Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 'સીટેક્ષ એક્સ્પો-2026'નો પ્રારંભ:મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે ઉદ્ઘાટન, 100થી વધુ એક્ઝિબિટર્સ અને 150થી વધુ શહેરોમાંથી મુલાકાતીઓ આવશે

    8 hours ago

    સુરતના સરસાણામાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા 26થી 28 સપ્ટેમ્બર દરમિયાન ત્રિ-દિવસીય 'સીટેક્ષ એક્સ્પો-2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સુરત ઈન્ટરનેશનલ ટેક્સ્ટાઈલ એક્સ્પોમાં આધુનિક મશીનરી અને એડવાન્સ્ડ ટેક્નોલોજીનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે. આ આંતરરાષ્ટ્રીય કક્ષાના એક્સ્પોનું ભવ્ય ઉદ્ઘાટન 26 સપ્ટેમ્બરના રોજ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન કાર્યક્રમમાં મંત્રી અર્જુન મોઢવાડિયાએ સુરતના ઉદ્યોગજગતની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, સુરત હવે માત્ર ગુજરાત કે દેશનું નહીં પરંતુ સમગ્ર એશિયા ખંડનું ગ્રોથ એન્જિન બની ચૂક્યું છે. ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનમાં ભારતને અગ્રેસર બનાવવામાં સુરતના ઇનોવેશન મોટો ભાગ ભજવી રહ્યા છે. આધુનિક મશીનરી અને એડવાન્સ્ડ ટેક્નોલોજીનું આકર્ષણ આ એક્ઝિબિશનમાં ટેક્સટાઇલ ઉદ્યોગને નવી ઊંચાઈ પર લઈ જતી આધુનિક મશીનરીનું પ્રદર્શન કરાઈ રહ્યું છે. ખાસ કરીને વોટરજેટ જેકાર્ડ સહિત વીવિંગ સેક્ટરમાં એરજેટ અને વોટરજેટ મશીનરીમાં આવતા જાળા અને ફની સાફ કરવા માટેની ઓટોમેટિક મશીનરી સુરતમાં પ્રથમવાર પ્રદર્શિત થઈ રહી છે. આ નવીન મશીનરીના ઉપયોગથી ઉદ્યોગકારોના સમયના વ્યયની સાથે પૈસાની પણ મોટી બચત થાય છે. આ ઉપરાંત એક્ઝિબિશનમાં સ્પિનિંગ, વાઇન્ડિંગ, ટેક્સચરાઇઝિંગ, ટ્વિસ્ટિંગ, રેપિયર, હાઇ-સ્પીડ વાર્પિંગ, સર્ક્યુલર નીટિંગ, હોઝિયરી, એમ્બ્રોઇડરી, બ્રેઇડિંગ અને ગાર્મેન્ટ મેકિંગ ક્ષેત્રની અદ્યતન મશીનરી પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. સાથોસાથ પ્રદૂષણ નિયંત્રણ, ક્વોલિટી ટેસ્ટિંગ, માપન સાધનો અને રિસાયકલિંગ માટેના અદ્યતન ઉપકરણો એક જ છત નીચે મૂકવામાં આવ્યા છે. 100થી વધુ એક્ઝિબિટર્સ અને 150થી વધુ શહેરોમાંથી મુલાકાતીઓ આ ભવ્ય આયોજન અંગે માહિતી આપતા ચેમ્બરના મંત્રી પરેશ લાઠીયા અને માનદ્ ખજાનચી અતુલ પટેલે જણાવ્યું હતું કે, દેશભરના 150થી વધુ શહેરોમાંથી હજારો વેપારીઓ અને ઉદ્યોગકારો આ એક્સ્પોની મુલાકાતે આવશે. ચેમ્બરના ઓલ એક્ઝિબિશન ચેરમેન મનિષ કાપડિયાએ માહિતી આપતા ઉમેર્યું હતું કે, સુરત ઉપરાંત મુંબઈ, પુણે, અમદાવાદ, ભીલવાડા, તિરુપુર, કોટા, ભાવનગર અને વડોદરા જેવા દેશભરના મોટા ટેક્સ્ટાઈલ સેન્ટરોમાંથી 100થી વધુ ટોચના એક્ઝિબિટર્સ પોતાની વિશ્વસ્તરીય મશીનરી પ્રદર્શિત કરી રહ્યા છે. આ એક્સ્પો સુરતના વેપારીઓ માટે બિઝનેસ ડેવલપમેન્ટ અને ટેક્નોલોજી અપગ્રેડેશનની સુવર્ણ તક પૂરી પાડી રહ્યો છે. ઇનોવેશન અને વિકસિત ભારતના સંકલ્પ અંગે મંત્રીનું નિવેદન એક્સ્પો દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં મંત્રી અર્જુન મોઢવાડિયાએ સુરતના ઉદ્યોગ અને દેશના યુવાનો અંગે અગત્યની વાત કહી હતી. તેમણે ઉદ્યોગકારો વિશે જણાવ્યું હતું કે, "આ સુરત છે, એ માત્ર ટેક્સટાઇલ નહીં, પરંતુ નાના અને મધ્યમ કક્ષાના જે ઉદ્યોગો છે, એ ડાયમંડ સેક્ટર હોય, કે રીન્યુએબલ એનર્જીનું ક્ષેત્ર હોય, કે એન્જિનિયરિંગ સેક્ટર હોય.. દરેક ક્ષેત્રનું એ હબ છે. ઇનોવેશન અને એન્ટરપ્રિન્યોરશિપ સુરતની ધરતીમાં ધબકે છે." આ સાથે જ આંદોલનકારી યુવાઓને સંદેશ આપતા તેમણે કહ્યું કે, "2047નું વિકસિત ભારત એ પીએમ મોદીનો સંકલ્પ છે. આપણી યુવા પેઢીમાં ખૂબ એનર્જી પડેલી છે. એ એનર્જીને ચેનલાઇઝ કરીને આ વિકસિત ભારતના નિર્માણમાં કામ કરવાની એમને તક મળે, એ માટે સૌએ એક પ્રયાસ કરવો જોઈએ." 16 વર્ષથી નાની વયના બાળકોના પ્રવેશ પર પ્રતિબંધ સરસાણામાં યોજાઈ રહેલા આ મેગા એક્ઝિબિશનમાં દેશ-વિદેશની અત્યાધુનિક અને ભારે ઔદ્યોગિક મશીનરીનું તેમજ ટેકનિકલ સાધનોનું લાઈવ પ્રદર્શન ચાલી રહ્યું છે. મશીનરી ચાલુ હાલતમાં હોવાથી સુરક્ષાના કારણોસર આયોજકો દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે. ચેમ્બર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે સુરક્ષાના ભાગરૂપે 16 વર્ષથી નાની વયના બાળકોનો પ્રવેશ આ એક્સ્પોમાં સદંતર પ્રતિબંધિત રાખવામાં આવ્યો છે. એક્સ્પોની મુલાકાત લેવા આવતા તમામ વેપારીઓ, ઉદ્યોગકારો અને સ્થાનિક મુલાકાતીઓએ આ નિયમની ખાસ નોંધ લેવા માટે ચેમ્બર દ્વારા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સ્વતંત્રતા અભિવ્યક્તિ-ગરીબ કલ્યાણ પાર્ટી સામે અમદાવાદ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ:ડોનેશન આપનારને 8થી 9 ટકા કમિશન કાપી રોકડ પરત કરતા; 217 કરોડથી વધુની ટેક્સ ચોરી
    Next Article
    નવસારીના BAPS મંદિરમાં ભાદરવી પૂનમે વિશેષ સભા યોજાઈ:સંત આત્મતૃપ્ત સ્વામીએ પ્રવચન આપ્યું, મોક્ષનો માર્ગ સમજાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment