Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:2025માં પૂરું કરવાનું સોમનાથ સ્ટેશનનું કામ ઓગસ્ટ 2026 સુધી અપૂર્ણ , જીએમએ અધિકારીઓને તતડાવ્યા

    1 day ago

    મુંબઈથી સોમનાથ રેલવે સ્ટેશનના પુનઃવિકાસ કામગીરીનું નિરીક્ષણ કરવા ખાસ પહોંચેલા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડેએ કામમાં થયેલા અતિશય વિલંબને પગલે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરનો ક્લાસ લીધો હતો. સપ્ટેમ્બર 2022માં શરૂ થયેલો આ વર્લ્ડ-ક્લાસ સ્ટેશન પ્રોજેક્ટ વર્ષ 2014-25 સુધીમાં પૂર્ણ કરવાનો સત્તાવાર લક્ષ્યાંક હતો. પરંતુ આજે ઓગસ્ટ 2026 સુધી પણ કામગીરી અધૂરી લટકતી રહેતાં જીએમે અત્યંત નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સ્થળ પર જ ડી . આર.એમ.અને સંબંધિત ઇજનેરોને તતડાવીને સૂચના આપી હતી કે ગમે તે ભોગે સપ્ટેમ્બર 2026 સુધીમાં બાકી કામગીરી પૂર્ણ કરીને સ્ટેશન લોકાર્પણ માટે તૈયાર કરવામાં આવે. જોકે રેલવેના સુત્રો એ જણાવ્યું કે હજુ આ સ્ટેશન એક વર્ષ પહેલા બને તેમ નથી. ખૂબ જ ધીમી કામગીરી કરવામાં આવી રહી છે. રૂપિયા 134 કરોડનો રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ જૂનાગઢમાં રેલવે જગ્યા ભાડે આપવા સામે યુનિયનનો વિરોધ જુનાગઢમાં સરદાર ગેટ સામે આવેલી રેલવેની કિંમતી જગ્યા ખાનગી ધોરણે ભાડે આપવાના નિર્ણય સામે યુનિયન દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આજે જીએમની તાલાલા રેલવે સ્ટેશનની મુલાકાત દરમિયાન યુનિયનના હોદ્દેદારોએ તેમને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું. રજૂઆતમાં મક્કમ માંગ કરાઈ હતી કે સરદાર ગેટ સામે આવેલી રેલવેની આ જગ્યા તાત્કાલિક ધોરણે પરત લેવામાં આવે અને તેનો વ્યવસાયિક ઉપયોગ અટકાવવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    ઓફિસની ચાવી લીધા બાદ મનપાએ કબ્જો પોતાની પાસે રાખ્યો‎:વેરો ભરવા છતાં રેલવે યુનિયનને ઓફિસનો કબ્જો સોંપાતો નથી
    Next Article
    લોકોને સુવિધા મળશે‎:બળેજ હાઈવેથી ગામ અને સિત્રા કેડા સુધી રૂ.1.48 કરોડના રોડનું ખાતમુહૂર્ત થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment