Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ધ સુપર મારિયો ગેલેક્સ' 2026ની સૌથી મોટી ફિલ્મ બની:માત્ર 14 દિવસમાં વિશ્વભરમાંથી ₹5,200 કરોડની કમાણી કરી, અનેક રેકોર્ડ્સ તોડ્યા

    16 hours ago

    હોલીવુડમાં 2026ની બોક્સ ઓફિસ રેસમાં ‘ધ સુપર મારિયો ગેલેક્સી’એ બાજી મારી લીધી છે. મારિયો ફ્રેન્ચાઇઝની આ નવી ફિલ્મે દુનિયાભરમાં 629 મિલિયન ડોલર (લગભગ 5,200 કરોડ રૂપિયા)ની કમાણી સાથે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. હવે તે 1 બિલિયન ડોલર ક્લબ તરફ ઝડપથી આગળ વધી રહી છે. ફિલ્મે રિલીઝના બીજા વીકએન્ડમાં જ જબરદસ્ત ગતિ પકડી. અમેરિકા અને કેનેડાના 4,284 થિયેટરોમાંથી તેને 69 મિલિયન ડોલર (લગભગ 570 કરોડ રૂપિયા)ની કમાણી મળી, જેનાથી તેનું ઘરેલું કલેક્શન 308.1 મિલિયન ડોલર (લગભગ 2,550 કરોડ રૂપિયા) સુધી પહોંચી ગયું છે. જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ફિલ્મે 81 દેશોમાંથી 83.5 મિલિયન ડોલર (લગભગ 690 કરોડ રૂપિયા) એકઠા કરીને પોતાની ગ્લોબલ પકડ મજબૂત કરી લીધી છે. જોકે, ફ્રેન્ચાઇઝની અગાઉની ફિલ્મ ‘ધ સુપર મારિયો બ્રોસ’એ બીજા વીકએન્ડ સુધીમાં લગભગ 2,930 કરોડ રૂપિયાની ઘરેલું કમાણી કરી હતી. આખરે 10,800 કરોડનો આંકડો પાર કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બોલિવૂડ ફિલ્મમેકર્સ 'ધુરંધર 2'ને ફ્લોપ માનતા હતા!:કુણાલ કોહલીનો દાવો- 'મોટા ડિરેક્ટર્સે કહ્યું હતું કે ફિલ્મ સોમવારે જ બેસી જશે'
    Next Article
    ઈરાને હોર્મુઝમાં મિસાઈલ છોડતો વીડિયો શેર કર્યો:કહ્યું- પિક્ચર અભી બાકી હૈ; અકળાયેલા ચીને અમેરિકાને ટેરિફની ચેતવણી આપી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment