Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    20% વળતરની લાલચ આપી ગ્રામજનોને ઠગનાર બે પિતરાઈ ભાઈની ધરપકડ:ક્રાઇમ બ્રાન્ચે ₹35.94 લાખનો મુદ્દામાલ રિકવરી કર્યો, 103 સાક્ષીઓના નિવેદનો લીધા; કૌભાંડનો આંકડો 6 કરોડને પાર

    3 days ago

    ભાવનગર જિલ્લાના ફરિયાદકા ગામના બે પિતરાઈ ભાઈઓએ રોકાણકારોને દર મહિને 20% વળતર આપવાની લોભામણી સ્કીમ બતાવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો સળગતો કિસ્સો સામે આવ્યો હતો. આ ચકચારી કૌભાંડમાં વરતેજ પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) બંને મુખ્ય આરોપીઓની ધરપકડ કરી હતી. કોર્ટમાંથી મેળવેલા રિમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછના આધારે પોલીસે આરોપીઓ પાસેથી રોકડ, સોનાના દાગીના અને કાર સહિત કુલ ₹35,94,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. 20% વળતરની લાલચ આપી ₹93.90લાખ પડાવ્યા આ બનાવની વિગત એવી છે કે, ભાવનગર નજીક આવેલા ફરિયાદકા ગામે રહેતા બે પિતરાઈ ભાઈઓ યોગેશ ધામેચા અને સંજય ધામેચાએ રોકાણકારોને માસિક 20% વળતર આપવાનો વિશ્વાસ આપ્યો હતો. આ લોભામણી સ્કીમની જાળમાં ફસાવીને તેમણે શરૂઆતમાં છ યુવકો પાસેથી જુદા જુદા સમયે ₹93.90 લાખ મેળવી લીધા હતા. રોકાણકારોએ જ્યારે પોતાના નાણાં પરત માંગ્યા ત્યારે બંને ભાઈઓ જુદા જુદા બહાના બતાવી નાણાં ઓળવી ગયા હતા. આ અંગે ગત 6 જુલાઈના રોજ વરતેજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની વિવિધ કલમો અને 'ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ' (GPID) ની કલમ ૩ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. 14 દિવસના રિમાન્ડ દરમિયાન મુદ્દામાલની રિકવરી આ ગુનાની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપાતા પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હતા. નામદાર કોર્ટે આરોપીઓના 13 જુલાઈ, 2026 સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું હતું કે તેમણે રોકાણકારોના નાણાંમાંથી કિંમતી ચીજવસ્તુઓ ખરીદી હતી અને રોકડા રૂપિયા પોતાની પાસે રાખ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ જપ્ત કર્યો કૌભાંડનો આંકડો ₹6.19 કરોડને પાર, 103 સાક્ષીઓના નિવેદન ક્રાઇમ બ્રાન્ચની અત્યાર સુધીની તપાસમાં ફરિયાદી સહિત કુલ 103 સાક્ષીઓ (સાહેદો) ના નિવેદનો લેવામાં આવ્યા છે. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીઓએ હજુ ₹6,19,24,588ની જંગી રકમ રોકાણકારોને પરત આપવાની બાકી છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે હિસાબી ચોપડાના આધારે વધુ તપાસ હાથ ધરી છે, જેથી આગામી દિવસોમાં કૌભાંડનો આંકડો હજુ પણ વધવાની આશંકા સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    પાટીદાર પરિવાર સુરક્ષા કવચ યોજના બની આર્થિક આધારસ્તંભ:યુવકના ડેથ સર્ટિફિકેટના આધારે 10 લાખની સહાય, શબ્દો ખૂટ્યા ને આંખો છલકાઈ; પત્નીએ કહ્યું-'પૈસા નહીં, જીવવાની નવી આશા'
    Next Article
    16 જુલાઈએ વડોદરાના આ રસ્તા પર ન નીકળતા!:જગન્નાથજીની 45મી રથયાત્રાના રોજ રૂટ પર નો-પાર્કિંગ અને જાહેર, પોલીસ કમિશનરનું જાહેરનામું, જાણો કયા રસ્તાઓ બંધ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment