Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટોરન્ટ પાવરની મજબૂત ઓપરેશનલ કામગીરી:ટૉરૅન્ટ પાવરે નાણાકીય વર્ષ 2026-27ના બીજા ક્વાર્ટરનાં પરિણામોની જાહેરાત કરી, એડજસ્ટેડ EBITDAમાં 29%નો વધારો

    6 hours ago

    ટૉરૅન્ટ પાવર લિમિટેડ (“કંપની”) એ આજે 30 સપ્ટેમ્બર, 2026 ના રોજ પૂર્ણ થયેલા ક્વાર્ટર અને છ માસિક ગાળાનાં નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. સમીક્ષા હેઠળના ક્વાર્ટર દરમિયાન કંપનીએ મજબૂત ઓપરેશનલ કામગીરી નોંધાવી છે, જેના પરિણામે એડજસ્ટેડ EBITDAમાં 29%નો વધારો થયો છે. આ વૃદ્ધિ પાછળ કંપનીના વીજ વિતરણ અને પુનઃપ્રાપ્ય ઊર્જા વ્યવસાયનું મજબૂત પ્રદર્શન તેમજ નાભા એક્વિઝિશનના એકીકરણનો મુખ્ય ફાળો રહ્યો છે. એડજસ્ટેડ EBITDAમાં નાભા એક્વિઝિશન સંબંધિત ₹54 કરોડની મુદ્દલ રકમની વસૂલાતની અસરનો પણ સમાવેશ થાય છે, જેને લાગુ પડતા લીઝ એકાઉન્ટિંગના નિયમો અનુસાર બેલેન્સ શીટમાં નોંધવામાં આવી છે. કંપનીએ ક્વાર્ટર દરમિયાન ₹105 કરોડનો વધારાનો TCI નોંધાવ્યો છે, જેના મુખ્ય કારણો નીચે મુજબ છે: કંપનીના વીજ વિતરણ વ્યવસાયોમાં ઓપરેશનલ કામગીરીમાં સુધારો. પ્લાન્ટ લોડ ફેક્ટરમાં વધારો અને શરૂ કરવામાં આવેલા નવા પ્રોજેક્ટ્સના યોગદાનને કારણે પુનઃપ્રાપ્ય ઊર્જા પોર્ટફોલિયોના પ્રદર્શનમાં સુધારો. નાભા એક્વિઝિશનને કારણે યોગદાનમાં થયેલો વધારો. ઉધારમાં થયેલી વૃદ્ધિને કારણે નાણાકીય ખર્ચમાં વધારો થયો છે. ટૉરૅન્ટ પાવર અંગે માહિતી : ટૉરૅન્ટ પાવર એ ₹50,000 કરોડની આવક ધરાવતા ટૉરૅન્ટ ગ્રુપની ઊર્જા ક્ષેત્રમાં કામ કરતી કંપની છે, જેની પોતાની આવક ₹28,966 કરોડ છે અને તે દેશમાં ઊર્જા ક્ષેત્રે કાર્યરત ટોચની કંપનીઓ પૈકીની એક છે. કંપની વીજળીના સમગ્ર પાવર વેલ્યુ ચેઇન, જેવી કે વીજ ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણમાં પોતાની મજબૂત હાજરી ધરાવે છે. ઉત્પાદન: કંપની પાસે કુલ 6.8 GWp ની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા છે, જેમાં 2.7 GW ગેસ આધારિત ક્ષમતા, 2.3 GWp રિન્યુએબલ એનર્જી ક્ષમતા અને 1.8 GW કોલસા આધારિત ઉત્પાદન ક્ષમતાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આશરે 4.3 GWp ના રિન્યુએબલ પ્રોજેક્ટ્સ, 3 GW ની પમ્પ્ડ સ્ટોરેજ ક્ષમતા અને 1.6 GW ની કોલસા આધારિત પાવર ક્ષમતા હાલ પ્રગતિ હેઠળ છે. વિકાસાધીન પ્રોજેક્ટ્સ સહિત કંપનીની કુલ ઉત્પાદન ક્ષમતા આશરે 12.7 GWp અને પમ્પ્ડ સ્ટોરેજ ક્ષમતા 3 GW થાય છે, જે ટૉરૅન્ટ પાવરને ભારતના ઊર્જા વિતરણ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ કંપની તરીકે મજબૂત સ્થાન અપાવે છે. વિતરણ: કંપની ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, દહેજ SEZ અને ધોલેરા SIR, તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ ઉપરાંત મહારાષ્ટ્રમાં ભિવંડી, શિલ, મુંબ્રા અને કલવા તથા ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં વીજ વિતરણ કરે છે. કંપની પાસે 4.29 મિલિયન જેટલા ગ્રાહકો છે, જેમના સુધી અંદાજે 31 અબજ યુનિટ વીજળી પહોંચાડવામાં આવે છે. ટૉરૅન્ટ પાવરને ભારતમાં અગ્રણી વીજ વિતરણ કંપની તરીકે વ્યાપક માન્યતા પ્રાપ્ત છે. ખાસ કરીને ગુજરાતમાં પોતાના લાયસન્સ ધરાવતા વિસ્તારોમાં કંપનીએ દેશના સૌથી ઓછા વિતરણ નુકસાન અને શ્રેષ્ઠ વિશ્વસનીયતા સૂચકાંક હાંસલ કર્યા છે, જે ગ્રાહકોનો વિશ્વાસ અને સંતોષ વધુ મજબૂત બનાવે છે.
    Click here to Read More
    Previous Article
    Aaj ka Rashifal 05 November 2026: मेष से मीन तक कैसा रहेगा सभी 12 राशियों का दिन? पढ़ें 12 राशियों का दैनिक राशिफल
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઈરાન ભારતીય જહાજોને હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી આપશે, રાહુલની રેલીમાં ન જવાનું ભારે પડ્યું, 49 હોદ્દેદાર સસ્પેન્ડ, તમામ અગ્નિવીર કાયમી સૈનિક બની શકશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment