Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2017 સુધી કેજ કલ્ચરમાં શૂન્ય કામગીરી હતી:આંક વધારવા 2019થી શેખાવત સાથે મળી કૌભાંડ કર્યું!

    6 hours ago

    મોરબી અને અરવલ્લીમાં કેજ કલ્ચર માછીમારીના નામે સબસિડી ખાવાના કૌભાંડ પરથી ભાસ્કરે પર્દાફાશ કર્યો છે. ફિશરીઝ વિભાગના અધિકારીઓ એસીબીમાં પકડાયેલા ખોડા રામાણી, મહેશ દાફડા અને જયેશ તોરણિયાએ અક્ષયસિંહ શેખાવત અને ગજેન્દ્રસિંહ સોલંકી નામના કોન્ટ્રાક્ટરો સાથે મળી સબસિડી કૌભાંડ આચર્યા છે. કરોડો રૂપિયાની સબસિડીના કૌભાંડની શરૂઆત કેવી રીતે થઈ તેની તપાસ કરતા મૂળ અધિકારીઓ જ કામગીરી બતાવવા કૌભાંડ કરી રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે. ફિશરીઝ વિભાગ અને તેમાં પણ ખાસ કરીને આંતરદેશીય શાખામાં હંમેશા કામગીરી નબળી જ રહી છે. આ વાત બહાર આવતી ન હતી. જોકે ભારતના કન્ટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે કેગ દ્વારા ફિશરીઝ વિભાગની 5 વર્ષની કામગીરીનું ઓડિટ કર્યું હતું. આ દરમિયાન બહાર આવ્યું હતું કે, ગુજરાતના ફિશરીઝ વિભાગે કેન્દ્ર સરકારની કેજ કલ્ચરની યોજનામાં નિરાશાજનક કામગીરી કરી છે. 2017માં તો એકપણ કામગીરી કરી ન હતી. 2018માં જાહેર થયેલા આ રિપોર્ટમાં ભારે ઝાટકણી નીકળી હતી. જેને લઈને કામગીરી કરવાનું ભારણ ફિશરીઝ વિભાગ પર આવ્યું હતું. આ જ દરમિયાન અક્ષયસિંહ શેખાવત નામના રાજસ્થાની શખ્સ ફિશરીઝ વિભાગના સંપર્કમાં આવ્યો હતો અને કેજ કલ્ચર માટે કંપની ઊભી કરી હતી. 2019માં કંપની શરૂ કરી ફિશરીઝ વિભાગમાં પગ પસાર કર્યા અને બાદમાં અધિકારીઓ સાથે આડેધડ કેજ કલ્ચર મંજૂર કરાવી કરોડો રૂપિયાની સબસિડી મંજૂર કરી. ચાર વર્ષ પહેલાં તો 400 કેજની કરોડોની સહાય ફક્ત તેના માતાના નામે લઈ આખા વર્ષનો લક્ષ્યાંક પૂરો કર્યો હતો. આ રીતે ફિશરીઝ વિભાગને ટાર્ગેટ પૂરો કરવા યોગ્ય કામગીરી કરવાને બદલે કૌભાંડ કરી સરકારી યોજનાનો દુરુપયોગ કરી અધિકારીઓ પૈસા કમાયા છે. કેગના ઓડિટમાં આ ગેરરીતિઓ નીકળી 1.વર્ષ 2012-17 દરમિયાન રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (RKVY) હેઠળ ‘ફિશ કલ્ચર કેજ’ માટેની યોજના અમલમાં જ મૂકવામાં આવી ન હતી. 2.2014-15માં 67 કેજના લક્ષ્યાંક સામે માત્ર 36 કેજ (54%) જ સિદ્ધ થયા. નાણાકીય રીતે 181 લાખના લક્ષ્યાંક સામે 105.30 લાખ (58%) ખર્ચ થયો. 3.2015-16માં 67 કેજના લક્ષ્યાંક સામે માત્ર 20 કેજ (30%) લાગ્યા. નાણાકીય રીતે 181 લાખના લક્ષ્યાંક સામે માત્ર 27 લાખ (15%) ખર્ચ થયો. 4.2016-17માં 120 કેજના લક્ષ્યાંક સામે શૂન્ય કામગીરી રહી, ખર્ચ પણ શૂન્ય. 5.2014-17 દરમિયાન કુલ 254 કેજના લક્ષ્યાંક સામે માત્ર 56 કેજ (22%) અને 5.42 કરોડના નાણાકીય લક્ષ્યાંક સામે માત્ર 1.32 કરોડનો ખર્ચ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    आज का राशिफल: धनु और मीन को मिलेगा करियर में लाभ, जानें सभी 12 राशियों का भविष्यफल
    Next Article
    સામાન્ય બાબતોને લઈને વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું:બોરસણ ગામમાં હુમલાકેસમાં 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment