Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિથોણ કિસાન સંઘની નવી કારોબારી બિનહરીફ ચૂંટાઈ:શાંતિલાલ નાયાણી પ્રમુખ બન્યા; ટીમનો કાર્યકાળ 2026થી 2029સુધી

    7 hours ago

    નખત્રાણા તાલુકાના વિથોણ ગામમાં વિથોણ કિસાન સંઘ ગ્રામ સમિતિની નવી કારોબારીની સર્વાનુમતે બિનહરીફ પસંદગી કરવામાં આવી છે. શાંતિલાલ ગોપાલભાઈ નાયાણી પ્રમુખ બન્યા છે. નવી ટીમનો કાર્યકાળ ૧૫ નવેમ્બર ૨૦૨૬થી ૧૫ નવેમ્બર ૨૦૨૯ સુધી રહેશે. ઉપપ્રમુખ તરીકે ઈશ્વરભાઈ રામજીભાઈ નાયાણી અને જેંતીલાલ હીરાલાલ ભગતની પસંદગી થઈ છે. મહામંત્રી તરીકે યોગેશભાઈ જેઠાલાલ નરસીંગાણી, સહમંત્રી તરીકે તુલસીદાસ પરબતભાઈ પદમાણી, ખજાનચી તરીકે લક્ષ્મણભાઈ હરિભાઈ નાયાણી અને સહખજાનચી તરીકે પ્રેમજીભાઈ ખીમજીભાઈ સુરાણીને જવાબદારી સોંપાઈ છે. કારોબારી સભ્યોમાં હરિલાલ કાંતિલાલ નાયાણી, મોહનલાલ શિવજીભાઈ ભગત, દયારામભાઈ લાલજી ખેતાણી, ધીરજલાલ હીરાભાઈ નાયાણી, વાલજીભાઈ રામજીભાઈ વાલાણી અને હરેશભાઈ જેસાભાઈ માતાણીનો સમાવેશ થાય છે. સલાહકાર તરીકે નાનજીભાઈ હંસરાજભાઈ નાકરાણી, દિનેશભાઈ ગોપાલભાઈ રૂડાણી, વિઠ્ઠલભાઈ રામજીભાઈ ભગત અને બાબુભાઈ ગોપાલભાઈ વાલાણીને સ્થાન અપાયું છે. સંઘ ખેડૂતોના પ્રશ્નોને યોગ્ય મંચ સુધી પહોંચાડવા, ખેતીને લગતી સમસ્યાઓના ઉકેલ માટે સામૂહિક પ્રયાસ કરવા અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા કામ કરશે. નવી કારોબારીની વિગતો નવનિયુક્ત પ્રમુખ શાંતિલાલ નાયાણીએ વિથોણ કિસાન સંઘ ગ્રામ સમિતિ વતી અખબારી યાદી દ્વારા જાહેર કરી હતી.
    Click here to Read More
    Previous Article
    Statement by SPG President Lalji Patel | પાટીદાર નેતાઓનો ન કરવો જોઈએ વિરોધ | Gujarati News
    Next Article
    'યુવાનોને સડેલી સિસ્ટમે આપેલા દુખમાં સૌથી મોટું દુખ પેપરલીક':પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ કહ્યું-'યુવાનોની અપેક્ષા છે કે કોઈ તો સિસ્ટમને પૂછો, આ 10 વર્ષથી ચાલે અને હજુ 20 વર્ષ ભોગવવાનું આવશે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment