Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એલ.ડી. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને કેમ્પસમાંથી જ મળી લાખોની નોકરી:200થી વધુ કંપની પ્લેસમેન્ટમાં જોડાઈ, 1000 જેટલા વિદ્યાર્થીઓને જોબ ઓફર કરી; સૌથી વધુ 25.93 લાખ સુધીનું પેકેજ

    18 hours ago

    એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે. સતત બીજા વર્ષે એક હજાર કરતા વધુ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું છે. આ વર્ષ 2026ના પ્લેસમેન્ટ સીઝનમાં વિદ્યાર્થીઓએ ફરી એકવાર શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. તેમજ ઇતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે પ્લેસમેન્ટ પ્રક્રિયામાં સૌથી વધુ કંપનીઓએ ભાગ લીધો હતો. આ વર્ષે કુલ 227 કંપનીઓએ પ્લેસમેન્ટ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. જ્યાર ગયા વર્ષે માત્ર 161 કંપનીઓએ ભાગ લીધો હતો તેમજ કંપની દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતા પેકેજમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. સતત બીજા વર્ષે 1 હજાર જેટલા વિદ્યાર્થીઓનું રેકોર્ડબ્રેક કેમ્પસ પ્લેસમેન્ટ એન્જિનિયરિંગ કર્યા બાદ નોકરી જ ન મળતી હોવાની ચર્ચા થઈ રહી છે. પરંતુ એલડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ જોયા બાદ તે બધી બાબતો ખોટી સાબિત થઈ રહી છે. કારણ કે સતત બીજા વર્ષે એક હજાર જેટલા વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ કોલેજ લેવલ જ કરવામાં આવ્યું છે. મહત્વની બાબત એ છે કે અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વખત 227 કંપનીઓએ આ પ્લેસમેન્ટ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. જેમાં 2026માં પાસ આઉટ થયેલા એક હજાર વિદ્યાર્થીઓનું અલગ-અલગ કંપનીઓમાં પ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે. હાઈએસ્ટ વાર્ષિક પેકેજ ₹25.93 લાખ સુધી પહોંચ્યું ગયા વર્ષે સૌથી વધુ પેકેજ 19 લાખ સુધી વિદ્યાર્થીને આપવામાં આવ્યું હતું. જ્યારે આ વર્ષે તેની સામે વિદ્યાર્થીઓને આપવામાં આવેલા પેકેજમાં પણ ધરખમ વધારો થયો છે. વિદ્યાર્થીઓને મળેલા પેકેજની વાત કરીએ તો આ વર્ષે હાઈએસ્ટ પેકેજ 25.93 લાખ રૂપિયા પ્રતિ વર્ષ સુધી પહોંચ્યું છે. જે ગયા વર્ષના 18.06 લાખ રૂપિયાના પેકેજ કરતાં ખૂબ વધુ આપવામાં આવ્યું છે. સૌથી વધુ પેકેજ hackerrank દ્વારા ઓફર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ Futures First દ્વારા 17.03 લાખ રૂપિયાનું પેકેજ ઓફર કરવામાં આવ્યું છે. કોર બ્રાન્ચ અને આઇટી સેક્ટરમાં જોબ ઓફરોનો વરસાદ Cadence Design Systems દ્વારા 14 લાખ અને Micron દ્વારા 13.17 લાખ રૂપિયાનું પેકેજ વિદ્યાર્થીને આપવામાં આવ્યું હતું. IT, કમ્પ્યુટર, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા વિભાગોના વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં ઓફરો મળી હતી. જેમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં 136 અને કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં 126 વિદ્યાર્થીઓને, ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં 115 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું છે. સૌથી ઓછી પ્લેસમેન્ટ રબર ટેક્નોલોજીમાં વિદ્યાર્થીઓને મળ્યું છે તેમજ તેમાં પેકેજની ઓફર પણ ખૂબ ઓછી કરવામાં આવી છે. જેથી આ દર્શાવે છે કે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને નોકરી માટેની તકો ખૂબ જ છે પરંતુ તેમની પાસે કંપનીઓને જોઈએ તેવું કૌશલ્ય હોવું ખૂબ જ જરૂરી છે. 88 ટકા વિદ્યાર્થીઓને ઓન-કેમ્પસ માધ્યમથી મળી જોબ પ્લેસમેન્ટના વિતરણ પર નજર કરીએ તો કુલ ઓફરોમાંથી 88 ટકા ઓફરો ઓન-કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા મળી છે. જ્યારે માત્ર 12 ટકા ઓફરો ઓફ-કેમ્પસ માધ્યમથી મળી છે. પગાર ધોરણ મુજબ 20 ટકા વિદ્યાર્થીઓને 7 લાખથી વધુનું વાર્ષિક પેકેજ મળ્યું છે. જ્યારે 19 ટકા વિદ્યાર્થીઓને 6 થી 7 લાખ અને 16 ટકા વિદ્યાર્થીઓને 5 થી 6 લાખ વચ્ચેનું પેકેજ મળ્યું છે. આ આંકડા દર્શાવે છે કે માત્ર પ્લેસમેન્ટની સંખ્યા જ નહીં, પરંતુ સારી એવી પેકેજની ઓફર પણ વિદ્યાર્થીઓને મળી રહી છે. કોલેજના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી તાલીમ, ઇન્ડસ્ટ્રી ઇન્ટરએક્શન અને સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમોના કારણે વિદ્યાર્થીઓને ફાયદો થયો છે. આઇ.ટી. અને કોર એન્જિનિયરિંગ ક્ષેત્રમાં સરકારી સંસ્થાનો દબદબો કુલ ઓફરોમાં 66 ટકા ઓફરો IT સેક્ટરમાંથી જ્યારે 34 ટકા ઓફરો કોર એન્જિનિયરિંગ ક્ષેત્રમાંથી મળી છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી IT ક્ષેત્રનું પ્રભુત્વ જોવા મળે છે, તેમ છતાં કોર સેક્ટરમાં પણ ભરતીની તકો સતત વધી રહી છે. ઉદ્યોગોની વધતી ભાગીદારી અને વિદ્યાર્થીઓની તૈયારીને જોતા આગામી વર્ષોમાં એલડી કોલેજ વધુ મોટા પ્લેસમેન્ટ રેકોર્ડ સ્થાપે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર સંચાલિત આ સંસ્થાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સરકારી એન્જિનિયરિંગ કોલેજો પણ દેશની અગ્રણી સંસ્થાઓની હરોળમાં સ્થાન મેળવી શકે છે. કોર એન્જિનિયરિંગની દરેક બ્રાન્ચમાં 80% જેટલું પ્લેસમેન્ટ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ નિલય ભૂપતાણીએ જણાવ્યું હતું કે, અનેક કંપનીઓ દર વર્ષે એલડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને કેમ્પસમાંથી જ જોબ ઓફર કરે છે. દર વર્ષે જુલાઈ મહિનામાં આ પ્લેસમેન્ટ ગોઠવવામાં આવતું હોય છે. મહત્વની બાબત એ છે કે સતત બીજા વર્ષે 1000 જેટલા વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ કેમ્પસમાંથી જ કરવામાં આવ્યું છે. પોર એન્જિનિયરિંગની દરેક બ્રાન્ચમાં 80% જેટલું પ્લેસમેન્ટ જોવા મળી રહ્યું છે. કોમ્પ્યુટર, આઇટી, EC, રબર પ્લાસ્ટિક સહિતની વિદ્યા શાખાઓમાં ખૂબ સારા પ્લેસમેન્ટ જોવા મળ્યા છે. એવરેજ સેલરી પેકેજમાં પણ થયો નોંધપાત્ર વધારો વિદ્યાર્થીઓને આપવામાં આવેલા પેકેજને લઈને નિલય ભૂપતાણીએ જણાવ્યું હતું કે, સૌથી વધુ પ્લેસમેન્ટ 25 લાખ કરતા વધુનું મળ્યું છે. તેમજ 15 થી 17 લાખ સુધીના પ્લેસમેન્ટ પણ ઘણા વિદ્યાર્થીઓના થયા છે. પ્લેસમેન્ટમાં એવરેજની વાત કરીએ તો તે પણ એક વિદ્યાર્થી દીઠ 70થી 80 હજાર રૂપિયા ઉપર ગઈ છે. આ વર્ષે પહેલી વખત એલડી એન્જિનિયરિંગ કોલેજમાં 227 કંપનીઓ જોડાઈ હતી. ગયા વર્ષે 175 આસપાસ કંપનીઓ પ્લેસમેન્ટમાં જોડાઈ હતી અને વિદ્યાર્થીઓને જોબ ઓફર કરી હતી. જેથી વધુ કંપનીઓ પ્લેસમેન્ટ માટે આવી હોવાથી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થઈ શક્યું છે.
    Click here to Read More
    Previous Article
    રામ મંદિર ચઢાવામાં ચોરી- ડૉ.અનિલ મિશ્રની પૂછપરછ થશે:SIT ચંપત રાય-ગોપાલ રાવ સાથે વાત કરી ચૂકી છે; 50થી વધુ લોકો રડાર પર
    Next Article
    ગોંડલના વાતાવરણમાં પલટો, બાલાસિનોરમાં સૌથી વધુ પોણા 6 ઇંચ વરસાદ:બનાસકાંઠામાં વીજ તાર પડતાં પિતા-પુત્રના મોત; મહીસાગર, ગોધરા, મહેસાણા સહિતમાં વીજળીના કડાકા સાથે મેઘમહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment