Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'બિગ બોસ 20'માં ભાઈ-બહેનના સંબંધની આડમાં અશ્લીલતા!:સલમાન ખાનનું મગજ છટક્યું, પૂર્વ કન્ટેસ્ટન્ટ પણ ભડકી; TRP વધારવા 2 વાઇલ્ડકાર્ડ એન્ટ્રી

    1 day ago

    ટેલિવિઝન રિયાલિટી શો 'બિગ બોસ 20' આ દિવસોમાં શોના સ્પર્ધકો સ્કાઉટ ઓપી (કોન્ટેન્ટ ક્રિએટર) અને લવ ગિલ (પંજાબી એક્ટ્રેસ)ના વિચિત્ર સંબંધને કારણે ચર્ચામાં છે. બંને તેને ભાઈ-બહેનનો સંબંધ ગણાવે છે. જોકે, શોમાં એકબીજા સાથેનું તેમનું વર્તન પ્રશ્નોના ઘેરામાં છે. સોશિયલ મીડિયા પર ઘણી ક્લિપ્સ વાયરલ થઈ રહી છે, જેમાં ક્યારેક સ્કાઉટ લવને અયોગ્ય રીતે સ્પર્શ કરતો જોવા મળ્યો, તો ક્યારેક તેને મસાજ આપતો જોવા મળ્યો. ચર્ચા વચ્ચે હવે સલમાન ખાને 'વીકએન્ડ કા વાર' દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો. શોના તાજેતરના એપિસોડમાં સલમાને લવ ગિલ અને સ્કાઉટની કથિત શારીરિક નિકટતા અંગે લવને પૂછ્યું, “તમારો કોઈ ભાઈ છે?” જ્યારે લવે હા કહ્યું, ત્યારે સલમાને પૂછ્યું- 'મોટો ભાઈ છે કે નાનો?' તો લવે જણાવ્યું કે, તેનો 17 વર્ષનો નાનો ભાઈ છે. આ બાબતે સલમાન લાંબા સમય સુધી ચૂપ રહ્યો અને પછી પૂછ્યું કે, 'તમારા ભાઈ સાથેનો સંબંધ કેવો છે. ફિઝિકલ ટચને લઈને અજીબ લાગે છે? શું તેઓ તમને પગથી કમર પર ટચ કરે છે, મસાજ આપે છે?' જ્યારે લવે કહ્યું કે, તે ભાઈ સાથે આવું કરે છે, ત્યારે સલમાને વાત ત્યાં જ અટકાવી દીધી અને કહ્યું- 'જો તમને કોઈ ફરક પડતો નથી, તો પછી ઠીક છે.' સલમાનના ગયા પછી સ્કાઉટ પરેશાન દેખાયો અને કહ્યું કે તેમના સંબંધને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે, જેના પર લવે કહ્યું કે, તેઓ ભાઈ-બહેનની જેમ જ રહે છે. પૂર્વ કન્ટેસ્ટન્ટ કામ્યા પંજાબીએ પણ પ્રશ્નો ઉઠાવ્યા એક્ટ્રેસ અને 'બિગ બોસ'ની પૂર્વ કન્ટેસ્ટન્ટ કામ્યા પંજાબીએ સોશિયલ મીડિયા પર લખ્યું, 'ભાઈ-બહેનના સંબંધવાળા સ્કાઉટ અને લવ ગિલ વચ્ચે આ પ્રકારની શારીરિક નિકટતા આખરે કેવી રીતે આવી ગઈ? સંબંધોમાં કેટલીક મર્યાદાઓ હોવી જોઈએ, રિયાલિટી શોમાં પણ. આખરે બંને વચ્ચે ચાલી શું રહ્યું છે? માત્ર મસ્તી-મજાક છે કે પછી હદો પાર થઈ રહી છે?' લવ-સ્કાઉટના સંબંધને લઈને કેમ થયો વિવાદ પંજાબી એક્ટ્રેસ લવપ્રિત કૌર ગિલ ઉર્ફ લવ ગિલ અને ઇ-સ્પોર્ટ ફેમ કોન્ટેન્ટ ક્રિએટર તન્મય સિંહ ઉર્ફ સ્કાઉટ ઓપી શરૂઆતથી જ પોતાને ભાઈ-બહેન ગણાવતા આવ્યા છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી તેમની કેટલીક ક્લિપ્સને કારણે વિવાદ થઈ રહ્યો છે. હકીકતમાં, એક ક્લિપમાં સ્કાઉટ સોફા પર સૂતેલી લવની કમર પર પગ ફેરવતો જોવા મળ્યો. ટીકા થયા બાદ સ્કાઉટની ગર્લફ્રેન્ડ કાશ્વીએ પણ લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી. શોમાં થઈ 2 નવી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી ટીવી એક્ટર મનીષ ગોયલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નકુલ ધુલ ઉર્ફે મિટ્ઠૂ ડોનની શોમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ છે. મનીષ ગોયલ હિન્દી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીનો જાણીતો એક્ટર છે. તેણે ‘કહાની ઘર ઘર કી’થી ટેલિવિઝન કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે ‘કસૌટી જિંદગી કી’, ‘ભાભી’ અને ‘અનુપમા’ જેવા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું. કોણ છે નકુલ ધુલ ઉર્ફે મિટ્ઠૂ ડોન, જે નિવેદનોને કારણે વિવાદોમાં રહ્યો નકુલ ધુલ હરિયાણાના ફરીદાબાદ સાથે સંબંધ ધરાવતો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને કન્ટેન્ટ ક્રિએટર છે. ઇન્ટરનેટ પર તે ‘મિટ્ઠૂ ડોન’ના નામે જાણીતો છે. તે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર મીમ્સ, વ્યંગ્ય, મજાક તથા સામાજિક-રાજકીય મુદ્દાઓ પર વીડિયો બનાવે છે. તેની ઓળખ બેધડક અંદાજ અને કટાક્ષભર્યા કન્ટેન્ટથી બની છે. નકુલ ધુલ મહિલાઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાને કારણે ઘણી વખત વિવાદોમાં રહી ચૂક્યો છે. તેનો એક જૂનો વીડિયો ફેબ્રુઆરી 2026માં પણ વિવાદનું કારણ બન્યો હતો. વીડિયોમાં તે કહેતો સાંભળવા મળે છે, ‘કોઈ દિવસ રાત્રે 11 વાગ્યે કોઈ છોકરીની પાછળ ચાલીને જુઓ. તમને ખબર પડશે કે ડર શું હોય છે.’ ત્યારબાદ તે મિત્રોને કહે છે કે, 'છોકરીને હેરાન કરવાની નથી. ઝડપથી ચાલવાનું છે, અચાનક દોડવાનું છે અને પછી તેનાથી આગળ નીકળી જવાનું છે.' આ દરમિયાન તેણે અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો. ક્લિપ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે મહિલાઓની સુરક્ષા સાથે જોડાયેલા ભયને મજાક બનાવવાને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા. મહિલાઓને ‘નીચી જાતિ’ કહેતો વીડિયો નકુલ ધુલનો એક બીજો જૂનો વીડિયો પણ ચર્ચામાં છે. તેમાં તે મહિલાઓ માટે ‘નીચી જાતિ’ જેવા શબ્દોનો ઉપયોગ કરતો સંભળાય છે. વીડિયોમાં તે કહે છે, ‘વાત એવી છે કે નીચી જાતિના લોકો સાથે અમે ફરતા નથી. આ છે નીચી જાતિ. અમે ઊંચી જાતિના લોકો છીએ.’ નિવેદન સામે આવ્યા બાદ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તેના દૃષ્ટિકોણ પર પ્રશ્નો ઉઠાવ્યા. લોકોએ તેને મહિલાઓને હીન દર્શાવતી માનસિકતા ગણાવી. એકસાથે 2 વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી શા માટે થઈ? હકીકતમાં, 'બિગ બોસ'ની 20મી સીઝન અગાઉની સીઝનની સરખામણીએ ખાસ ચર્ચામાં નથી. શોમાં સ્પર્ધકોની પસંદગીને લઈને પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. ટાસ્ક અને ડબલ લાઇફવાળી થીમ પણ પ્રશ્નોના ઘેરામાં હતી. દર વર્ષે શો ઝઘડાઓને કારણે સમાચારોમાં રહે છે. જોકે, આ વર્ષે સ્પર્ધકો શોમાં મૂલ્ય ઉમેરવામાં નિષ્ફળ રહ્યા હોય તેવું જણાય છે. સ્પર્ધકો કરતાં સલમાન ખાનના નિવેદનોની વધુ ચર્ચા છે. આવી સ્થિતિમાં નિર્માતાઓએ શોમાં બે વાઇલ્ડ કાર્ડ સ્પર્ધકોને સામેલ કર્યા છે, જેના કારણે આવનારા દિવસોમાં શોમાં મોટા ઝઘડા જોવા મળી શકે છે.
    Click here to Read More
    Previous Article
    બટાકા-ડુંગળીના ભાવ વધ્યા, ચાંદીના દાગીના સસ્તા થયા:છૂટક મોંઘવારી સતત 11મા મહિને વધી, સપ્ટેમ્બરમાં 5.54% પર પહોંચી
    Next Article
    વિપક્ષની પહેલી વખત સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ:SIR અને જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ અરજી દાખલ કરી, રાહુલ-અખિલેશ સહિત 10 પક્ષના 11 નેતા અરજદાર

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment