Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસથી બચવા આરોપીઓ પ્રાઈવેટ મેસેન્જર એપનો ઉપયોગ કર્યો:રાજકોટમાં રૂમ ભાડે રાખી 20 દિવસ રેકી કરી, પોલીસે 7 રાજ્યો ખૂંદ્યા; 19 લાખ લૂંટ કેસમાં 10 દિવસે બેની ધરપકડ

    एक दिन पहले

    30 જુલાઈના રોજ રાજકોટમાં ભાવનગર રોડ પર પ્રાઈમ એન્ટરપ્રાઇઝ આંગડીયા પેઢીમાં બંદૂકની અણીએ 19 લાખની લૂંટ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે વેશ પલટો કરી બે આરોપી રમઝાનઅલી (પશ્ચિમ બંગાળ) અને પ્રવીણ ખજીઓ (મથુરા)ની ધરપકડ કરી છે, જ્યારે લૂંટના મુખ્ય બે આરોપીઓ આસ અયુબ અને ઇલુ ખટીક હજુ પણ ફરાર છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે 10 દિવસ ગુજરાત સહીત 7 રાજ્યોમાં તપાસ કરી લૂંટમાં મદદ કરનાર બે શખ્સોને ઝડપી પાડ્યા છે. લૂંટના મુખ્ય આરોપીઓ પોલીસથી બચવા અલગ અલગ નુસખા અપનાવતા હતા. જેમાં તેઓ ચોરીના વાહનોમાં કોટી નંબર પ્લેટ લગાવતા તથા એન્જિન અને ચેચીસ નંબર પણ ભૂસી નાખતા હતા. આ ઉપાંત દિલ્હીથી રાજકોટ આવીને હોટલમાં રોકાવવાને બદલે ભાડે રૂમ રાખીને રહેતા હતા. તેમજ મોબાઈલ લોકેશનથી બચવા ડ્રગ્સ પેડલરોની પ્રાઈવેટ મેસેન્જર એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. રમઝાનઅલી ઉર્ફે રાજુ શેખના 5 દિવસના રિમાન્ડ મંજૂર રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, આરોપી રમઝાનઅલી ઉર્ફે રાજુ શેખને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે પ્રવીણ ખજીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે. પોલીસે આરોપીની ધરપકડ કરી 2 લાખ રોકડ કબજે કરી બાકીનો મુદ્દામાલ રિકવર કરવા તેમજ ફરાર મુખ્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી છે. રમઝાનઅલીએ ભગવતીપરામાં એક રૂમ ભાડે રાખ્યો હતો પોલીસ પુછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી રમઝાનઅલી છેલ્લા 3 મહિનાથી રાજકોટના સોની બજારમાં મજૂરી કામ કામ કરતો હતો. અગાઉ તે દિલ્હીમાં કામ કરતો હતો ત્યારે આસુ સહિતના 3 આરોપીઓ સાથે મુલાકાત થઈ હતી. ગત જુલાઈમાં આરોપી આસુએ ફોન કરી રમઝાનઅલીને 3 માણસો રહેવાની વ્યવસ્થા અને લૂંટને અંજામ આપવા અંગે વાત કરી હતી. રમઝાનઅલીએ ભગવતીપરામાં એક રૂમ ભાડે રાખ્યો હતો. આરોપીઓ પ્રાઇવેટ મેસેન્જર એપ્લિકેશનનો ઉપયોગ કરતા આરોપીઓએ 20 દિવસ સુધી અલગ અલગ વિસ્તારમાં રેકી કરી હતી. બાદમાં 30 જુલાઈએ પ્રાઈમ એન્ટરપ્રાઇઝમાં લૂંટને અજામ આપ્યો હતો. હોટલમાં આઇડી પ્રુફ આપવું પડે અને સારથી એપમાં પોલીસને માહિતી મળી શકે તેનાથી બચવા ભાડે રૂમ રાખ્યો હતો. આ ઉપરાંત મોબાઈલ લોકેશનથી ટ્રેસ ન થયા તે માટે પ્રાઇવેટ મેસેન્જર એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. જેમાં સીમકાર્ડની જરૂરિયાત રહેતી ન હતી. રાજકોટથી વાંકાનેર થઈ સુરેન્દ્રનગરથી ટ્રેનમાં દિલ્હી રવાના થયા લૂંટને અંજામ આપ્યા બાદ આરોપીઓ રાજકોટના ગ્રીનલેન્ડ ચોક થઇ કુવાડવા પહોંચ્યા હતા. જ્યાંથી ખેરવા ગામ તરફ થઇ વાંકાનેર અને ત્યાંથી પરત થાન, મુળી થઈ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં ચોરીની બાઈક મૂકી આરોપીઓ ટ્રેનમાં દિલ્હી રવાના થયા હતા. આ તમામ રૂટ પર સીસીટીવી ચેક કરતા પોલીસને આરોપીઓનું પગેરું મેળવ્યું હતું. પોલીસની એક ટીમ દિલ્હી રવાના થઈ હતી જ્યાં ફોન લોકેશન ન મળતા અન્ય ટેક્નિકલ સોર્સીસનો ઉપયોગ કરી આરોપી જે હોટલમાં રોકાયા હતા ત્યાં પહોંચ્યા હતા, પરંતુ અહીં પણ આરોપીએ પોતાની ખોટી ઓળખ આપી હતી. બાદમાં આરોપીઓ મથુરા અને બંગાળ તરફ નાસી છૂટ્યા હતા. વેશપલટો કરી આરોપીને ઝડપી પાડ્યા પોલીસને આરોપીઓનું ચોક્કસ નામ અને સરનામું મળતા મથુરા અને પશ્ચિમ બંગાળ ટીમો રવાના કરી હતી. પોલીસે વેશપલટો કરી મથુરામાંથી રમઝાનઅલી ઉર્ફે રાજુને ઝડપી પાડ્યો, જ્યારે પ્રવીણને પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્લી, ઝારખંડ, મથુરા, પશ્ચિમ બંગાળ સહિત 7 રાજ્યોમાં રાતદિવસ એક કરી નાખ્યા હતા. મુખ્ય આરોપી સામે 40 ગુના પોલીસ તપાસમાં આરોપ પ્રવીણ વિરુદ્ધ રાજસ્થાનમાં બે ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે ફરાર મુખ્ય આરોપી આસુ અયુબ સામે 40 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ફરાર બંને મુખ્ય આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    વાલીઓને નામ-અટક-જાતિ સુધારવા DEO કચેરીના ધક્કા ખાવા નહીં પડે:કચેરી આપના દ્વારે કાર્યક્રમ હેઠળ 13 ઓગસ્ટ સુધી સુધારણા કેમ્પ, જાણો કઈ તારીખે કયા વિસ્તારમાં કેમ્પ
    Next Article
    મોપેડથી અક્સ્માત કરી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ:મકાનના પૈસા લઈને જતા યુવકને ટક્કર મારી 2.50 લાખ ભરેલી થેલી લઈ જનાર બે ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment