Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લેક્મે ફેશન વીક 2026ની શરૂઆત:અનન્યા પાંડે, રાધિકા મદાન અને હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિકાએ રેમ્પ વોક કર્યું; જુઓ ઇવેન્ટના PHOTOS

    6 days ago

    મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં 'લેક્મે ફેશન વીક 2026' (LFW) ની શરૂઆત થઈ ગઈ છે. 19 માર્ચથી શરૂ થયેલા આ પાંચ દિવસીય ફેશન ઇવેન્ટના પહેલા દિવસે ઘણા મોટા ડિઝાઇનર્સે પોતાનું લેટેસ્ટ કલેક્શન રજૂ કર્યું. ઇવેન્ટમાં શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન, અનન્યા પાંડે, ડેઝી શાહ, કુબ્રા સૈત અને રાધિકા મદન જેવા સેલેબ્સ હાજર રહ્યા. જ્યારે એક્ટર સિદ્ધાર્થ અને હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ અને મોડલ માહિકા શર્મા પણ ફોકસમાં રહ્યા. પહેલા દિવસે 'ધ બોયઝ ક્લબ' થી લઈને અનામિકા ખન્નાના 'AK|OK' લેબલ સુધી, રેમ્પ પર ટ્રેડિશનલ અને મોડર્ન સ્ટાઇલનું શાનદાર ફ્યુઝન જોવા મળ્યું. જુઓ ઇવેન્ટની તસવીરો અનામિકા ખન્નાના આઉટફિટમાં પહોંચી માહિકા શર્મા પહેલા દિવસનું સમાપન જાણીતા ડિઝાઇનર અનામિકા ખન્નાના શો સાથે થયો. તેણે પોતાના લેબલ 'AK|OK' હેઠળ વર્સેટાઇલ અને ગ્લેમરસ આઉટફિટ્સ રજૂ કર્યાં. મોડલ માહિકા શર્મા અનામિકા ખન્નાના ખાસ આઉટફિટમાં રેમ્પ પર ઉતરી. આ કલેક્શનમાં ધોતી પેન્ટ, રફલ્ડ ટોપ, કો-ઓર્ડ સેટ્સ અને ફ્લોર લેન્થ ગાઉન્સ પર ફોકસ કરવામાં આવ્યું હતું. અનામિકાનું આ કલેક્શન 'ઇઝ ઓફ શેપ' એટલે કે આરામદાયક અને સ્ટાઇલિશ કપડાં માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. સિદ્ધાર્થનો 'દેશી' લુક અને મેન્સવેરનો જલવો ડિઝાઇનર વિવેક કરુણાકરણ માટે સાઉથ અને બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ શોસ્ટોપર બન્યો. તેણે બ્રાઉન સિલ્ક કોટ સાથે ડ્રેપ્ડ ધોતી પેન્ટ પહેર્યું હતું. તેના આ 'અર્થી ટોન' (માટી જેવા રંગ) વાળા લુકને દર્શકોએ ખૂબ પસંદ કર્યો. સિદ્ધાર્થ ઉપરાંત 'ધ બોયઝ ક્લબ' સેગમેન્ટમાં કન્ટ્રીમેડ, ધ્રુવ વૈશ અને સાહિલ અનેજા જેવા ડિઝાઇનર્સે પુરુષો માટે નવા જમાનાના ફેશન ટ્રેન્ડ્સ બતાવ્યા. સાડી અને મોડર્ન ડિઝાઇનનો તાલમેલ ડિઝાઇનર જોડી અબ્રાહમ એન્ડ ઠાકુરે ફ્રેન્ચ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ 'L'Atelier 1664' સાથે મળીને 'સાડી-ટોરિયલ' કલેક્શન લોન્ચ કર્યું. જેમાં ભારતીય સાડીને મોર્ડન ફ્રેન્ચ ટચ સાથે રજૂ કરવામાં આવી. જ્યારે, 'ચોલા' બ્રાન્ડે 'એકોસ ઇન મોનોક્રોમ' પ્રેઝન્ટેશન દ્વારા માત્ર બ્લેક અને વ્હાઇટ રંગોમાં બોલ્ડ અને સ્ટ્રક્ચર્ડ ડિઝાઇન દર્શાવી.
    Click here to Read More
    Previous Article
    CM Yogi LIVE: राष्ट्रीय वानिकी संवाद का उद्घाटन समारोह, शामिल हुए सीएम योगी | Forest Day
    Next Article
    આજે દેશભરમાં ઈદની ઉજવણી:રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ શુભેચ્છા પાઠવી; ભોપાલમાં નમાજ બાદ'અમેરિકા-ઇઝરાયલ મુર્દાબાદ'ના નારા લાગ્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment