Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ 2025-26ની જાહેરાત:સ્વચ્છ શહેર જોડી કેટેગરીમાં અમદાવાદ-સાણંદ નંબર-1, રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરાયો

    8 hours ago

    સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ 2025-26ની જાહેરાત કરવામાં આવી. સ્વચ્છ શહેર જોડી કેટેગરીમાં મેન્ટર તરીકે અમદાવાદ અને મેન્ટી તરીકે સાણંદે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્ય શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર હિતેશ બારોટે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ પ્રાપ્ત કર્યો. સ્વચ્છ શહેર જોડી કેટગરીમાં અમદાવાદ-સાણંદે બાજી મારી સ્વચ્છતા સર્વેક્ષણ 2025-2026માં અલગ અલગ કેટેગરીનો સમાવેશ કરવામાં આવે છે. જે અંતર્ગત સ્વચ્છ શહેરોની જોડીમાં અમદાવાદ અને સાણંદ શહેરને દેશના સૌથી સ્વચ્છ શહેરો તરીકે પ્રથમ સ્થાન મળ્યું છે. અમદાવાદ અને સાણંદ દ્વારા ભેગા મળી અને શહેરના સ્વચ્છ બનાવવા માટે કામગીરી કરી હતી સ્વચ્છતા સર્વેક્ષણના માપદંડોમાં બંને શહેર ખરા ઉતરતા સ્વચ્છ શહેર જોડીમાં પ્રથમ સ્થાન મળ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં જોડી શહેરની કેટેગરી જાહેર કરવામાં આવી હતી. અમદાવાદ શહેરે મેન્ટર તરીકે ભૂમિકા ભજવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુજરાતના અન્ય શહેરો (જેમ કે સાણંદ, રાણાવાવ, વાંકાનેર, સલાયા અને મુંદ્રા બારોઈ) માટે 'માર્ગદર્શક શહેર' (મેન્ટર સિટી) તરીકેની ભૂમિકા ભજવી હતી. આ અંતર્ગત, તેમણે કચરાનું વર્ગીકરણ, વપરાયેલા પાણીનું વ્યવસ્થાપન અને સ્વચ્છતા કર્મચારીઓના કલ્યાણ જેવા વિષયો પર આ શહેરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જે અંતર્ગત આજે અમદાવાદ અને સાણંદને સ્વચ્છ શહેરોની જોડીમાં દેશમાં પ્રથમ સ્થાન મળ્યું છે
    Click here to Read More
    Previous Article
    દિવાળી વેકેશનમાં પ્રવાસન સ્થળો હાઉસફુલ:PM મોદી ગુજરાતના પ્રવાસે આવશે, ભાજપનું શક્તિપ્રદર્શન, સુરતમાં બે હત્યા, અકસ્માતોમાં ચારનાં મોત
    Next Article
    ચાંગડા ગૌશાળામાં ઝેરી અસરથી 44 ગૌવંશ મોત:વૈદિક મંત્રોચ્ચાર સાથે અંતિમ વિદાય અપાઈ; ડીસાથી આવેલો મકાઈનો ચારો ખાધા બાદ 75 થી વધુ પશુઓ બીમાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment