Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય મંચે રાશનકીટનું વિતરણ કર્યું:નિરાધાર વૃદ્ધોને ઓક્ટોબર 2026 માટે એક મહિનાની કરિયાણા કીટ અપાઈ

    22 hours ago

    સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ (VSSM) દ્વારા નિરાધાર વૃદ્ધો અને જરૂરિયાતમંદોને ઓક્ટોબર 2026 માટે રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કીટમાં એક મહિના ચાલે તેટલી કરિયાણાની સામગ્રી હતી. આ સેવા કાર્ય વિચરતા અને વિમુક્ત જાતિના અશક્ત, વૃદ્ધ અને નિરાધાર લોકોના જીવનમાં સહારો બનવાના હેતુથી કરાયું. સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા આવા જરૂરિયાતમંદોને રાશનકીટ અપાઈ, જેઓ અશક્તતા કે વૃદ્ધાવસ્થાને કારણે રોજગારી કરી શકતા નથી. સંસ્થાના સ્થાપક મિતલબેન પટેલના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા કો-ઓર્ડિનેટર હર્ષદ કે. વ્યાસ દ્વારા આ વિતરણ કરાયું. કીટમાં જીવનજરૂરિયાતની વિવિધ કરિયાણાની સામગ્રી હતી. સંસ્થાએ જણાવ્યું કે, જરૂરિયાતમંદ વૃદ્ધો અને નિરાધાર પરિવારોને રાહત આપવા દર મહિને નિયમિત રીતે રાશનકીટનું વિતરણ કરાશે. આ પ્રવૃત્તિથી લાભાર્થીઓમાં રાહત અને આનંદ જોવા મળ્યો.
    Click here to Read More
    Previous Article
    અનુષ્કાએ યોગ અને કરાટે સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું:સુરેન્દ્રનગરની દયામયી માતા સ્કૂલનું નામ રોશન કર્યું, રાજ્ય કક્ષા માટે ક્વોલિફાય
    Next Article
    પ્રભાસપાટણમાં 102 દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ:સરકારી યોજનાઓના લાભ સાથે દિવ્યાંગજનોને આત્મનિર્ભરતાનું બળ આપવા ‘સેવા મેરા યોગદાન’ ઝુંબેશ અંતર્ગત કાર્યક્રમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment