Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં 10 પ્રાઇવેટ વાહન ચાલકોને રૂ.26 હજારનો દંડ:એસ.ટી રોડ પર ટ્રાફિક જામ અને વધુ ભાડું લેતા વાહન ચાલકો સામે કાર્યવાહી

    6 hours ago

    વેરાવળ એસ.ટી. બસ સ્ટેશન નજીક અનઅધિકૃત રીતે મુસાફરોનું વહન કરતા અને ટ્રાફિક જામ કરતા 10 પ્રાઇવેટ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ વાહન ચાલકોને મેમો આપી કુલ 26 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કાર્યવાહી જૂનાગઢ વિભાગના વિજિલન્સ અધિકારીઓ, આરટીઓ અને ટ્રાફિક પોલીસે સાથે મળીને કરી હતી. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોની સુવિધા માટે ઓછા ભાડે બસ સેવા આપે છે. જોકે, કેટલાક પ્રાઇવેટ વાહન ચાલકો બસ સ્ટેશનમાંથી મુસાફરોને લઈ જઈને વધુ ભાડું વસૂલે છે. આ ઉપરાંત, તેઓ રસ્તા પર ઊભા રહીને ટ્રાફિક જામ પણ કરે છે, જેના કારણે લોકોને મુશ્કેલી પડે છે. વેરાવળ ડેપો મેનેજર દિલીપ શામળાએ આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, એસ.ટી. નિગમ જૂનાગઢ વિભાગના વિભાગીય નિયામક વી.બી. ડાંગરના માર્ગદર્શન હેઠળ આ ડ્રાઇવ યોજાઈ હતી. જેમાં જૂનાગઢ વિભાગના વિજિલન્સ અધિકારી એસ.એન. કાનપરા અને રમેશભાઈ ચંદ્રવાડિયા, વેરાવળ એસ.ટી. ડેપોના સુપરવાઈઝર કલ્પેશ શામળા, ગીર સોમનાથ જિલ્લા આરટીઓ કચેરીના અધિકારીઓ અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ જોડાઈ હતી. આ ડ્રાઇવ દરમિયાન બસ સ્ટેશનની આસપાસના વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. અનઅધિકૃત રીતે મુસાફરોનું વહન કરતા પ્રાઇવેટ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી. 10થી વધુ વાહન ચાલકોને મેમો આપી 26 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો. તેમને ભવિષ્યમાં બસ સ્ટેશનની આસપાસ ઊભા ન રહેવાની સૂચના પણ આપવામાં આવી હતી. વેરાવળ એસ.ટી. રોડના વેપારીઓ અને નાગરિકો તરફથી આવા વાહન ચાલકો સામે અનેક ફરિયાદો મળી હતી. તેઓ દુકાનો આડે ગાડીઓ રાખીને ટ્રાફિક જામ કરતા હતા. વેરાવળ ટ્રાફિક પોલીસ અને આરટીઓની આ કાર્યવાહીથી ટ્રાફિક જામની સમસ્યામાં રાહત મળશે તેવી આશા છે.
    Click here to Read More
    Previous Article
    જન્માષ્ટમી પર ગુજરાત બન્યું કૃષ્ણમય:દ્વારકા, ડાકોર અને શામળાજીમાં શ્રીકૃષ્ણના 5253મો જન્મોત્સવની ભવ્ય ઉજવણી થશે, લાલાને વધાવવા ભક્તો આતુર
    Next Article
    દીકરી સાથે જતી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી ગઠિયો ફરાર:પાછળથી આવેલા શખ્સે 20 ગ્રામની ચેઇન અને લોકેટ મળી 57 હજાર રૂપિયાના દાગીના આંચકી લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment