Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીકરી સાથે જતી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી ગઠિયો ફરાર:પાછળથી આવેલા શખ્સે 20 ગ્રામની ચેઇન અને લોકેટ મળી 57 હજાર રૂપિયાના દાગીના આંચકી લીધા

    6 hours ago

    વડોદરા શહેરમાં સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતા તસ્કરો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે, ત્યારે અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી જવાની ઘટના સામે આવી છે. કલાલી બિલ રોડ પર દીકરીને સ્કૂલેથી ઘરે લઈ જઈ રહેલી મહિલા પાછળથી આવેલા અજાણ્યા શખ્સે નિશાન બનાવી હતી. આરોપી 57 હજારની કિંમતની સોનાની ચેઇન અને લોકેટ ખેંચી ફરાર થઈ ગયો હતો. આ મામલે અટલાદરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. શહેરના બિલ કલાલી રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેતા સરિતા દિપુભાઈ પિલ્લેએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા.27 ઓગસ્ટના બપોરે આશરે 12:30 વાગ્યાના અરસામાં પોતાની દીકરીને સ્કૂલેથી ઘરે લઈ જઈ રહ્યા હતા. તેઓ કલાલી બિલ રોડ પર શ્રીહરી ડુપ્લેક્ષની સામે આવેલા ખેતર નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી એક અજાણ્યો શખ્સ આવ્યો હતો અને મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેઇન જોરથી ખેંચી લીધી હતી. ચેઇન આશરે 20 ગ્રામ વજનની અને રૂ.50 હજારની કિંમતની, જ્યારે તેની સાથેનું સોનાનું 4 ગ્રામનું લોકેટ આશરે રૂ.7 હજારનું હોવાનું જણાવાયું છે. આમ, સ્નેચર રૂ.57 હજારની કિંમતના સોનાના દાગીના આંચકી નાસી ગયો હતો. અટલાદરા પોલીસે તેમની ફરિયાદના આધારૂ સ્નેચરની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં 10 પ્રાઇવેટ વાહન ચાલકોને રૂ.26 હજારનો દંડ:એસ.ટી રોડ પર ટ્રાફિક જામ અને વધુ ભાડું લેતા વાહન ચાલકો સામે કાર્યવાહી
    Next Article
    Why South Korea Is Collapsing Under Its Own Success

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment