Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રબાડા ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટમાંથી બહાર:2023 પછી નોર્કિયાનું કમબેક, સાઉથ આફ્રિકાની પ્લેઇંગ-11ની જાહેરાત

    10 hours ago

    સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ માટે પ્લેઇંગ-11 જાહેર કરી દીધી છે. આ મુકાબલો ગુરુવારથી ડરબનમાં રમાશે. ઝડપી બોલર કાગિસો રબાડા ઈજામાંથી સાજા થવા અને ફિટનેસ મેળવવાની પ્રક્રિયામાં હોવાથી ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. એનરિક નોર્કિયા 2023 પછી પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરશે. સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝની પ્રથમ ટેસ્ટ ડરબનમાં રમાશે. બીજી ટેસ્ટ ગકેબેરહા અને છેલ્લી મેચ કેપ ટાઉનમાં રમાશે. સિરીઝની ત્રણેય મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાયકલ માટે મહત્વપૂર્ણ છે. બંને ટીમ મજબૂત શરૂઆત કરીને સિરીઝમાં લય મેળવવા ઇચ્છશે. સાઉથ આફ્રિકાની ટીમ સાઉથ આફ્રિકાએ પહેલી ટેસ્ટ માટે અનુભવ અને યુવા પ્રતિભાથી સંતુલિત ટીમ પસંદ કરી છે. ટેમ્બા બાવુમા ટીમની કેપ્ટનશીપ કરશે. એડન માર્કરમ, રાયન રિકેલ્ટન, ડેવિડ બેડિંગહામ અને ટ્રિસ્ટન સ્ટબ્સ બેટિંગને મજબૂતી આપશે. વિયાન મુલ્ડર અને માર્કો યાન્સેન ઓલરાઉન્ડ વિકલ્પ તરીકે ટીમને સંતુલન આપશે. કાઈલ વેરેઇન વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે. બોલિંગમાં કેશવ મહારાજ અને સાયમન હાર્મરની સ્પિન જોડી હશે. તેમની સાથે એનરિક નોર્કિયા અને માર્કો યાન્સેન ઝડપી બોલિંગની કમાન સંભાળશે. રબાડા આ વર્ષે મેના અંતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ગુજરાત ટાઇટન્સ માટે રમ્યા બાદથી કોઈપણ સ્તરે રમ્યો નથી. સાઉથ આફ્રિકાની પ્લેઇંગ-11 એડન માર્કરમ, રાયન રિકલ્ટન, ડેવિડ બેડિંગહમ, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, વિયાન મુલ્ડર, કાઇલ વેરેઇન, માર્કો યાન્સેન, સાયમન હાર્મર, કેશવ મહારાજ અને એનરિક નોર્કિયા.
    Click here to Read More
    Previous Article
    Opinion: Opinion | The Quiet Majority For Human Rights
    Next Article
    10 લાખ શ્રમિકોનું યુપી-બિહાર પલાયન, 'ગાંવ ચલો આંદોલન' તેજ બન્યુ:સુરત રેલવે સ્ટેશન પર લાઈનો, સપ્તાહિક રજાની માગ અને શોષણથી કંટાળ્યા; કહ્યું-રજા માગી તો શેઠે કાઢી મુક્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment