Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરનાથ યાત્રા 2026નું રજિસ્ટ્રેશન શરૂ:જામનગરમાં દૈનિક 36 યાત્રીઓની મર્યાદા, પ્રથમ 3 દિવસ ફુલ

    1 week ago

    અમરનાથ યાત્રા 2026 માટે જામનગરમાં 15 એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ખંભાળિયા ગેટ પાસે આવેલી પંજાબ નેશનલ બેંકની શાખામાં ઓફલાઇન નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દૈનિક 36 યાત્રીઓની મર્યાદા સાથે નોંધણી કરવામાં આવી રહી છે. બેંક દ્વારા દરરોજ કુલ 36 યાત્રીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. આમાં બાલતાલ રૂટ માટે 18 અને પહેલગામ રૂટ માટે 18 યાત્રીઓની મર્યાદા નક્કી કરાઈ છે. રજિસ્ટ્રેશન શરૂ થતાની સાથે જ પ્રથમ ત્રણ દિવસનો ક્વોટા સંપૂર્ણ ભરાઈ ગયો છે. યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવવા ઈચ્છતા દરેક યાત્રી માટે જી.જી. હોસ્પિટલ ખાતેથી આરોગ્ય ચકાસણી કરાવી મેડિકલ સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત છે. આ સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ જ બેંક દ્વારા અધિકૃત પરમિટ આપવામાં આવે છે. યાત્રીઓની સુવિધા માટે બેંક તંત્ર દ્વારા પીવાના પાણી અને બેસવાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ચાલુ વર્ષે અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈને 28 ઓગસ્ટ સુધી ચાલશે, જે કુલ 57 દિવસની રહેશે. શ્રદ્ધાળુઓ ઓનલાઈન પોર્ટલ અથવા બેંકની નિર્ધારિત શાખાઓ પરથી ઓફલાઈન માધ્યમ દ્વારા પોતાની નોંધણી કરાવી શકે છે. બેંક સત્તાધીશો દ્વારા યાત્રાએ જવા ઈચ્છતા ભક્તોને વહેલી તકે મેડિકલ પ્રક્રિયા પૂર્ણ કરી રજિસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    MLA સોટ્ટા સાથે સટાસટી, પોલીસ સાથે ઘર્ષણ:વડોદરામાં કોંગ્રેસને જીવતી રાખવા ઋત્વિજ જોષીએ જીવ રેડી દીધો; સુરતમાં SOG કોંગ્રેસના ઉમેદવારને ઘરેથી ઉઠાવી ગઈ
    Next Article
    પાટણમાં કોંગ્રેસે 3 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા:શહેર કોંગ્રેસ પ્રમુખનો 'સામ, દામ, દંડ'ની નીતિ અપનાવી ભાજપ પર ફોર્મ ખેંચાવવા દબાણ કરવાનો આક્ષેપ મૂક્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment