Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં 20 મોડિફાઈડ સાયલેન્સર જપ્ત, ₹10 હજાર દંડ:બી-ડિવિઝન પોલીસે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ ચાલકો સામે કાર્યવાહી કરી

    6 days ago

    ગોધરા શહેરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા મોડિફાઈડ સાયલેન્સરવાળા બુલેટ ચાલકો સામે બી-ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે 20 મોડિફાઈડ સાયલેન્સર જપ્ત કર્યા હતા અને કસૂરવાર ચાલકો પાસેથી કુલ ₹10,000 નો દંડ વસૂલ કર્યો હતો. પોલીસે શહેરના વિવિધ માર્ગો પર ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન, કેટલાક બુલેટ ચાલકો તેમના વાહનોમાં કંપની ફિટિંગના સાયલેન્સરમાં ફેરફાર કરીને કર્કશ અવાજ અને ફટાકડા જેવા અવાજ સાથે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા જોવા મળ્યા હતા. નિયમ વિરુદ્ધ મોડિફાઈડ સાયલેન્સરનો ઉપયોગ કરતા ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના શાંત વિસ્તારો અને જાહેર માર્ગો પર બુલેટના આવા કર્કશ અવાજને કારણે નાગરિકો અને વડીલોને થતી હાલાકીને ધ્યાનમાં રાખીને પોલીસે આ પગલાં લીધા હતા. આ કાર્યવાહીથી સ્થાનિકોમાં સંતોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અશોક પંડિત લેન્સકાર્ટની સ્ટાઇલ ગાઇડ પર ભડક્યા:ફિલ્મમેકરે પ્રશ્ન ઉઠાવ્યો- 'હિજાબ, પાઘડી મંજૂર પણ તિલક-બિંદી નહીં?'
    Next Article
    ‘હું આપઘાત કરવા જઈ રહી છું’:ઘો.11ની વિદ્યાર્થિની ચિઠ્ઠી લખીને રાત્રિના ઘરેથી નીકળી ગઈ, ઉત્રાણ પોલીસે ગાર્ડનમાંથી શોધી કાઢી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment