Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફેબ્રુઆરી-2027ની ધો.10-12ની પરીક્ષા માટે દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિશેષ સુવિધા:બોર્ડ પરીક્ષામાં દિવ્યાંગ વિદ્યાર્થીને કલાકે 20 મિનિટ વધારાની મળશે,પેપર 4 કલાકનું હશે

    13 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ફેબ્રુઆરી-2027માં યોજાનારી ધો.10-12ની પરીક્ષામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓની સુવિધા માટે છૂટછાટ અપાશે. જેમાં 3 કલાકના પેપરમાં 1 કલાકનો વધારાનો સમય, લહિયાની સુવિધા, મોટા અક્ષરવાળાં પ્રશ્નપત્રો અને ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠક વ્યવસ્થા જેવી સુવિધાનો સમાવેશ થાય છે. આ સુવિધા મેળવવા પરીક્ષા ફોર્મ ભરતી વખતે દિવ્યાંગતા કેટેગરીની યોગ્ય નોંધણી અને જરૂરી મેડિકલ પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. અંધત્વ, ઓછી દૃષ્ટિ, મૂક-બધિર, શારીરિક અશક્તતા, સેરેબ્રલ પાલ્સી અને લર્નિંગ ડિસેબિલિટી ધરાવતા વિદ્યાર્થીએ ફોર્મમાં કેટેગરી પસંદ કરવાની રહેશે. સરકારી સિવિલ હોસ્પિટલ અથવા મેડિકલ બોર્ડનું દિવ્યાંગતા પ્રમાણપત્ર શાળામાં જમા કરાવવાનું રહેશે. શાળા પ્રમાણપત્ર ફોર્મ સાથે અપલોડ કરાશે. નિયમ મુજબ દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાંથી સંપૂર્ણ મુક્તિ પણ આપવામાં આવે છે. લખવામાં અસમર્થ હોય તેને લહિયાની સુવિધા અપાય છે, તેના માટે ફોર્મમાં યસ વિકલ્પ પસંદ કરવો પડશે. શાળાના આચાર્યે જરૂરી દસ્તાવેજો સાથે ડીઇઓ કચેરીમાં મંજૂરી માટે અરજી કરવાની રહેશે. ઓછી દૃષ્ટિ ધરાવતા વિદ્યાર્થીઓને મોટા અક્ષરવાળાં પ્રશ્નપત્રો અને શારીરિક અશક્ત વિદ્યાર્થીને ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠક તથા વ્હીલચેરની સુવિધા અપાશે. અંધ વિદ્યાર્થી માટે આકૃતિ-નકશા નહીં વૈકલ્પિક વર્ણનાત્મક પ્રશ્નો હશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષામાં મળતી મુખ્ય સુવિધા ફોર્મ ભરતી વખતે આ ધ્યાન રાખવું
    Click here to Read More
    Previous Article
    ઠગાઇ:મુથૂટના બે મેનેજરો સાથે મળી 22 કેરેટના નામે હલકું સોનું મૂકી ₹36 લાખની ઠગાઇ
    Next Article
    દક્ષિણ-પૂર્વમાં ગટર કામોની નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્ત રજૂ કરાઈ:હલકા મટિરિયલના આક્ષેપો થતાં કોન્ટ્રાક્ટરને 2.10 કરોડ વધારાની લહાણીની દરખાસ્ત મુલતવી કરાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment