Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં હિન્દુ દીકરીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર:રામનવમીએ રામ મંદિરની પ્રતિકૃતિના મુખ્ય રથ સાથેની ભવ્ય શોભાયાત્રામાં 2000 લોકો જોડાયા, સૌરાષ્ટ્રમાં દર મહિને લવ જેહાદનો શિકાર બનતી 10 દીકરીઓ

    16 hours ago

    આજે રામનવમીના દિવસે રાજકોટમાં રાધેશ્યામ ગૌશાળા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા "જાત પાત કી કરો વિદાઈ, હિન્દુ હિન્દુ ભાઈ ભાઈ" સ્લોગન સાથે ભવ્ય રામ જન્મોત્સવ રથયાત્રા નાણાવટી ચોક ખાતેથી પ્રસ્થાન થઈ હતી. જે પૂર્વે અહીં હિન્દુ સમાજના આગેવાનો, સાધુ - સંતો અને પોલીસની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઈ હતી. જે દરમિયાન હિન્દુ સંગઠન દ્વારા જાહેર કરાયું કે, સૌરાષ્ટ્રમાં દર મહિને 10 દીકરીઓ લવ જેહાદનો શિકાર બને છે. એના માટે સરકાર કાયદાઓ પણ કરી રહી છે આમ છતાં પણ રાજકોટ શહેર અને જિલ્લામાં કોઈ પણ હિન્દુ દીકરીઓને તકલીફ હોય તો તેઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જે આ મુજબ છે. 9099095525. આ નંબર પર ફોન કરી હિન્દુ દીકરીઓ મદદ મેળવી શકે છે. રથયાત્રા દરમિયાન નાના બાળકોએ શિવજીની માફક ડમરું વગાડ્યું હતું તો અયોધ્યામાં સ્થિત રામ મંદિરની પ્રતિકૃતિ સાથેનો મુખ્ય રથ જોવા મળ્યો હતો. આ ઉપરાંત શિવજી, શ્રી કૃષ્ણ, હનુમાનજી, ગણેશજી અને માતાજીની પ્રતિકૃતિ સાથેના ફ્લોટ્સ જોવા મળ્યા હતા. આ રથયાત્રામાં 2000 જેટલા લોકો જોડાયા હતા. હિન્દુ આગેવાન મંગેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રામ નવમી ને અનુલક્ષીને રાધેશ્યામ ગૌશાળા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવાન રામની ભવ્ય રથયાત્રા રાજકોટના રાજમાર્ગો પરથી નીકળી રહી છે. નાણાવટી ચોક થી શરૂ થયેલી આ રથયાત્રા શહેરના અલગ અલગ માર્ગો પર ફરશે અને ત્યાં તેનું સ્વાગત કરવામાં આવશે. જેમાં અનેક લોકો જોડાયેલા છે. જે બાદ બપોરે 12 વાગ્યે ગોંડલ રોડ ઉપર આવેલા રામજી મંદિર ખાતે ભવ્ય રામ જન્મોત્સવ ઉજવાશે . જેમાં તમામ લોકોને પધારવા માટે આમંત્રણ છે. તેમણે વધુમાં જણાવ્યું કે હિન્દુ સમાજ એક થવાની જરૂર છે તમામ નાથ અને યાદ ભુલાવી અને સમસ્ત હિન્દુ સમાજ એક થઈ આ રથયાત્રામાં જોડાય તેવું આહવાન છે. હિન્દુ દીકરીઓને નિશાન બનાવવામાં આવી રહી છે જેના માટે ગુજરાત સરકાર દ્વારા અનેક નવા કાયદાઓ બનાવવામાં આવેલા છે. જે બદલ ગુજરાત સરકારને અભિનંદન આપું છું. કોઈ પણ હિન્દુ આર્થિક, સામાજિક કે શૈક્ષણિક લાલચમાં ફસાઈ ધર્મ ન છોડે. આ સાથે જ તેમણે જણાવ્યું કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દર મહિને 10 જેટલી દીકરીઓ લવ જેહાદનો શિકાર થાય છે. જેથી હિન્દુ સંગઠન દ્વારા આવી દીકરીઓને પરિઘ સમાજમાં જોડવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જ્યારે આ જ મામલે રાજકોટ વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પરેશભાઈ રૂપારેલીયાએ જણાવ્યું હતું કે, આજે રામનવમીનો પવિત્ર દિવસ છે ત્યારે અમને વિચાર આવ્યો કે હિન્દુ સમાજને કોઈ જરૂરિયાત હોય તો કોનો સંપર્ક કરે તેથી આજે એક નંબર 9099095525 જાહેર કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં કોઈ પણ હિન્દુ દીકરીઓને કોઈ તકલીફ હોય તો આ નંબર પર ફોન કરતાં હિન્દુ સંગઠનના કાર્યકર્તા ત્યાં પહોંચી જશે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીએ ભેટ આપેલી ગણેશ મૂર્તિઓ:સોમનાથના શ્રી રામમંદિરમાં દર્શન માટે મુકાઈ
    Next Article
    Iran Preps For Island Warfare Amid Talk Of US Ground Offensive On Kharg

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment