કોર્ટનો ચુકાદો, રૂ.50 હજારનો દંડ, રૂ.45 હજાર ભોગ બનનારને વળતર ચૂકવવાનો હુકમ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment