Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:2015માં કાર ડિવાઈડર કૂદીને સામે ધસી જતાં મોપેડચાલક શિક્ષિકાનું મોત થયું હતું, ચાલકને 71 લાખ 11 વર્ષના વ્યાજ સાથે ચૂકવવા હુકમ

    8 hours ago

    વર્ષ 2015માં નવી સિવિલ હોસ્પિટલ નજીક કારચાલકે ડિવાઇડર કૂદાવીને સામી બજુ મોપેડ પર જતી શિક્ષિકા, બાઇકચાલક તથા એક કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં શિક્ષિકા ઝુનઝુનવાલાનું મોત નિપજ્યું હતું. શિક્ષિકાના પરિજનોએ મોટર અકસ્માત ધારા હેઠળ કારચાલક સામે કોર્ટમાં કેસ કર્યો હતો, જેમાં દલીલો બાદ કારચાલક અને કારના માલિકને રૂપિયા 71 લાખ વ્યાજ સાથે ચૂકવવા હુકમ કરાયો હતો. જ્યારે અન્ય કારચાલક કે જેને સામેથી આવતી કારે ટક્કર મારી હતી તેને પણ આ કેસમાં પક્ષકાર તરીકે જોડવામાં આવી હતી. તેમને કોર્ટે વીમાની ચૂકવણીથી બાકાત રાખી હતી. આ કારચાલકની વીમા કંપની એચડીએફસી તરફે એડવોકેટ દર્શન શાહે દલીલો કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમની કાર તો યોગ્ય દિશામાં જ જઈ રહી હતી, પરંતુ અન્ય કાર સામેની બાજુએથી અચાનક ધસી આવીને ટકરાઈ જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. 11 વર્ષ અગાઉ શિક્ષિકા ઝુનઝુનવાલા સિવિલ હોસ્પિટલ નજીકથી પસાર થઈ રહ્યા હતા અને આ જ ક્ષણે સામેથી એક કાર ડિવાઇડર કૂદીને તેમની સાથે ટકરાઈ ગઈ હતી, જેમાં તેમને ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાને તેમનું મોત નિપજ્યું હતું, જ્યારે બાઇકચાલક સલમાનને સામાન્ય ઇજા થઈ હતી. અન્ય કારને પણ નુકસાન થયું હતું. આમ એક કારે ત્રણ વાહનોને ટક્કર મારી દુર્ઘટના સર્જી હતી. સમગ્ર કેસ કોર્ટમાં પહોંચ્યો હતો. જો કે, મુખ્ય કારચાલકે કે જેણે ટક્કર મારી હતી તેનો કોઈપણ પ્રકારનો વીમો જ ન હતો, જેથી કોર્ટે જે ચુકવણીનો હુકમ કર્યો તે માલિક અને ડ્રાઇવરે ચૂકવવો પડશે. કારચાલકને પક્ષકાર બનાવવાની અરજી કોર્ટે નકારી દીધી જે કાર ચાલક સામેથી ડિવાઇડર તોડીને આવ્યો તો તેણે પક્ષકાર તરીકે અન્ય કાર ચાલકને જોડયો હતો. જેની વીમા કંપની તરફે એડવોકેટે દલીલ કરી હતી કે આ કેસમાં અમને જોડવાનો કોઈ પ્રશ્ન જ નથી. કેમકે તેઓ સિવિલથી સ્ટેશનની દિશામાં યોગ્ય નિયમોનુ પાલન કરીને જઈ રહ્યા હતા. તેમની વીમા કંપની કોઈ ઇજા કે ટકકર માટે ચૂકવણી માટે બંધનકર્તા નથી. પોલીસ તપાસમાં પણ આ વાત સાચી સાબિત થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    બાળકીનું રેસ્ક્યુ કરાયું:મોટા વરાછામાં 3 વર્ષની બાળકી બેડરૂમમાં ફસાઈ, ફાયરે બચાવી
    Next Article
    West Bengal Vote Counting LIVE | પશ્ચિમ બંગાળનું ચૂંટણી પરિણામ લાઈવ | Mamta Banerjee | PM Modi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment