Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હીરા ઉદ્યોગ દ્વારા 2025-26માં 42,636 કરોડનું રેકોર્ડબ્રેક ઇમ્પોર્ટ-એક્સપોર્ટ:ફાસ્ટ ક્લિયરન્સથી સવારે માલ મુંબઈને સાંજે સુરત વેપારીના હાથમાં, SDBમાં વિશ્વ કક્ષાની સુવિધાઓ

    2 days ago

    સુરત ડાયમંડ બુર્સ (SDB) હવે માત્ર વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ જ નથી રહ્યું, પરંતુ રફ અને પોલિશ્ડ હીરાના વેપારનું વૈશ્વિક કેન્દ્ર બની ગયું છે. 2025-26 દરમિયાન અહીંના કસ્ટમ વિભાગે અદભૂત કામગીરી બજાવી છે. કેન્દ્ર સરકારના પ્રોત્સાહક નીતિગત નિર્ણયો અને અત્યાધુનિક સુવિધાઓને કારણે સુરતના હીરા ઉદ્યોગકારો હવે મુંબઈ પર નિર્ભર રહેવાને બદલે સીધું જ સુરતથી આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર કરી રહ્યા છે, જે ગૌરવપૂર્ણ બાબત છે. બે દિગ્ગજ કંપનીઓની પહેલથી અન્ય વેપારીઓ પણ SDB સાથે જોડાયા ઓગસ્ટ 2024માં જ્યારે SDB ખાતે કસ્ટમ ક્લિયરન્સની સુવિધા શરૂ થઈ, ત્યારે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ (SRK) દ્વારા પ્રથમ ઇમ્પોર્ટ પાર્સલ અને ધર્મનંદન ડાયમંડ દ્વારા પ્રથમ એક્સપોર્ટ પાર્સલ ક્લિયર કરવામાં આવ્યું હતું. આ બે દિગ્ગજ કંપનીઓની પહેલ જોઈને સુરતના અન્ય સેંકડો વેપારીઓ પણ SDB સાથે જોડાયા છે. આ સફળતાએ સાબિત કર્યું છે કે, સુરતના ઉદ્યોગકારો પોતાના ઘરઆંગણે જ વિશ્વ કક્ષાની સુવિધાઓ મેળવવા માટે સક્ષમ છે અને તેનો પૂરેપૂરો લાભ લઈ રહ્યાં છે. 41,515 કરોડના રફ હીરાનું સુરતમાં આગમન નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન SDBમાં ઇમ્પોર્ટ પ્રવૃત્તિમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આખા વર્ષમાં કુલ 4160 પાર્સલ દ્વારા 512.75 લાખ કેરેટ રફ ડાયમંડ સુરત લાવવામાં આવ્યા હતા. આ માલની અંદાજિત કિંમત 41,515 કરોડ (4673 મિલિયન US ડોલર) નોંધાઈ છે. મુખ્યત્વે નેચરલ રફ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ સીડ્સનું ઇમ્પોર્ટ વધતા સુરતના હીરાના કારખાનાઓમાં કામકાજ અને રોજગારીની તકોમાં પણ મોટો વધારો થયો છે, જે અર્થતંત્ર માટે પ્રોત્સાહક છે. 1,121 કરોડના પોલિશ્ડ હીરા અને જ્વેલરીની નિકાસ સુરતથી તૈયાર હીરા અને કલાત્મક જ્વેલરી હવે સીધી જ વિદેશી બજારોમાં પહોંચી રહી છે. વર્ષ 2025-26માં SDBમાંથી કુલ 928 પાર્સલ એક્સપોર્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં 17.30 લાખ કેરેટ નેચરલ અને લેબગ્રોન પોલિશ્ડ હીરાનો સમાવેશ થાય છે. આ નિકાસની કુલ વેલ્યુ 1,121 કરોડ (172 મિલિયન US ડોલર) રહી છે. સુરતથી સીધું એક્સપોર્ટ થવાને કારણે વેપારીઓને મુંબઈ સુધીનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બચ્યો છે અને ડિલિવરીનો સમય પણ નોંધપાત્ર રીતે ઘટ્યો છે. ડિસેમ્બરમાં 4,791 કરોડનું જંગી ઇમ્પોર્ટ વર્ષ 2025-26ના તમામ મહિનાઓમાં ડિસેમ્બર મહિનો SDBમાટે સૌથી સફળ રહ્યો હતો. આ એક જ મહિનામાં નેચરલ રફ ડાયમંડના 350 પાર્સલ અને લેબગ્રોન સીડ્સના 85 પાર્સલ મળીને કુલ ₹4,791 કરોડનું ઇમ્પોર્ટ થયું હતું. આ આંકડો બતાવે છે કે સુરતના વેપારીઓનો વિશ્વાસ બુર્સની સુવિધાઓ પર સતત વધી રહ્યો છે. તહેવારો અને વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે સુરતના ઉદ્યોગકારોએ SDB કસ્ટમ હાઉસનો મહત્તમ ઉપયોગ કરીને નવો ઇતિહાસ રચ્યો છે. 31,300 સ્ક્વેર ફૂટનું અત્યાધુનિક કસ્ટમ હાઉસ વેપારીઓની સુવિધા માટે SDBમાં 31,300 સ્ક્વેર ફૂટનું વિશાળ અને સંપૂર્ણ એર કન્ડિશન્ડ કસ્ટમ હાઉસ બનાવવામાં આવ્યું છે. અહીં હીરાની ચકાસણી માટે હાઇટેક DRC મશીન અને જ્વેલરી માટે જર્મન બનાવટના ફીશર ગોલ્ડ સ્કોપ મશીનો તૈનાત છે. વેઇટિંગ એરિયા, સુરક્ષિત પાર્કિંગ અને સેફ વોલ્ટ જેવી સુવિધાઓને કારણે ક્લિયરન્સની પ્રક્રિયા અત્યંત ઝડપી અને પારદર્શક બની છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુંબઈના ભારત ડાયમંડ બોર્સને પણ ટક્કર આપી રહ્યું છે, જે સુરત માટે ગર્વની વાત છે. KYC અને ટ્રાન્સશિપમેન્ટ ફીમાં મોટી બચત CBIC દ્વારા લેવાયેલા નિર્ણયોએ SDB ને વેગ આપ્યો છે. હવે જો વેપારીએ અન્ય કસ્ટમ હાઉસમાં KYC કરાવ્યું હોય, તો SDB માં ફરીથી KYC કરવાની જરૂર નથી. વધુમાં, મુંબઈથી સુરત માલ લાવવા માટેની ટ્રાન્સશિપમેન્ટ ફી માફ કરવામાં આવી છે અને બોન્ડની સમયમર્યાદા 10 દિવસથી ઘટાડીને 5 દિવસ કરાઈ છે. આ નીતિગત ફેરફારોને કારણે નાના અને મધ્યમ કદના વેપારીઓ માટે પણ ઇમ્પોર્ટ-એક્સપોર્ટની પ્રક્રિયા ખૂબ જ સરળ અને આર્થિક રીતે સસ્તી બની છે. ICEGATE અને ફાસ્ટ ક્લિયરન્સથી સવારે માલ મુંબઈ, સાંજે વેપારીના હાથમાં નવી વ્યવસ્થા મુજબ, TP (Transshipment Permit) જનરેટ કરવાની જવાબદારી હવે SDB કસ્ટોડિયનને સોંપાઈ છે. આનાથી ICEGATE પોર્ટલ પર સીધું જ પરમિટ જનરેટ થાય છે. જો કોઈ પાર્સલ વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પર ઉતરે, તો તેને તાત્કાલિક ક્લિયર કરી સુરત રવાના કરી શકાય છે, જેથી સાંજ સુધીમાં વેપારીને માલ મળી જાય છે. આ ઝડપી પ્રક્રિયાને કારણે ટ્રાન્ઝેક્શનની ગતિ વધી છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સુરતના વેપારીઓની વિશ્વસનીયતામાં પણ મોટો વધારો જોવા મળ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સગીરા તળાવમાં કુદે એ પહેલાં જ પકડી લીધી, LIVE રેસ્ક્યૂ:સુરતના પુણામાં ઘરકાંકસથી કંટાળી 14 વર્ષની સગીરા આપઘાત કરવા નીકળી, પોલીસ - ફાયરના જવાનોએ દેવદૂત બની જીવ બચાવ્યો
    Next Article
    Anthropic's AI Coding Tool Leaks Source Code For Second Time In A Year

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment