Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડેરીની 2025-26ની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ:બરોડા ડેરીમાં દૂધની આવક 75 લાખ લિટર ઘટી, પશુપાલકોને 90 કરોડ ભાવફેર ચૂકવવા જાહેરાત

    19 hours ago

    બરોડા ડેરીની 2025-26ની વાર્ષિક સાધારણ સભા ડભોઈ રોડ દાદા ભગવાન મંદિરમાં મળી હતી. જેમાં મંડળીઓના 793 પ્રતિનિધિ હાજર રહ્યા હતા. 2026-27ના આવક-ખર્ચ સહિત 1572 કરોડના બજેટને મંજૂરી આપી ચાલુ વર્ષે 90 કરોડ ભાવફેર ચૂકવવાની જાહેરાત કરાઈ હતી. નોંધનીય છે કે, ગત વર્ષ કરતાં 75 લાખ લિટર દૂધની આવક ઘટી છે. વર્ષમાં 18.80 કરોડ લિડર દૂધ સંપાદન થયું હતું. સભાનું પ્રમુખ સ્થાન ડેરીના પ્રમુખ દિનુમામાએ સંભાળ્યું હતું. સભામાં 2025-26નો અહેવાલ, વેપાર, નફા-નુકસાન ખાતું અને સરવૈયું રજૂ થતાં સર્વાનુમતે બહાલ રાખ્યું હતું. સહકારી કાયદા હેઠળ સરકારે બનાવેલા નિયમોમાં સભાસદ કલ્યાણ ફંડમાં ચોખ્ખા નફાનો 3 ટકા ફાળો, વહીવટદારોની નિમણૂક પ્રસંગે ચૂકવવાનું મહેનતાણું અને મંડળીઓમાં આટોપી લેવાના પ્રસંગે સરકારે નક્કી કરેલા અગ્ર હક્કમાં કરેલા સુધારા સભાએ સ્વીકાર્યા હતા. જ્યારે દિવંગત 34 દૂધ મંડળીના પ્રમુખ-મંત્રીને શ્રદ્ધાંજલિ આપી તેમના પરિવારને 2-2 લાખના ચેક અપાયા હતા. ડેરીના નિયામક મંડળ અનુસાર દાણનો ભાવ 26 હજારથી વધુ છે. છતાં 4 વર્ષથી 23 હજાર ભાવ રાખી 7 કરોડથી વધુની રાહત આપી છે. ભેંસના દૂધના ભાવ લિટરે ₹63.62, ગાયના ₹39.82 ચૂકવાયા સભામાં મંડળીઓના 800 જેટલા પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા 800 જેટલા મંડળીઓના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. આવતા વર્ષનું 1572 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. જ્યારે ભાવફેર 90 કરોડ જેટલો જાહેર કરવામાં આવ્યો છે. - જી.બી.સોલંકી, ઉપપ્રમુખ, બરોડા ડેરી મજૂરી કરો તો રૂા.300 મળે, દૂધમાં માંડ રૂા.100 મળે છે એસએનએફમાં જે દૂધ જાય છે તેની પર વિચાર કરવો જોઈએ. પશુપાલકોના હિતમાં નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી કાંઈ નહીં થાય.મજૂરીમાં ~300 મળે અને દૂધ ભરો તો ~100 મળે છે. - કમલેશ પટેલ, પશુપાલક, પીપળિયા દૂધ મંડળી ભાવફેર બતાવીને માત્ર લોલીપોપ જ બતાવાઈ છે ડેરીના કોઈ ડિરેક્ટરના મોં પર ઉત્સાહ ન હતો. પોષણક્ષમ ભાવ નથી મળતો. ભાવફેર બતાવી માત્ર લોલીપોપ બતાવાઈ છે. દૂધ ઘટે છે, તેના વિશ્લેષણ પર નિયામક મંડળ જોતું નથી. - સુરેશ પટેલ, સભ્ય, વડોદરા જિલ્લો દૂધ મંડળી
    Click here to Read More
    Previous Article
    રમત-ગમત સ્પર્ધાનું સમાપન:કોમર્સની ઇન્ટર-બિલ્ડિંગ સ્પોર્ટ્સ સ્પર્ધામાં 750 વિદ્યાર્થીએ ભાગ લીધો, વિજેતાઓને 2 મહિના બાદ સન્માનિત કરાશે
    Next Article
    'Head, Hand Nearly Severed': Flier On Indian flydubai Pilot's Injuries

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment