Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:દિવાળી ટાણે ગીરમાં મિનિ વાવાઝોડું ફૂંકાયું, હેકર્સે 20 મિનિટમાં 60 હજાર કરોડ ચોર્યા, 25 જાન્યુઆરીથી વસતી ગણતરી, 95 વર્ષ પછી જાતિ પૂછશે

    16 hours ago

    નમસ્તે, કાલના મોટા સમાચાર દેશમાં વસતી ગણતરીની તારીખોની જાહેરાતના છે. 1931 પછી પહેલી વાર જાતિ પણ પૂછવામાં આવશે. બીજા સમાચાર હેકર્સ દ્વારા ડિજિટલ કરન્સીની ચોરીના છે. અમે તમને એ પણ જણાવીશું કે INS વિક્રાંત પર રાફેલ મરીનની સફળ લેન્ડિંગ શા માટે મહત્વપૂર્ણ છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એકતા નગરમાં સરદાર પટેલની જન્મજયંતિના કાર્યક્રમમાં સામેલ થશે. 📰 કાલના મોટા સમાચારો 1. 95 વર્ષ બાદ વસતી ગણતરીમાં જાતિ પૂછવામાં આવશે:25 જાન્યુ.થી 28 ફેબ્રુઆરી સુધી, દેશની પહેલી ડિજિટલ વસતી ગણતરીની તારીખ જાહેર; 5 રાજ્યોમાં હાલ પૂરતી નહીં થાય દેશમાં વસતી ગણતરીનો બીજો તબક્કો 25 જાન્યુઆરી 2027થી શરૂ થશે, જે 28 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ વખતે 40 પ્રશ્નો પૂછવામાં આવશે. વસતી ગણતરીમાં ઘરોની ગણતરીનો પ્રથમ તબક્કો જૂન 2026માં પૂર્ણ થઈ ચૂક્યો છે. મોટી વાત એ છે કે 95 વર્ષ બાદ એટલે કે 1931 પછી પહેલી વાર દેશમાં જાતિની ગણતરી થઈ રહી છે. 5 રાજ્યો મણિપુર, ગોવા, ઉત્તર પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડને છોડીને સમગ્ર દેશમાં વસતી ગણતરી થશે. આ રાજ્યોમાં 2027ની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ શકે છે. હિમવર્ષાવાળા વિસ્તારો—લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ વસતી ગણતરી થશે નહીં. સંપૂર્ણ સમાચાર વાંચો 2. બદ્રીનાથથી દેહરાદૂન આવી રહેલું હેલિકોપ્ટર ક્રેશ:પાઇલટ સહિત 6 મુસાફરોના મોત; ઉત્તરાખંડમાં 10 વર્ષમાં આવા 13 અકસ્માતો, 27 મોત ઉત્તરાખંડમાં શુક્રવારે બદ્રીનાથથી દેહરાદૂન જઈ રહેલું એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર જોશીમઠ પાસે ક્રેશ થયું. દુર્ઘટનામાં પાયલટ સહિત 6 લોકોનાં મોત થયા છે. તમામના મૃતદેહો મળી આવ્યા છે. હેલિકોપ્ટરે બપોરે આશરે 1:14 વાગ્યે બદ્રીનાથથી દહેરાદૂનના સહસ્ત્રધારા માટે ઉડાન ભરી હતી. જોશીમઠ ઉપર ઉડાન દરમિયાન તેનો સંપર્ક તૂટી ગયો. ત્યારબાદ ટ્રેકિંગ સિસ્ટમ પર પણ તેનું લોકેશન મળવાનું બંધ થઈ ગયું. સંપૂર્ણ સમાચાર વાંચો 3. વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાં મહાલૂંટ:હેકર્સે બાઇનેન્સમાંથી ₹50,000 કરોડ સફાચટ કર્યા, માર્કેટમાં સન્નાટો, ડિપોઝિટ-વિડ્રૉલ બ્લૉક! દુનિયાનું સૌથી મોટું ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ બાઇનેન્સ હેક થઈ ગયું છે. તેને ઇતિહાસનું સૌથી મોટું ક્રિપ્ટો હેકિંગ માનવામાં આવી રહ્યું છે. કંપનીએ ડિપોઝિટ અને વિડ્રૉલ પર રોક લગાવી દીધી છે. ક્રિપ્ટો નિષ્ણાતો અને એનાલિટિક્સ ફર્મ્સનો અંદાજ છે કે આ હેકિંગમાં 5 બિલિયન ડૉલરથી વધુ એટલે કે આશરે 50 હજાર કરોડ રૂપિયાની ક્રિપ્ટો ચોરી થઈ છે. ઘટના બાદ બિટકોઇન સહિત અન્ય ક્રિપ્ટોકરન્સીમાં 5%થી વધુનો ઘટાડો નોંધાયો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. INS વિક્રાંત પર રાફેલ મરીનનું પ્રથમ લેન્ડિંગ:પહેલા પ્રયાસમાં ઉતર્યુ વિમાન, નેવીમાં સામેલ કરવા માટે ટ્રાયલ ચાલુ રાફેલ મરીન ફાઇટર જેટે 29 ઑક્ટોબરે INS વિક્રાંત પર પ્રથમ પ્રયાસમાં સફળ લેન્ડિંગ કર્યું. INS વિક્રાંત ભારતીય નૌસેનાનું સ્વદેશી એરક્રાફ્ટ કૅરિયર જહાજ છે. આ લેન્ડિંગને વિમાનના નેવીમાં ઉપયોગની દિશામાંનું પ્રારંભિક પગલું માનવામાં આવી રહ્યું છે. એક ફ્રેન્ચ પાઇલટે તેનું લેન્ડિંગ કર્યુ, કારણ કે આ ફર્સ્ટ ફ્લાઇટ કૅમ્પેનનો ભાગ છે - એટલે કે ભારતીય કૅરિયર પર ફ્રેન્ચ જેટની કમ્પેટિબિલિટી ટેસ્ટ. સંપૂર્ણ સમાચાર વાંચો 5. ચાંદી આજે ₹9,134 સસ્તી, આ મહિને ₹39 હજાર ઘટી:સોનું ₹2,201 ઘટીને ₹1.40 લાખે આવ્યું, ડૉલર મજબૂત થતાં ભાવ ઘટી રહ્યા છે ફેસ્ટિવ સીઝનમાં સોનું-ચાંદી ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, એક કિલો ચાંદીના ભાવમાં 9,134 રૂપિયાનો ઘટાડો થતાં તે 1.81 લાખ રૂપિયા પર આવી ગઈ છે, જે ગુરુવારે 1.90 લાખ રૂપિયા હતી. જ્યારે, 10 ગ્રામ 24 કેરેટ સોનું 2,201 રૂપિયા ઘટીને 1.41 લાખ રૂપિયા પર આવી ગયું છે. આ મહિને ચાંદી 39,485 રૂપિયા અને સોનું 8,084 રૂપિયા સસ્તું થયું છે. આ પહેલાં 1 ઓક્ટોબર 2026ના રોજ એક કિલો ચાંદીના ભાવ 2.20 લાખ રૂપિયા અને 10 ગ્રામ સોનાના ભાવ 1.48 લાખ રૂપિયા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો 6. PM મોદી દ્વારા એકતા પ્રકાશ પર્વનું નિરીક્ષણ: એકતાનગરમાં ભારત પર્વનું ઉદ્ઘાટન કર્યું, કહ્યું- કેટલાકને દેશને તકલીફમાં જોવામાં આનંદ મળે છે PM મોદી 30 અને આવતીકાલે 31 ઓક્ટોબર એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે બનાસકાંઠાના ભીલડીમાં ₹14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જે બાદ તેઓ ગાંધીનગર લોકભવન પહોંચ્યા હતા. જ્યાથી હવે તેઓ એકતાનગરની મુલાકાતે આવ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાનગરમાં ‘ભારત પર્વ’નું ઉદ્ઘાટન કર્યું છે. અહિ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો બનાસકાંઠાના ભીલડીમાં ₹14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત, પીએમ કિસાન યોજનાનો આશરે ₹19,000 કરોડનો 24મો હપ્તો રીલિઝ કર્યો હતો. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીને ટોણો માર્યો હતો કે,બનાસકાંઠાના લોકો પહેલેથી આલુમાંથી સોનુ બનાવે છે. અહીં આવીને કોઈને કહેવાની જરૂર નથી. આ ઉપરાંત મોદીએ વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે, કેટલાક લોકોને દેશને તકલીફમાં જોવામાં આનંદ આવે છે. તેઓ અફવા ફેલાવે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. અમરેલી-ગીર સોમનાથમાં મિનિ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ:કોડીનારના ઘાંટવડમાં મકાનના પતરા ઉડ્યા, પેટ્રોલપંપના સ્ટ્રક્ચરને નુકસાન; ખાંભામાં વીજળી પડતા મહિલાનું મોત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે 30 ઓક્ટોબરે બપોર બાદ અમરેલી, ગીર સોમનાથમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કોડીનારના ઘાંટવડ ગામે તો તેજ પવન ફૂંકાતા ખેડૂતના મકાનના પતરા ઉડી ગયા હતા. એટલું જ નહીં ગામની ફાટક પાસેના પેટ્રોલપંપ પરના સ્ટ્રક્ચરને પણ નુકસાન થયું છે. તો આ તરફ અમરેલી જિલ્લામાં પણ તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભાના ચકરાવા ગામમાં વાડીએ મજૂરી કરતા મહિલા પર વીજળી પડી હતી. વીજળી પડતા 46 વર્ષીય માધીબેન માધીબેન મકવાણાનું મોત નિપજ્યું હતું. જ્યારે ખાંભા-ઉના સ્ટેટ હાઇવે પર પવનના કારણે રસ્તા પર વૃક્ષો ધરાશાયી થતાં થોડા સમય માટે વાહનવ્યવહાર બંધ થયો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ 'સંમતિથી બનેલા સંબંધો બ્રેકઅપ પછી બળાત્કાર નથી':સુપ્રીમ કોર્ટ બોલ્યું- દરેક તૂટેલા સંબંધને બળાત્કારના કેસમાં ફેરવવું ખોટું; આરોપી નિર્દોષ જાહેર (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. ઈન્ટરનેશનલઃ અમેરિકાએ માહિતી લીક કરવા બદલ લેફ્ટનન્ટ જનરલને હટાવ્યા:ઈરાન અને યુક્રેન યુદ્ધ સાથે જોડાયેલા ગુપ્ત દસ્તાવેજો પત્રકારોને આપ્યા; તપાસ દરમિયાન ગુનો કબૂલ્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યું, ગરમ પાણીનો કૂંડ વહી ગયો:હાઈવે-રસ્તાઓ ધોવાયા; બંગાળ-આસામમાં પૂરનું એલર્ટ, 10 હજાર લોકોને સ્થળાંતર કરાયા (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. ઈન્ટરનેશનલઃ મિડટર્મ ચૂંટણીમાં મોંઘવારી-રોજગાર મુદ્દે ટ્રમ્પ બેકફૂટ પર:અર્લી વોટિંગમાં વિપક્ષી ડેમોક્રેટ્સ આગળ, હારના ડરે અમેરિકી રાષ્ટ્રપતિએ માગ્યો 30 રાજ્યોનો સિક્રેટ ડેટા! (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. સ્પોર્ટ્સઃ ભારતની T20માં ન્યૂઝીલેન્ડ સામે સૌથી મોટી હાર:260 ચેઝ કરી રહેલી ટીમ 87 રનથી હારી, ડફીને 4 વિકેટ, ફિલિપ્સની સેન્ચુરી (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. બિઝનેસઃ શું 1 દિવસ EMI મોડો ભરવાથી સિબિલ ખરાબ થાય છે:બેંકો દર અઠવાડિયે ક્રેડિટ બ્યુરોને રિપોર્ટ મોકલે છે; ઑટો-ડેબિટ ફેલ જાય તો તરત કરો આ 3 કામ (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. સ્પોર્ટ્સઃ સેહવાગ-દ્રવિડના પુત્રોને અંડર-19 એશિયા કપની ટીમમાં સ્થાન:15 પ્લેયર્સમાં 3 ગુજરાતના; લક્ષ્ય રાયચંદાની કેપ્ટન; 8 નવેમ્બરે પાકિસ્તાન સામે ટક્કર (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ બલૂન પકડતાં જ દુલ્હન ઉડવા લાગી બલૂન પકડતાં જ દુલ્હનના હવામાં ઉડવાના દૃશ્ય જેવું બની ગયું. તુર્કિયેમાં પ્રી-વેડિંગ શૂટ દરમિયાન જોરદાર પવન ફૂંકાયો, ત્યારે દુલ્હન બલૂન સાથે ઉપર ઊઠવા લાગી. હવે દુલ્હનને ઉડી જતી રોકવા માટે ફોટોગ્રાફરને જ હીરો બનવું પડ્યું. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. રાહુલની મહારેલી, મોદીનો વળતો ઘા:રામલીલામાં રણસંગ્રામ, કૉંગ્રેસના ચક્રવ્યૂહને ભેદવા ભાજપનો થ્રી લેયર પ્લાન, 10 લાખની ભીડ ખેલ બગાડશે?, સટિક એનાલિસિસ 2. પોર્ન જોઇને સુન્નત કરાવતા ગુજરાતના યુવાનો:લોન લઇને આવે છે સર્જરી કરાવવા, ડોક્ટર્સે જણાવ્યા ચોંકાવનારા કિસ્સા 3. નીરજા ગુપ્તાએ સરકારી ખર્ચે માનીતાને બેંગકોક-ટોક્યો મોકલ્યા:મંજૂરી વિના પોતે ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસમાં ઉડ્યા, હોટેલ તાજથી માંડીને એમ્બેસેડરમાં ભોગવ્યો ઠાઠ 4. ‘એક ભેંસમાંથી 25 પાડી’:શંકર ચૌધરીનો સાયન્સ ફોર્મ્યુલા; ગોપાલભાઈએ ફોલોઅર્સને પૂછ્યું, ‘મજા આવે છે ને?’ 5. નેશનલ ક્રશ બનીને ચાહકોના દિલમાં છવાઈ રશ્મિકા મંદાના:કિસિંગ સીન્સે વિવાદ સર્જ્યો, 22 વર્ષની ઉંમરે સગાઈ કરીને તોડી, સગી નાની બહેન 16 વર્ષ નાની 6. આજનું એક્સપ્લેનર:અમેરિકા, જાપાન, બ્રિટન ઘરોમાં શા માટે ભરી રહ્યા છે 'ઇમરજન્સી રાશન'; શું કંઈ મોટું થવાનું છે, 1000 દિવસનું કાઉન્ટડાઉન? 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: તુલા રાશિના જાતકોને મળશે લક્ષ્મીજીના આશીર્વાદ, કન્યા રાશિના લોકોની મહેનત સફળતાના કિનારે પહોંચશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    શનિવારનું રાશિફળ:તુલા જાતકોને મળશે લક્ષ્મીજીના આશીર્વાદ, કન્યા રાશિના લોકોની મહેનત સફળતાના કિનારે પહોંચશે
    Next Article
    મોદીને ઘેરવા રાહુલનો અંતિમ દાવ:રામલીલા મેદાનમાં ચક્રવ્યૂહ રચાયો, 10 લાખની ભીડ સામે ભાજપનો નવો પ્લાન, ત્રણ સવાલથી સમજો મહારેલીનું મહાભારત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment