Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સામે ચાર્જશીટ રજૂ:2022ના ખેરગામ હિંસા કેસમાં 23 આરોપી સામે 2000 પાનાનું તહોમતનામું; 9 એપ્રિલે સુનાવણી

    2 days ago

    ડિસેમ્બર 2022માં ખેરગામમાં થયેલી હિંસા અને તોડફોડના કેસમાં વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ સહિત 23 આરોપીઓ સામે પોલીસે નવસારી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 2000 પાનાનું ચાર્જશીટ રજૂ કર્યું છે. આ કેસમાં આગામી સુનાવણી 9 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે, જેમાં સરકારી વકીલ દ્વારા તમામ આરોપીઓની ગુનાહિત ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવશે. આ સમગ્ર વિવાદ ડિસેમ્બર 2022માં ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા કથિત હુમલા બાદ શરૂ થયો હતો. આ ઘટના બાદ ખેરગામમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ઉશ્કેરાયેલા ટોળાએ કાયદો અને વ્યવસ્થા હાથમાં લીધી હતી, જેમાં પોલીસ જીપ અને ફાયર ફાઈટરની ગાડીઓમાં તોડફોડ કરી આગચંપીનો પ્રયાસ કરાયો હતો. આ ઉપરાંત, સ્થાનિક દુકાનોમાં પણ તોડફોડ અને લૂંટ ચલાવવામાં આવી હતી. આ મામલે પોલીસે હત્યાનો પ્રયાસ, ધાડ, લૂંટ, રાયોટિંગ અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુના નોંધ્યા હતા. આ કેસમાં અનંત પટેલ ઉપરાંત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, ખેરગામ તાલુકા પ્રમુખ શશીન પટેલ અને સરપંચ ઝરણાં પટેલ સહિત કુલ 23 લોકોના નામ સામેલ છે. આરોપીઓ દ્વારા કોર્ટમાં કેસમાંથી મુક્ત કરવા માટે 'ડિસ્ચાર્જ અરજી' કરવામાં આવી હતી. જોકે, સ્પેશિયલ પબ્લિક પ્રોસેક્યુટર (PP) નરેશ સુખડવાલાએ આ અરજીને 'પ્રિમેચ્યોર' અને 'આધારવિહોણી' ગણાવી છે. તેમણે જણાવ્યું કે, “ધારાસભ્ય કે સરપંચ જેવા જવાબદાર પદ પર બેઠેલી વ્યક્તિ જ્યારે ગંભીર ગુનો આચરે, ત્યારે તેની ગંભીરતા વધી જાય છે. પોલીસે કોઈ પણ પક્ષપાત વગર પુરાવાઓ સાથે નિષ્પક્ષ તપાસ કરી છે.” 'ડિસ્ચાર્જ એપ્લિકેશન' દાખલ કરવામાં આવી હતી નવસારી સેશન્સ કોર્ટમાં 2022ના ખેરગામ બનાવ અંગે ચાલી રહેલા કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (PP) તરીકે શ્રી નરેશ સુખડવાલા દ્વારા માહિતી આપવામાં આવી છે કે, ધારાસભ્ય અનંત પટેલ, સરપંચ ઝરણાબેન, કોંગ્રેસના આગેવાન શશીનભાઈ અને અન્ય આરોપીઓ દ્વારા 'ડિસ્ચાર્જ એપ્લિકેશન' (કેસમાંથી મુક્ત કરવાની અરજી) દાખલ કરવામાં આવી હતી. સરકાર પક્ષે આ અરજીને 'પ્રિમેચ્યોર' અને 'બેઝલેસ' ગણાવી તેનો લેખિત જવાબ રજૂ કર્યો છે. લૂંટ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર આક્ષેપો પાસ કરનાર અમલદાર DYSP ગોહિલ સાહેબ દ્વારા રજૂ કરાયેલા જવાબમાં ધારાસભ્ય સહિત તમામ આરોપીઓના ગુનાહિત રોલનો સ્પષ્ટ ઉલ્લેખ છે. ફરિયાદમાં લૂંટ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર આક્ષેપો છે, જે તબક્કે ખોટા માની શકાય તેમ નથી. સુનાવણી દરમિયાન કેટલાક આરોપીઓ ગેરહાજર રહેતા સરકાર પક્ષ દ્વારા વોરંટની અરજી આપવામાં આવી છે. સાથે જ, આરોપીઓના વકીલે કરેલા દાવા મુજબ તેઓ અન્ય કોર્ટમાં હાજર હતા કે કેમ, તેના પુરાવા (રોજકામ) રજૂ કરવા પણ માંગણી કરવામાં આવી છે. સ્પેશિયલ પીપીએ જણાવ્યું કે પોલીસ તપાસના કાગળો જોતા સ્પષ્ટ થાય છે કે પોલીસે કોઈ પક્ષપાત કે 'પીક એન્ડ ચૂઝ'ની નીતિ અપનાવ્યા વગર, નુકસાન પામેલા વાહનો અને દુકાનોના પુરાવાઓ સાથે નિષ્પક્ષ તપાસ કરી છે. સુનાવણી 9મી એપ્રિલે થશે તેમણે અભિપ્રાય આપ્યો કે જ્યારે ધારાસભ્ય કે સરપંચ જેવા જવાબદાર પદ પર બેઠેલી વ્યક્તિ ગંભીર ગુનો આચરે, ત્યારે ગુનાની ગંભીરતા વધી જાય છે. જો આ ગુનાઓ પુરવાર થાય, તો તે ખૂબ જ ગંભીર બાબત ગણાશે. આ કેસની આગામી સુનાવણી 9મી એપ્રિલના રોજ રાખવામાં આવી છે, જેમાં આરોપી પક્ષના વકીલ દલીલો કરશે અને સરકાર પક્ષ દસ્તાવેજી પુરાવા રજૂ કરશે. આ મામલે ધારાસભ્ય અનંત પટેલ નો સંપર્ક કરતા સંપર્ક થઈ શક્યો નહોતો એટલે સમગ્ર પ્રકરણમાં તેમનો પક્ષ જાણી શકાયો નથી.
    Click here to Read More
    Previous Article
    AAPએ પ્રથમ યાદી જાહેર કરતાની સાથે જ વડોદરામાં ભડકો:શહેર પ્રમુખ સહિતનાએ ખેસ કાર્યલયની બહાર લટકાવ્યાં, ‘એક ઉમેદવારની ડિપોઝિટ પાછી આવશે તો હું મુંડન કરી ફરીશ’
    Next Article
    ખજોદ ડમ્પિંગ સાઈટ પર 52 દિવસમાં ફરી આગ:ભીષણ આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટેગોટા દેખાયા, ફરી 'કચરા કૌભાંડ'ના આક્ષેપો ગાજે તેવી શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment