Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૃદ્ધને 20 ફૂટ ઢસડી કાર ડિવાઈડર પર ચડી ગઈ, CCTV:વડોદરામાં રિવર્સ લેતી વખતે કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો, માર્ગ પર અફરાતફરી

    13 hours ago

    વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં રાજીવનગર પાસે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. એક કારના ચાલકે રિવર્સ લેતી વખતે સ્ટીટરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને રસ્તા પરથી પસાર થઈ રહેલા એક સાયકલ સવાર વૃદ્ધ કારની ઝપેટમાં લઈ 20 ફૂટથી વધુ ઢસડ્યા હતાં. સાથે જ કાર ડિવાઈડર પર પણ ચડી ગઈ હતી. આ અકસ્માતમાં વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટના નજીકમાં લગાવાયેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આસપાસના લોકોએ દોડી આવી વૃદ્ધને બચાવ્યાં વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાંથી એક સિનિયર સિટીઝન રોડ પરથી સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા. આ સમયે એક કારચાલક પોતાની કારને રિવર્સમાં લઈ રહ્યો હતો. રિવર્સમાં લેતી વખતે કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો, જેને પગલે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. ઘટનાના પગલે માર્ગ પર ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી. પોલીસની ટીને સ્થળે પહોંચી તપાસ કરી ઇજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સ્થાનિકોની મદદથી 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જાણ થતાં જ અકોટા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે અને CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં ઈજાગ્રસ્ત સારવાર હેઠળ અકોટા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. વી. બલદાણીયાએ જણાવ્યું હતું કે, અકસ્માતની જાણ થતા અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે, અમારી ટીમ હોસ્પિટલમાં પણ ગઈ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરમાં અકસ્માતની અનેક ઘટના ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં વાહનચાલકો બેફામ રીતે વાહન ચલાવે છે. અગાઉ પણ બેફામ વાહનચાલકોના કારણે અનેક અકસ્માતો થયા છે અને અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. વાહનચાલકો બેફામ રીતે વાહન ચલાવીને પોતાનો અને અન્ય લોકોને જીવ જોખમમાં મૂકે છે.
    Click here to Read More
    Previous Article
    સિલ્વર ઓક યુનિવર્સિટીના 21 વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ:સાયબર સુરક્ષા તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ
    Next Article
    PM Modi Gujarat Visit LIVE | PM મોદીના ગુજરાત પ્રવાસના મોટા સમાચાર | Ahmedabad | Vav Tharad

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment