Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોંગકોંગ સિક્સેસ 2026 માટે ભારતીય ટીમ જાહેર:ભુવનેશ્વર-કૃણાલને તક; ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં, 30 ઓક્ટોબરથી ટુર્નામેન્ટ

    20 hours ago

    હોંગકોંગ સિક્સેસ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. લાંબા સમયથી ભારતીય ટીમની બહાર ચાલી રહેલા ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર અને ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ટૂર્નામેન્ટ 30 ઑક્ટોબરથી 1 નવેમ્બર સુધી હોંગકોંગના ટિન ક્વાંગ રોડ રિક્રિએશન ગ્રાઉન્ડ પર રમાશે. આ એડિશનમાં કુલ 12 ટીમો ભાગ લેશે. ભારતને ગ્રુપ-Cમાં પાકિસ્તાન અને UAE સાથે રાખવામાં આવ્યું છે. નીતિશ રાણા, શશાંક અને તેવતિયા પણ ટીમમાં ભુવનેશ્વર અને કૃણાલ ઉપરાંત નીતિશ રાણા, શશાંક સિંહ, ટી. નટરાજન, રાહુલ તેવતિયા અને રાહુલ ત્રિપાઠીને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. આ તમામ ખેલાડીઓ હોંગકોંગ સિક્સેસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 2022 પછી પહેલીવાર ભારતીય ટીમમાં ભુવનેશ્વર ભુવનેશ્વર કુમારે ભારત માટે છેલ્લી મેચ નવેમ્બર 2022માં ન્યૂઝીલેન્ડ સામે T-20 ઇન્ટરનેશનલ રમી હતી. ત્યારથી તેઓ નેશનલ ટીમની બહાર છે. IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી રમતા ભુવનેશ્વર બીજા સૌથી વધુ વિકેટ લેનારા બોલર રહ્યા હતા. તેમ છતાં તેમને ભારતની વ્હાઇટ-બોલ ટીમમાં સ્થાન મળ્યું નહોતું. ગ્રુપ-Cમાં ભારત-પાકિસ્તાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત UAE ગ્રુપ-Cમાં છે. બંને ટીમો વચ્ચેની મેચ પર ચાહકોની નજર રહેશે. ટૂર્નામેન્ટનું વિગતવાર શેડ્યૂલ અને મેચોના સમય બાદમાં જાહેર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    रेलवे ने दशकों बाद रिजर्वेशन टिकट में किया बड़ा बदलाव, PNR सीरीज बदली, अब सभी ट्रेन में होगा लागू
    Next Article
    મગજમાં યાદો અથવા લાગણીઓ કેવી રીતે આવે છે:તેની શોધ કરનારા જર્મની-અમેરિકાના 3 વૈજ્ઞાનિકોને મેડિસિનનો 2026 નોબેલ પુરસ્કાર મળ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment