Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતે ટી-20માં પોતાનો બીજો સૌથી નાનો સ્કોર બનાવ્યો:76 રન પર ઓલઆઉટ, ઇંગ્લેન્ડે 125 રનથી હરાવ્યું; સૂર્યવંશી 13 રન જ બનાવી શક્યા

    1 day ago

    ભારતે ટી-20 ઇન્ટરનેશનલમાં પોતાનો બીજો સૌથી નાનો સ્કોર બનાવ્યો. ટ્રેન્ટ બ્રિજમાં 202 રનના લક્ષ્યનો પીછો કરતા ટીમ 11.4 ઓવરમાં 76 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ભારતનો ટી-20માં સૌથી નાનો સ્કોર 74 રન છે. આ ટોટલ ટીમે 2008માં ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં બનાવ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ 13 રન બનાવ્યા. કેપ્ટન શ્રેયસ અય્યર, અભિષેક શર્મા, ઈશાન કિશન, અક્ષર પટેલ, તિલક વર્મા અને શિવમ દુબે સહિત કોઈ પણ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહીં. ઇંગ્લેન્ડ તરફથી જોશ ટંગે 4 વિકેટ લીધી, જ્યારે જોફ્રા આર્ચરે 3 વિકેટ ઝડપી. આદિલ રાશિદે 2 અને વિલ જેક્સે 1 વિકેટ લીધી. ઇંગ્લેન્ડે 5 મેચોની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી. આ પહેલા ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 7 વિકેટ પર 201 રન બનાવ્યા હતા. ફિલ સોલ્ટે 44 બોલમાં 70 રન બનાવ્યા, જ્યારે સેમ કરન 24 બોલ પર 41 રન બનાવીને અણનમ રહ્યા. જોસ બટલરે 36 રનની ઇનિંગ રમી. ભારત તરફથી હર્ષિત રાણા અને ડેબ્યૂ કરી રહેલા પ્રિન્સ યાદવે 2-2 વિકેટ લીધી, જ્યારે અક્ષર પટેલને 1 વિકેટ મળી. મેચનું સંપૂર્ણ સ્કોરબોર્ડ… પ્લેઇંગ-11 ઇંગ્લેન્ડ- ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયમ ડોસન, આદિલ રશીદ, જોફ્રા આર્ચર, જોશ ટંગ. ભારત- અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, વરુણ ચક્રવર્તી.
    Click here to Read More
    Previous Article
    India crash to record 125-run defeat against England in 3rd T20I
    Next Article
    બેઝમેન્ટમાં ધસમસતું પૂર ને છાતીસમા પાણી, VIDEO:સુરત પૂરનો ભાર ખાખીના ખભે, વરાછાથી લઈ વેસુ સુધી જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર, ડૂબેલા શહેરની 20 તસવીરો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment