Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026:સોશિયલ મીડિયાનું 'સ્ક્રોલિંગ' Gen Z માટે ઝેર સમાન, છુપી રીતે ખુશીઓને ખત્મ કરતું શસ્ત્ર

    6 days ago

    તાજેતરમાં બહાર પાડવામાં આવેલા 'વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026' એ સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ અને ખાસ કરીને કિશોરોના માનસિક સ્વાસ્થ્ય પર તેની નકારાત્મક અસરો અંગે લાલબત્તી ધરી છે. અહેવાલ મુજબ, અલ્ગોરિધમ આધારિત કન્ટેન્ટનું પેસિવલી સ્ક્રોલિંગ યુવાનોમાં તણાવ અને હતાશાનું મુખ્ય કારણ બની રહ્યું છે. સોશિયલ મીડિયા: વરદાન કે અભિશાપ? સંશોધકોના મતે, જે પ્લેટફોર્મ્સ ઇન્ફ્લુએન્સર કન્ટેન્ટ અને એન્ડલેસ ફીડ્સ બતાવે છે તે સૌથી વધુ હાનિકારક છે. જોકે, અહેવાલમાં એક સિક્કાની બીજી બાજુ પણ દર્શાવવામાં આવી છે. મધ્ય પૂર્વ અને આફ્રિકા જેવા પ્રદેશોમાં, સોશિયલ મીડિયા લોકોને એકબીજા સાથે જોડવામાં અને એકલતા દૂર કરવામાં મદદરૂપ સાબિત થયું છે. આમ, આ મુદ્દો જટિલ છે, પરંતુ તેનો અતિરેક ચોક્કસપણે ચિંતાનો વિષય છે. વૈશ્વિક સ્તરે કડક પગલાંની તૈયારી કિશોરોના માનસિક વિકાસને સુરક્ષિત રાખવા માટે વિશ્વના અનેક દેશો હવે એક્શન મોડમાં છે: ટેક જાયન્ટ્સ પર કાયદાકીય સંકજો અમેરિકામાં ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ્સ સામે મોટા પાયે ટ્રાયલ શરૂ થવાની છે. આ કેસમાં તપાસ કરવામાં આવશે કે શું આ કંપનીઓએ જાણીજોઈને તેના પ્લેટફોર્મ્સને કિશોરો માટે વ્યસનકારક બનાવ્યા છે? જો આરોપો સાબિત થશે, તો આ કંપનીઓએ અબજો ડોલરનો દંડ ચૂકવવો પડી શકે છે. હેપીનેસ રેન્કિંગ: કોણ ક્યાં છે? રિપોર્ટ અનુસાર, હેપીનેસ દેશોની યાદીમાં યુરોપિયન દેશોનું વર્ચસ્વ જળવાઈ રહ્યું છે: અન્ય દેશોની સ્થિતિ આ વર્ષે કોઈ પણ મુખ્ય અંગ્રેજીભાષી દેશ ટોપ-10 માં સ્થાન મેળવી શક્યો નથી. યુનાઇટેડ સ્ટેટ્સ 23મા ક્રમે અને યુનાઇટેડ કિંગડમ 29મા ક્રમે રહ્યું છે. નિષ્ણાતો માને છે કે સામાજિક સુરક્ષા અને માનસિક સુખાકારી પર ધ્યાન આપનારા દેશો જ આ યાદીમાં ટોચ પર રહ્યા છે. આ યાદીમાં ભારત 116મા ક્રમે છે.
    Click here to Read More
    Previous Article
    Mahieka Sharma, Siddharth, and more: Unveiling the top moments from Day 1 of Lakmé Fashion Week 2026
    Next Article
    ભાગવત બોલ્યા- યુદ્ધ વર્ચસ્વની લડાઈનું પરિણામ:દુનિયાના ઘણા દેશો માને છે કે ઈરાન-ઈઝરાયલ યુદ્ધ ભારત જ રોકાવી શકે; નાગપુરમાં સંબોધન

    Related Utility Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment