Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આબુમાં પ્રકૃતિ પ્રેમીઓએ 200 કિલોથી વધુ બીજ અર્પણ કર્યા:આરણા ગામમાં પ્રકૃતિ જાગરણ જ્યોત પ્રજ્વલિત કરાઈ, 60થી વધુ જાતના બીજ અપાયા

    12 hours ago

    આબુ પર્વત પર આવેલા આરણા ગામમાં પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન 60થી વધુ જાતના 200 કિલોથી વધુ દેશી મૂળના બીજ કુદરતના ખોળામાં અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે 'પ્રકૃતિ જાગરણ જ્યોત' પ્રજ્વલિત કરવામાં આવી હતી. પ્રકૃતિ પ્રેમીઓ 'જય આબુરાજ' અને 'જય વૃક્ષ નારાયણ'ના નારા સાથે એકઠા થયા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કુદરત દ્વારા મળેલા શ્વાસનું ઋણ ચૂકવવાનો હતો. આ કાર્યક્રમમાં જ્ઞાનયજ્ઞવેદીનું પણ આયોજન કરાયું હતું, જેમાં અત્યંત કુશળ અને જ્ઞાની મહાનુભાવોએ પર્યાવરણ અને ઔષધિઓ વિશે જ્ઞાન પીરસીને સૌને અભિભૂત કર્યા હતા. વૈદ્ય શ્રી જીતુભાઈ, ઋષિ તુલ્ય શ્રી નવીનભાઈ શાહ અને ટેક્સોનોમિસ્ટ ડો. સંતોષ યાદવ જેવા જ્ઞાનીજનોએ ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપ્યું હતું અને તેમના જ્ઞાનનો લાભ સૌએ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    હાર્દિક-કૃણાલના સંબંધો બગડ્યા?:ગિલનું નામ સાંભળતા જ સારા શરમાઈ ગઈ; જેઠાલાલના બાપુજીએ CSKને ટ્રોલ કરી?
    Next Article
    રાહી ફાઉન્ડેશને નવા વાડજમાં ખીચડી-છાશનું વિતરણ કર્યું:800થી વધુ શ્રમજીવી પરિવારોને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનો લાભ મળ્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment