Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરાપુરાની ખાંભીના વિવાદમાં ધોળા દિવસે યુવકનું ગળું કાપી હત્યા:2 કલાક સુધી મૃતદેહ રસ્તા પર જ પડ્યો રહ્યો; અમરેલીમાં 8 દિવસમાં 4 મર્ડર, કાયદો-વ્યવસ્થાના લીરેલીરા, સ્થાનિકોમાં ફફડાટ

    5 days ago

    ગીરની શાંત ધરા ગણાતો અમરેલી જિલ્લો છેલ્લા આઠ દિવસથી હત્યાની ઘટનાઓથી ધ્રૂજી ઉઠ્યો છે. રાજુલા, સાવરકુંડલા, બગસરા અને હવે બાબરામાં બનેલી ક્રૂર હત્યાની ઘટનાઓએ સમગ્ર પંથકમાં ભય અને ચકચારનો માહોલ પેદા કર્યો છે. પ્રેમસંબંધ, ઘરકંકાસ અને વેરઝેરમાં માનવી જાણે લોહીનો તરસ્યો બન્યો હોય તેમ એક અઠવાડિયામાં 4 જિંદગી હોમાઈ ગઈ છે. 1. બાબરા: ધોળા દિવસે યુવકનું ગળું કાપી હત્યા બાબરા તાલુકાના કરિયાણાથી જીવાપર જવાના માર્ગ પર ગઈકાલે હૃદયદ્રાવક ઘટના બની હતી. વિંછીયાના ફુલઝર ગામનો ભરત ઉગરેજીયા નામનો યુવક પોતાની કાર લઈ પસાર થઈ રહ્યો હતો, ત્યારે અજાણ્યા શખસોએ તેને આંતર્યો હતો. જે બાદ તીક્ષ્ણ હથિયાર વડે ભરતભાઈના ગળાના ભાગે જીવલેણ ઘા ઝીંકી દેવામાં આવ્યા. હત્યા બાદ બે કલાક સુધી મૃતદેહ રસ્તા પર પડ્યો રહ્યો, જેનાથી પંથકમાં દહેશત વ્યાપી ગઈ. હાલ બાબરા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 2. રાજુલા: પ્રેમસંબંધમાં માતાને કારથી કચડી નાખી રાજુલાના નિંગાળા ગામ પાસે પ્રેમસંબંધના મામલે આતંક જેવો માહોલ સર્જાયો હતો. ભાવેશ ભીલ નામના પરિણીત યુવકને તેની પત્નીની માસીની દીકરી સાથે સંબંધ હોવાથી યુવતીના પરિવારે હાઈવે પર હુમલો કર્યો હતો. વચ્ચે પડેલા ભાવેશના માતા જીતુબેન પર આરોપીઓએ કાર ચડાવી દઈ તેમને કચડી નાખ્યા હતા. ભાવેશનું અપહરણ કરી તેને ચાલુ કારમાં 30 કિલોમીટર સુધી પટ્ટા અને પાઈપથી ઢોર માર મારવામાં આવ્યો હતો. આ કેસમાં 9 લોકો સામે ગુનો નોંધાયો છે. સંપૂર્ણ અહેવાલ વાંચો… 3. સાવરકુંડલા: પરિણીતાને ભગાડી જનાર યુવકની હત્યા સાવરકુંડલાના બાઢડા ગામનો અને સુરતમાં કડિયાકામ કરતો નિલેશ ચુડાસમા એક પરિણીતાને ભગાડી ગયો હતો. જાણીતા યુટ્યુબર તરુણ બાંભણીયાએ નિલેશને શોધી કાઢી, તેની પાસે માફી મંગાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો. વીડિયો વાઈરલ થયાના ગણતરીના કલાકોમાં જ નિલેશની લાશ વિરાણી હાઈસ્કૂલ પાછળથી મળી આવી હતી. પોલીસે યુટ્યુબર સહિત ત્રણ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. સંપૂર્ણ અહેવાલ વાંચો… 4. બગસરા: ઘરકંકાસમાં પતિએ પત્નીને પતાવી દીધી બગસરાના માર્કેટિંગ યાર્ડ પાછળના વિસ્તારમાં એક કરુણ ઘટના બની, જેમાં પવિત્ર સંબંધ લોહીથી ખરડાયો હતો. વિજય પરમાર નામના શખસે પોતાની પત્ની વિલાસબેન સાથે બોલાચાલી થતાં આવેશમાં આવી ઘરમાં પડેલા ત્રિકમના ઘા ઝીંકી દીધા હતા. વિલાસબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હત્યારા પતિની ધરપકડ કરી લીધી છે. સંપૂર્ણ અહેવાલ વાંચો… પોલીસ તંત્રની દોડધામ અને જનતામાં રોષ એક જ જિલ્લામાં માત્ર 8 દિવસમાં બનેલી આ 4 મોટી ઘટનાને પગલે ASP જયવીર ગઢવીએ તમામ આરોપીઓને પકડવા અને કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. જોકે, સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે ગુનેગારોમાં કાયદાનો ભય ઓછો થઈ રહ્યો છે. ખાસ કરીને હાઈવે પર થતી લુખ્ખાગીરી અને સોશિયલ મીડિયા પર કાયદો હાથમાં લેવાની પ્રવૃત્તિ ચિંતાનો વિષય બની છે. હાલમાં પીપાવાવ મરીન, બાબરા, સાવરકુંડલા રૂરલ અને બગસરા પોલીસ અલગ-અલગ દિશામાં તપાસ કરી રહી છે. અમરેલી જિલ્લો ફરી ક્યારે શાંત બનશે તેવો પ્રશ્ન અત્યારે દરેક નાગરિકના મનમાં છે.
    Click here to Read More
    Previous Article
    Tiny Qualcomm ‘audio’ chip inside boAt Nirvana Eutopia 2 Pro could reset India’s headphones market
    Next Article
    તસ્કરો 20 મિનિટમાં ચોરી કરી ફરાર, CCTV:ટ્યુશન સંચાલક વૈષ્ણોદેવી દર્શને ગયા ને પાછળથી બંધ મકાનમાંથી ₹5 લાખની ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment