Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈડરમાં પ્રજ્ઞાચક્ષુ બહેનોની અખિલ ગુજરાત ગરબા સ્પર્ધા યોજાઈ:200 બહેનોએ ભાગ લીધો, પ્રાચીન-અર્વાચીન વિભાગમાં 19 ગરબા રજૂ કર્યા

    7 hours ago

    ઈડર ટાઉન હોલમાં સ્વ. ભદ્રાબેન સતિયા અખિલ ગુજરાત ગરબા સ્પર્ધા-2026 યોજાઈ હતી. આ સ્પર્ધાનું આયોજન રાષ્ટ્રીય અંધજન મંડળની સાબરકાંઠા જિલ્લા શાખા, ગુજરાત રાજ્ય શાખા અને રોટરી ક્લબ ઈડર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી લગભગ 200 પ્રજ્ઞાચક્ષુ બહેનોએ ભાગ લીધો હતો. તેમણે પ્રાચીન અને અર્વાચીન એમ બે વિભાગમાં કુલ 19 ગરબા રજૂ કર્યા. પ્રજ્ઞાચક્ષુ બહેનોએ પોતાની પ્રતિભા અને આત્મવિશ્વાસથી હાજર રહેલા સૌને પ્રભાવિત કર્યા હતા. પ્રાચીન ગરબા વિભાગમાં મેમનગરનું અંધ કન્યા પ્રકાશ ગૃહ પહેલા સ્થાને રહ્યું. નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ, સાબરકાંઠા બીજા સ્થાને આવ્યું. રાજકોટનું વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ અને સુરેન્દ્રનગરનું શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ સંયુક્ત રીતે ત્રીજા સ્થાને રહ્યા. અર્વાચીન ગરબા વિભાગમાં નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ, સાબરકાંઠા પહેલા સ્થાને આવ્યું. વસ્ત્રાપુર-અમદાવાદનું બ્લાઈન્ડ પીપલ એસોસિએશન બીજા સ્થાને રહ્યું. નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ, વિસનગર ત્રીજા સ્થાને વિજેતા બન્યું હતું. કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી ઉષાબેન ગામિત અને ઈડર નાગરિક બેંકના ચેરમેન ચિરાગભાઈ ગાંધી સહિતના મહેમાનો હાજર રહ્યા હતા. સમાપન સમારોહમાં યુવા સર્જક અને લેખક ઈશ્વરભાઈ પ્રજાપતિ, સંગીતકાર કમલેશભાઈ વૈદ, રમતગમત અને સાંસ્કૃતિક કમિટીના ચેરમેન યુસુફી કાપડિયા અને રોટરી ક્લબના બી. ટી. પટેલ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં પાંડેસરાના બિરયાની સેન્ટર પર દરોડો:રસોડાના શાકભાજી પર ઉંદરો દોડતા મળી આવ્યા; વાસી ચોખા અને સડેલી શાકભાજી જપ્ત કરાઈ; નિયમભંગ બદલ સંચાલકને ₹10,000 નો દંડ
    Next Article
    મોડપુરમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વકૃત્વ સ્પર્ધા યોજાઈ:શ્યામ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો, મહાનુભાવોએ પ્રોત્સાહિત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment