Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તસ્કરો 20 મિનિટમાં ચોરી કરી ફરાર, CCTV:ટ્યુશન સંચાલક વૈષ્ણોદેવી દર્શને ગયા ને પાછળથી બંધ મકાનમાંથી ₹5 લાખની ચોરી

    9 hours ago

    વડોદરા શહેરમાં ઘરફોડ ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આજવા રોડ વિસ્તારમાં એક ટ્યુશન સંચાલક વૈષ્ણવદેવી ગરવા ગયા હોય છે અને તે દરમ્યાન બંધ ઘરને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 5,00,000ની મતા ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ અજાણ્યા ચોર ઇસમો આવતા જતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. દર્શને ગયા અને પાછળથી ઘર સાફ થઈ ગયું આજવા રોડ પર આવેલ રાજદીપ ટેનામેન્ટમાં રહેતા અને ટ્યુશન એકેડમી ચલાવતા પંકજભાઈ સુરેશચંદ્ર શર્મા ગત 29 એપ્રિલ, 2026ના રોજ પોતાના પરિવાર સાથે વૈષ્ણોદેવી દર્શન કરવા માટે ગયા હતા. તેમનું ઘર બંધ હોવાનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. 06 મે, 2026ના રોજ સવારે તેમના બનેવી રાહુલભાઈ શર્માએ ઘરનું તાળું તૂટેલું જોતા પંકજભાઈને ફોન પર જાણ કરી હતી. શું શું ચોરી થયું? બાદમાં તેઓ તાત્કાલિક વૈષ્ણવદેવીથી વડોદરા પરત ફર્યા ત્યારે ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો અને બેડરૂમમાં રહેલી લોખંડની તિજોરીમાંથી કિંમતી દાગીના તથા રોકડ ગાયબ હતા. જેમાં સોનાના દાગીનામાં 2 મંગળસૂત્ર, 2 વીંટી, 3 ચેઈન, 2 પેન્ડલ, 4 જોડ કાનની બુટ્ટી અને 3 ટીકા (કુલ આશરે 54 ગ્રામ સોનું), ચાંદીના દાગીના દાગીનામાં કંદોરો, માળા, પાયલ અને ઝુડો (આશરે 500 ગ્રામ) અને રોકડ રકમ 1,50,000 રોકડા સાથે કુલ 5 લાખની મતા ચોરી થતા બાપોદ પોલીસ મતદાનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસ અને સીસીટીવી ફૂટેજ ઘટનાની જાણ થતા બાપોદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સોસાયટી અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા અજાણ્યા તસ્કરો કેમેરામાં કેદ થયેલા જોવા મળ્યા છે. પોલીસે આ ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરાપુરાની ખાંભીના વિવાદમાં ધોળા દિવસે યુવકનું ગળું કાપી હત્યા:2 કલાક સુધી મૃતદેહ રસ્તા પર જ પડ્યો રહ્યો; અમરેલીમાં 8 દિવસમાં 4 મર્ડર, કાયદો-વ્યવસ્થાના લીરેલીરા, સ્થાનિકોમાં ફફડાટ
    Next Article
    ગર્ભમાં દીકરીઓની હત્યા કરનારા ફાર્માસિસ્ટની ધરપકડ:સુરતના આંજણા ફાર્મ પાસેથી પોલીસે દબોચી લીધો; ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી નેટવર્ક ફેલાયાની આશંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment