Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:સાત વર્ષમાં સૌથી વધુ 2025માં રૂ. 425 કરોડના 73311 દસ્તાવેજ, 50% થી વધુ મહેસાણા-કડીમાં

    11 hours ago

    મહેસાણા શહેર સહિત જિલ્લામાં રહેણાક એનએ સાથે વિસ્તરી રહ્યું છે. તો બીજી તરફ પરિવારમાં બજેટ અનુકુળ થાય એટલે રીસેલમાં જૂનું મકાન વેચાણ કરીને નવા મકાન ખરીદીના સોદા પણ વધી રહ્યા છે. આવામાં મિલકત દસ્તાવેજનું પ્રમાણ વધતા નોંધણી ફી અને સ્ટેમ્પ ડ્યુટીમાં સરકારી આવકમાં તેજી જોવા મળી રહી છે. જિલ્લાના દશ તાલુકા પૈકી મિલકત લે-વેચના સૌથી વધુ સોદા અને દસ્તાવેજ દર વર્ષે મહેસાણા અને કડી તાલુકામાં થઇ રહ્યા છે. વિકસીત શહેરમાં પરિવારોનું સ્થાયીકરણ વધતા તેની અસર રહેણાક મકાનો અને કોમર્શિયલ દુકાન, એકમ ખરીદીમાં વધી છે. વર્ષ 2024માં મહેસાણામાં 20896 દસ્તાવેજ અને વર્ષ 2025માં 23110 દસ્તાવેજ થયા છે. જ્યારે કડી તાલુકામાં વર્ષ 2024માં 22853 અને વર્ષ 2025માં 21106 દસ્તાવેજ થયા છે. મહેસાણા જિલ્લામાં પાછલા સાત વર્ષ દરમિયાન વર્ષ 2025માં જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન સૌથી વધુ 73311 દસ્તાવેજ થયા છે. જેમાં સરકારને રૂ. 425 કરોડની આવક થઇ છે. વર્ષ 2024માં 72088 દસ્તાવેજમાં રૂ. 423 કરોડની આવક થઇ હતી. સબ રજીસ્ટર કચેરીના સૂત્રોએ જણાવ્યું કે બાનાખત, વેચાણ ,મોર્ગેજ, રિલીઝ દસ્તાવેજ થતા હોય છે. ક્યાંક જૂના મકાન વેચાયું તો નવી સ્કીમમાં મકાન ખરીદ્યું એવા પણ દસ્તાવેજો છે. તો કેટલાક રોકાણ માટે પણ મકાન ખરીદતા હોય છે. કોમર્શિયલ દુકાનોના વર્ષે પણ વર્ષ 2025માં સારા દસ્તાવેજ થયો છે. એન્જિનિયર હરેશભાઈ જોશીએ કહ્યું કે વધુ દસ્તાવેજમાં ઘણા બધા ફેક્ટરો હોય એ પૈકીનું એક ફેક્ટર એ કે, જે પ્રોજેક્ટ પૂરા થયા એના દસ્તાવેજો થયા હોઈ શકે. નવા શોપિંગ સેન્ટરો થયા છે એ વેચાણ દસ્તાવેજમાં આવ્યા હોઈ શકે છે. પાંચોટ ઓજી વિસ્તારમાં કોમર્શિયલ વધુ દસ્તાવેજ મહેસાણાના રાધનપુર રોડ 4થી 5 ઓન ગોઇંગ કોમર્શિયલ શોપિંગ સેન્ટરો તૈયાર થઈ ગયા. કાશી વિશ્વનાથ સામે અને આસપાસ પણ નવા શોપિંગ સેન્ટર થયા છે એ પૈકી કોમર્શિયલ વેચાણના દસ્તાવેજો વર્ષ 2025 દરમિયાન વધુ થયાનું સૂત્રોથી જાણવા મળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મ્યુનિ. કમિશનર એક્શન મોડમાં:2 હજાર ટન કચરામાંથી ‘કંચન’ કાઢી લેવાના કૌભાંડમાં 5 અધિકારીની કમિટી તપાસ કરશે
    Next Article
    Anti-Terror Agency Arrests Accused In 2021 CPI Maoist Conspiracy Case

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment