Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે ઑસ્કર એવોર્ડ 2026 સેરેમની:'સિનર્સ'ને 16 નોમિનેશન મળ્યા, પ્રિયંકા ચોપરા ઇતિહાસ રચશે; ભારતીય મૂળના ફિલ્મમેકરની 2 ડોક્યુમેન્ટરી નોમિનેટ થઈ

    8 hours ago

    98મી ઑસ્કર એવૉર્ડ સેરેમની આજે એટલે કે 16 માર્ચે અમેરિકાના લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાશે. ભારતીય સમય અનુસાર તેને સવારે 4:30 વાગ્યાથી ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ વર્ષે ભારતની કોઈ ફિલ્મ ઑસ્કર નોમિનેશન મેળવી શકી નથી. જોકે, ભારતીય મૂળના ફિલ્મમેકર ગીતા ગંદભીરની 2 ડોક્યુમેન્ટરી ફિલ્મોને ઑસ્કરમાં નોમિનેશન મળ્યું છે. પ્રિયંકા ચોપરા 2016 પછી ફરી એકવાર ઑસ્કર એવૉર્ડ પ્રેઝન્ટ કરવા જઈ રહી છે. 2 વખત પ્રેઝન્ટર બનનાર તે એકમાત્ર ભારતીય છે. આ વર્ષે હોલીવુડ ફિલ્મ 'સિનર'એ 16 ઑસ્કર નોમિનેશન મેળવીને રેકોર્ડ બનાવ્યો છે. જો આ ફિલ્મ 11થી વધુ ઑસ્કર જીતવામાં સફળ રહે છે, તો તે દુનિયાની સૌથી વધુ ઑસ્કર જીતનારી ફિલ્મ બની જશે. હાલમાં આ રેકોર્ડ 1997ની 'ટાઈટેનિક', 2003ની 'લોર્ડ્સ ઓફ ધ રિંગ્સ' અને 1995ની 'બેન હર' પાસે છે. ઑસ્કર 2026 સેરેમની પહેલા આ વર્ષની નોમિનેશન લિસ્ટ જુઓ અને ઑસ્કરના ઇતિહાસ, વિવાદ અને રસપ્રદ તથ્યોની રોચક કહાણી વાંચો- ઑસ્કર 2026ની નોમિનેશન લિસ્ટ જુઓ- 98મા એકેડેમી એવૉર્ડ્સમાં અમેરિકન ફિલ્મ 'સિનર્સ'ને સૌથી વધુ 16 નોમિનેશન મળ્યા છે. આ સાથે આ ફિલ્મ ઑસ્કરના ઇતિહાસમાં સૌથી વધુ નોમિનેશન મેળવનારી ફિલ્મ બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ 'ઓલ અબાઉટ ઇવ' (1950), 'ટાઇટેનિક' (1997) અને 'લા લા લેન્ડ' (2016) પાસે હતો, જેમને કુલ 14 નોમિનેશન મળ્યા હતા. ફિલ્મ 'સિનર્સ' મોટો રેકોર્ડ સ્થાપિત કરે તેવી શક્યતા રેકોર્ડ 16 નોમિનેશન મેળવનાર ફિલ્મ 'સિનર્સ' જો 11 કે તેથી વધુ ઑસ્કર જીતે છે, તો આ ફિલ્મ ઑસ્કરના ઇતિહાસમાં સૌથી વધુ એવૉર્ડ મેળવનાર ફિલ્મ બની જશે. અત્યાર સુધી 11-11 ઑસ્કર જીતવાનો આ રેકોર્ડ 'બેન-હર' (1995), 'ટાઇટેનિક' (1997) અને 'લોર્ડ ઓફ ધ રિંગ: રિટર્ન ઓફ ધ કિંગ' (2003) પાસે છે. જુઓ ઑસ્કર 2026ના નોમિનેશનની સંપૂર્ણ યાદી… લિયોનાર્ડોને મળ્યું કરિયરનું છઠ્ઠું બેસ્ટ એક્ટર નોમિનેશન લિયોનાર્ડો ડીકેપ્રિયોને ફિલ્મ 'વન બેટલ આફ્ટર અનધર' માટે બેસ્ટ એક્ટરનું નોમિનેશન મળ્યું છે. તે અત્યાર સુધીમાં કુલ 6 ઑસ્કર બેસ્ટ એક્ટર નોમિનેશન મેળવી ચૂક્યો છે. વર્ષ 2015ની ફિલ્મ 'રેવેનન્ટ' માટે તેને કરિયરનો પહેલો બેસ્ટ એક્ટરનો ઑસ્કર મળ્યો હતો. લિયોનાર્ડોની ફિલ્મ 'વન બેટલ આફ્ટર અનધર'ને આ વર્ષે અલગ-અલગ કેટેગરીમાં 13 નોમિનેશન મળ્યા છે. ભારતીય મૂળનાં ગીતા ગંદભીરને મળ્યા 2 ઑસ્કર નોમિનેશન ગીતા ગંદભીરને ઑસ્કરમાં બે નોમિનેશન મળ્યા છે. પહેલું નોમિનેશન તેમને 'ધ પરફેક્ટ નેબર' ફિલ્મ માટે શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ માટે અને બીજું 'ધ ડેવિલ ઇઝ બિઝી' માટે શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં મળ્યું છે. આ પહેલા ગીતા 2 એમી એવૉર્ડ પણ જીતી ચૂકી છે. ગીતાના પિતા શરદ ભારતીય હતા, જે 1960માં યુએસ જઈને વસ્યા હતા. ગીતાનો જન્મ બોસ્ટનમાં થયો હતો. તેમની ફિલ્મ 'એ પરફેક્ટ નેબર' ફ્લોરિડાના અજીકેના જીવન પર આધારિત છે, જેમની 2023માં પડોશમાં રહેતી 58 વર્ષીય મહિલાએ હત્યા કરી હતી. ઑસ્કરના ઇતિહાસમાં પ્રથમ વખત બેસ્ટ કાસ્ટિંગનો એવૉર્ડ મળશે 98મા ઑસ્કર એવૉર્ડમાં નવી કેટેગરી ઉમેરવામાં આવી છે. આ વર્ષથી બેસ્ટ કાસ્ટિંગ માટે પણ ઑસ્કર આપવામાં આવશે, જ્યારે અત્યાર સુધી આ કેટેગરી ઑસ્કરમાં સામેલ નહોતી. આ વર્ષે 'સિનર્સ', 'માર્ટી સુપ્રીમ', 'હેમનેટ', 'વન બેટલ આફ્ટર અનધર' અને 'ધ સિક્રેટ એજન્ટ' ફિલ્મોના કાસ્ટિંગ ડિરેક્ટર્સને નોમિનેશન મળ્યું છે. 98 વર્ષમાં ભારતની કોઈ ફિલ્મને ઑસ્કર મળ્યો નથી ઑસ્કર એવૉર્ડની શરૂઆત વર્ષ 1929માં થઈ હતી. વર્ષ 1957માં બેસ્ટ ફોરેન લેંગ્વેજ કેટેગરી દ્વારા દુનિયાભરની ફિલ્મો ઑસ્કરમાં મોકલવામાં આવવા લાગી. આ કેટેગરી આવ્યા પછી 1957માં મહેબૂબ ખાનની ફિલ્મ 'મધર ઇન્ડિયા'ને ઑસ્કર માટે મોકલવામાં આવી. આ ઑસ્કર માટે જનારી પ્રથમ ફિલ્મ બની. આ પછી 1989માં ‘સલામ બોમ્બે’, 2003માં ‘લગાન’ અને 2004માં મરાઠી ફિલ્મ ‘શ્વાસ’ને ફાઇનલ નોમિનેશન મળ્યું, પરંતુ આમાંથી કોઈ પણ ફિલ્મ એવૉર્ડ જીતી શકી નહીં. બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં ભારત ઑસ્કર જીતવાથી ચૂકી ગયું, પરંતુ અત્યાર સુધીમાં 9 ભારતીયો ઑસ્કર જીતી ચૂક્યા છે. ભાનુ અથૈયા ઑસ્કર જીતનાર પ્રથમ ભારતીય છે. જ્યારે એ.આર. રહેમાન એકમાત્ર ભારતીય છે, જેમને 2 ઑસ્કર મળ્યા છે. તેમને 2008ની ફિલ્મ સ્લમડોગ મિલિયોનેરના ગીત 'જય હો' માટે બેસ્ટ ઓરિજિનલ સ્કોર અને બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવૉર્ડ મળ્યો હતો. એક નજર ઑસ્કરના ઇતિહાસ અને રસપ્રદ તથ્યો પર- આ કારણોસર વિવાદોમાં રહી ઑસ્કર સેરેમની- વિલ સ્મિથે સેરેમનીમાં હોસ્ટને થપ્પડ મારી 2022માં ઑસ્કર સેરેમની વિલ સ્મિથ દ્વારા ક્રિસ રોકને મંચ પર થપ્પડ મારવાને કારણે ચર્ચામાં રહી હતી. હોસ્ટ ક્રિસે વિલની પત્નીના ટાલવાળા માથા પર મજાક કરી હતી. થોડા સમય પછી વિલ સ્મિથને ફિલ્મ ‘કિંગ રિચાર્ડ’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવૉર્ડ મળ્યો, ત્યારે તેણે મંચ પર એકેડમીની માફી માંગી, પરંતુ તેણે ક્રિસ રોક માટે કંઈ કહ્યું નહીં. માર્લન બ્રાન્ડોનો ઓસ્કાર ચોરાયો, લિયોનાર્ડો ડિકેપ્રિયોએ તે જ એવૉર્ડ પાછો આપ્યો 1954ની ફિલ્મ ‘ઓન ધ વોટરફ્રન્ટ’ માટે માર્લન બ્રાન્ડોને બેસ્ટ એક્ટરનો એવૉર્ડ મળ્યો હતો, જે તેમના ઘરેથી ચોરાઈ ગયો હતો. થોડા સમય પછી ‘ટાઈટેનિક’ એક્ટર લિયોનાર્ડો ડિકેપ્રિયોને આ જ એવૉર્ડ અમેરિકન ફાઇનાન્સર જો લોએ ભેટમાં આપ્યો હતો. જો લોએ લિયોનાર્ડોની ફિલ્મ ‘ધ વુલ્ફ ઓફ ધ વોલ સ્ટ્રીટ’માં પૈસા રોક્યા હતા. જ્યારે જો લો પર છેતરપિંડીના કેસની તપાસ શરૂ થઈ અને તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી, ત્યારે લિયોનાર્ડોને આ એવૉર્ડ અધિકારીઓને પાછો આપવો પડ્યો. જો લોએ અધિકારીઓને જણાવ્યું કે આ એવૉર્ડ એક ઓક્શનમાં 6 લાખ ડોલર (5.2 કરોડ રૂપિયા)માં ખરીદવામાં આવ્યો હતો. કચરાના ઢગલામાંથી મળી હતી 52 ઑસ્કર ટ્રોફી ઑસ્કર એવૉર્ડ 2000ના 20 દિવસ પહેલાં 55 ટ્રોફી ભરેલો ટ્રક ચોરાઈ ગયો હતો. ઉતાવળમાં સેરેમની માટે નવી ટ્રોફી બનાવવામાં આવી હતી. થોડા દિવસો પછી એક વ્યક્તિને કચરાના ઢગલામાંથી 52 ટ્રોફી મળી હતી. એકેડમીને જાણ કર્યા પછી તે વ્યક્તિને 5 હજાર ડોલરનું ઇનામ મળ્યું હતું. બાકી રહેલી 3માંથી એક ટ્રોફી ડ્રગ રેડમાં મળી હતી, પરંતુ બાકી રહેલી 2 ટ્રોફી આજે પણ ગુમ છે. રિકવર થયેલી તમામ ટ્રોફીનો નાશ કરવામાં આવ્યો હતો. કવર બદલાતા ખોટી ફિલ્મને મળ્યો હતો બેસ્ટ પિક્ચરનો એવૉર્ડ 2017માં બેસ્ટ પિક્ચર કેટેગરીમાં 'મૂનલાઇટ' ફિલ્મને એવૉર્ડ આપવામાં આવવાનો હતો, જોકે એવૉર્ડ પ્રેઝન્ટર્સને જે કવર મળ્યું હતું, તેમાં ફિલ્મ 'લા લા લેન્ડ'નું નામ લખેલું હતું. જાહેરાત થયા પછી પ્રેઝન્ટર્સે સાચા નામની ઘોષણા કરીને માફી માંગી હતી.
    Click here to Read More
    Previous Article
    Oscars 2026 Winners LIVE Updates: Sinners, One Battle After Another lock horns one last time; Frankenstein bags two awards
    Next Article
    વીજ કંપનીની ડિસ્કનેક્શન ડ્રાઇવ:MGVCLએ 55 લાખનાં બિલની વસૂલાત કરાઈ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment