Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોર્ટનો આદેશ છતાં કંપનીએ ફેબ્રુઆરી-2025થી પગાર બંધ કરી દીધાના આક્ષેપ:જીએસએફસીના 68 કર્મચારીને 1 વર્ષનો પગાર ન અપાતાં વિરોધ, ગેટ પર હાર-તોરા કરી તાળાબંધી

    14 hours ago

    જીએસએફસીમાં 2003થી કાર્યરત 68 જેટલા કર્મચારીઓને કોર્ટના આદેશ છતાં 1 વર્ષનો પગાર ન આપતાં સોમવારે કર્મચારીઓએ કંપનીના ગેટને પુષ્પહાર પહેરાવી શ્રીફળ વધેર્યું હતું અને તાળાબંધી કરીને વિરોધ કર્યો હતો. કંપનીના કર્મચારીઓએ નોકરી અને પગાર આપો લખેલાં પોસ્ટરો સાથે વિરોધ પણ કર્યો હતો. આ વિરોધમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પિતરાઈ અને સામાજિક કાર્યકર વીરેન્દ્રસિંહ જાડેજા પણ જોડાયા હતા. કંપનીના ગેટ પાસે એકઠા થયેલા કર્મચારીઓના જણાવ્યા અનુસાર, વર્ષ 2014માં તેમણે કંપની સામે પોતાના હક્કો અને રોજગારી સંબંધિત મુદ્દાઓને લઈને કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. 2015માં આ કેસ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યૂનલમાં રિફર થઈ લેબર કોર્ટમાં દાખલ કરાયો હતો. જ્યારે 2017માં લેબર કોર્ટે તેમને વચગાળાની રાહત રૂપે મનાઈ હુકમ આપ્યો હતો. જોકે 2020માં કોરોના મહામારી દરમિયાન મે મહિનાથી ટીશ્યુ કલ્ચર લેબોરેટરીનું કાર્ય બંધ કરાયું હતું. લેબર કોર્ટના મનાઈ હુકમને ધ્યાનમાં રાખીને કંપની દ્વારા કર્મીઓને ઘરે બેઠાં નિયમિત પગાર ચૂકવાતો હતો. જ્યારે કર્મીઓનો આક્ષેપ છે કે, 1 ફેબ્રુઆરી, 2025થી અચાનક પગાર બંધ કરી દેવાયો છે, જેને કારણે તેમના પરિવારો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જોકે, 16 મહિનામાંથી 4 મહિનાનો પગાર આપ્યો છે. જ્યારે 12 મહિનાનો પગાર બાકી છે. આ મામલે કર્મચારીઓએ વડોદરા લેબર કમિશનર કચેરીમાં લેખિત ફરિયાદ પણ નોંધાવી હતી. રજૂઆત બાદ લેબર કમિશનર કચેરી દ્વારા સમગ્ર મામલો ગાંધીનગર સ્થિત શ્રમ મંત્રાલયને મોકલાયો હોવાનું જણાવવામાં આવે છે. જોકે કર્મચારીઓનો આક્ષેપ છે કે, કોર્ટના આદેશના અમલ અને તેમની રજૂઆત સંબંધિત જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ થઈ નથી. કર્મચારીઓએ માગણી કરી છે કે, લેબર કોર્ટના આદેશનું તાત્કાલિક પાલન કરવામાં આવે, બંધ કરાયેલો પગાર ફરી શરૂ કરાય તેમજ વર્ષોથી ચાલી રહેલા વિવાદનો વહેલી તકે અંત આવે. આ સંદર્ભે જીએસએફસીના અધિકારીઓનો સંપર્ક કરતાં તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. 25 પરિવારનાં બાળકોને સરકારી શાળામાં પ્રવેશ મેળવવો પડ્યો કર્મચારીઓએ જણાવ્યું હતું કે, અમારો પગાર 1 ફેબ્રુઆરીથી બંધ છે, જેને કારણે પરિવારોને ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. સવારે દૂધ લાવવાના પણ રૂપિયા નથી. 25 પરિવારોનાં બાળકો જે ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતાં હતાં તેમની ફીના રૂપિયા પણ ન હોવાથી હવે તેમને સરકારી શાળામાં પ્રવેશ લેવાનો વારો આવ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો બહિષ્કાર, ગામ બંધ રહેશે આગામી 29 અને 30 જૂને જીએસએફસી યુનિવર્સિટી ખાતે રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ યોજાવા જઇ રહી છે. તેવામાં કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો બહિષ્કાર કર્યો છે. આ ઉપરાંત દશરથ ગામના લોકોએ 29 જૂને બંધનું એલાન આપ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પ બોલ્યા- ઈરાન પરમાણુ મથકોની તપાસ કરાવવા તૈયાર:આનાથી લાંબા સમય સુધી ભરોસો બનશે; UN ના અધિકારીઓ ફરી તૈનાત થશે
    Next Article
    France vs Iraq 'Longest Match' In FIFA World Cup History. Delay Explained

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment