Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાત્મા ગાંધી વિદ્યામંદિરમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો:202 નવા વિદ્યાર્થીઓનું સ્વાગત, કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી

    2 days ago

    સર્વ વિદ્યાલય કેળવણી મંડળ (કડી) ગાંધીનગર સંચાલિત મહાત્મા ગાંધી વિદ્યામંદિર, સેક્ટર-16, ગાંધીનગર ખાતે તાજેતરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો અને તેમને શૈક્ષણિક વાતાવરણ સાથે જોડવાનો હતો. આચાર્ય અને સમગ્ર શિક્ષકગણની ઉપસ્થિતિમાં ધોરણ-9 ના 134 અને ધોરણ-11 ના 68, એમ કુલ 202 નૂતન પ્રવેશાર્થીઓનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીને કંકુ-તિલક કરી, શાળા પરિવાર દ્વારા શિક્ષણ કીટ (પુસ્તકો, નોટબુક, કંપાસ બોક્સ અને બોલપેન) તથા ચોકલેટ આપી વધાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને શાળાના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો, જેથી તેઓ શાળાના વાતાવરણમાં સહજ અનુભવી શકે. આ ઉપરાંત, વેકેશન દરમિયાન જે કર્મચારીઓના જન્મદિવસ આવ્યા હતા, તેમનું શાળાના આચાર્ય દ્વારા પ્રમાણપત્ર આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન નોરિન મેડમે પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને રમતગમતના ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કડી યુનિવર્સિટીના સ્પોર્ટ્સ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી યોદ્ધા અને લક્ષ્ય જેવી વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, શિક્ષણની સાથે શારીરિક અને માનસિક વિકાસ માટે રમતગમત ખૂબ જ અનિવાર્ય છે. શાળાના પ્રિન્સિપાલ ડૉ. મેહુલકુમાર અમૃતલાલ પટેલે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મંડળ, શિક્ષકો અને શાળાના પ્રયાસોની જાણકારી આપી તેનો મહત્તમ લાભ લેવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક અશોકભાઈ રાવળ દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. શાળાના તમામ કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા યથા યોગ્ય સહયોગ આપ્યો હતો. કાર્યક્રમના અંતે સૌએ રાષ્ટ્રગાન સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં વિદાય લીધી હતી. આ કાર્યક્રમ દ્વારા નવોદિત વિદ્યાર્થીઓમાં શિક્ષણ અને રમતગમત પ્રત્યે નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર થયો હતો.
    Click here to Read More
    Previous Article
    જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા:અફઘાનિસ્તાનમાં આવેલા 6.2 તીવ્રતાના ભૂકંપની અસર, 8 દેશોમાં પણ આંચકા અનુભવાયા
    Next Article
    NEET પેપર લીક મામલે સુરતમાં ઘમસાણ:કેન્દ્રીય શિક્ષણમંત્રીના પૂતળા દહન સાથે સુરત યુવક કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment